1. Home
  2. ગુજરાતી
  3. માનવાધિકારોની રક્ષા કરે ભારત – NRC અને કાશ્મીર પર ચિંતા વ્યક્ત કરતા બોલ્યા UNHRC પ્રમુખ
માનવાધિકારોની રક્ષા કરે ભારત – NRC અને કાશ્મીર પર ચિંતા વ્યક્ત કરતા બોલ્યા UNHRC પ્રમુખ

માનવાધિકારોની રક્ષા કરે ભારત – NRC અને કાશ્મીર પર ચિંતા વ્યક્ત કરતા બોલ્યા UNHRC પ્રમુખ

0
  • જમ્મૂ કાશ્મીરમાં લોકો પરના પ્રતિબંધ દૂર કરવા જરૂરી
  • માનવાધિકારોનું રક્ષણ કરવા ભારત સરકારને બેકલેટની અપીલ
  • જિનેવામાં UNHRCનું 42મું સત્ર યોજાયું

યૂનાઇટેડ નેશન્સના માનવાધિકાર આયોગના હાઇ કમિશનરે આસામમાં લાગુ થયેલા NRC અને ત્યારબાદની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. તે સાથે જ UNHRC (United Nations Human Right Commission) ના પ્રમુખે ભારત સરકારથી જમ્મૂ કાશ્મીરમાં લોકોના માનવાધિકારોની સુરક્ષા કરવાની પણ અપીલ કરી છે. જણાવી દઇએ કે જિનેવામાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંમેલના 42માં સત્રમાં આયોગના હાઇ કમિશનર મિશેલ બેકલેટે જમ્મૂ કાશ્મીર અને એનઆરસીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

સંમેલનને સંબોધિત કરતા હાઇ કમિશનર બેકલેટે કહ્યું હતું કે હાલમાં જ ભારતના આસામમાં જારી થયેલી એનઆરસી યાદીમાંથી 19 લાખ લોકોને બહાર રખાયા છે. તેનાથી અનિશ્વિતતા અને ડરનો માહોલ પ્રવર્તિત થયો છે. તેથી તેમણે સરકારના આ પ્રક્રિયા વધુ સરળ બનાવવા અને લોકોની હકાલપટ્ટી ના કરવાની અપીલ કરી હતી.

બીજી તરફ તેમણે કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ જોવા મળેલી સ્થિતિ પર પણ વાત કરી હતી. તેમણે એલઓસીની બન્ને તરફ માનવધિકારોની રક્ષા માટે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારને અપીલ કરતા બેકલેટે કહ્યું હતું કે કાશ્મીરના લોકો પર રહેલા ઇન્ટરનેટ, ફોન જેવી સેવાઓ પરના પ્રતિબંધને દૂર કરવા જોઇએ અને કેદ કરાયેલા નેતાઓ અને કાર્યકરોને પણ મુક્ત કરવા જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.