1. Home
  2. ગુજરાતી
  3. સંયુક્ત રાષ્ટ્ર ખુદ મંદીની ઝપેટમાં! એસી-લિફ્ટ બંધ કર્યા, વોટર કૂલર પણ ખાલી
સંયુક્ત રાષ્ટ્ર ખુદ મંદીની ઝપેટમાં! એસી-લિફ્ટ બંધ કર્યા, વોટર કૂલર પણ ખાલી

સંયુક્ત રાષ્ટ્ર ખુદ મંદીની ઝપેટમાં! એસી-લિફ્ટ બંધ કર્યા, વોટર કૂલર પણ ખાલી

0
  • આર્થિક સંકટથી ઝઝુમી રહ્યું છે સંયુક્ત રાષ્ટ્ર
  • એસી,હિટર, વોટર કૂલર પણ બંધ કરવાનો વારો આવ્યો
  • અમેરિકા સહિત કુલ 64 દેશ છે દેણદાર

દુનિયામાં શાંતિ સ્થાપિત કરવા સહિતના અનેક મુદ્દા પર મહત્વપૂર્ણ નિર્ણય લેનાર સંયુક્ત રાષ્ટ્ર હાલના સમયમાં આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર પાસે રોકડની એટલી તંગી સર્જાઇ છે કે હાલમાં એર કંડિશનર યૂનિટ અને લિફ્ટ ચલાવવાના પણ ફાંફા છે. ઇમારતમાં સાંજે 6 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી હીટર અને એસી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત પરિસરના ફૂવારાઓ અને વોટર કૂલરને પણ બંધ કરવાની નોબત આવી છે. નવી ભરતી પણ બંધ છે. સામાનની ખરીદી ઠપ છે. આધિકારિક મુલાકાત ઓછી કરાઇ છે. આ બધુ જ પૈસા બચાવવા માટે કરાઇ રહ્યું છે. તેની પ્રત્યક્ષ અસર સંયુક્ત રાષ્ટ્રની કામગીરી પર થઇ રહી છે.

સંયુક્ત રાષ્ટ્રની કામગીરીમાં વિધ્ન ના આવે તે હેતુસર સંયુક્ત રાષ્ટ્રના બજેટ સંબંધિત અધિકારીઓએ આ નિર્ણય લીધો છે. આર્થિક સંકટને કારણે જ દુનિયામાં અનેક જગ્યાએ આવેલા સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયોમાંથી છટણી પણ કરાઇ રહી છે.

અમેરિકા સહિત 64 દેશ દેણદાર
સંયુક્ત રાષ્ટ્રએ સાર્વજનિક રૂપથી તે દેશો વિશે નથી જણાવ્યું જેઓએ પોતાની ચૂકવણીને મંજૂરી નથી આપી. સૂત્રોનુસાર, તે દેશોમાં અમેરિકા, બ્રાઝીલ, આર્જેન્ટિના, મેક્સિકો અને ઇરાન સામેલ છે. 64 દેશો પાસે સંયુક્ત રાષ્ટ્રના પૈસા બાકી છે.

દેણદાર દેશોની સૂચીમાં વેનેઝુએલા, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, ઇઝરાયલ અને સાઉદી અરબ સામેલ છે. અમેરિકા એકલું જ સંયુક્ત રાષ્ટ્રને સૌથી વધુ આર્થિક સહાયતા પ્રદાન કરે છે. અમેરિકા તેના બજેટમાંથી કુલ 22 ટકા હિસ્સો સંયુક્ત રાષ્ટ્ર માટે ફાળવે છે. પરંતુ હાલમાં તે સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટું દેણદાર છે.

23 કરોડ ડૉલરની ખોટમાં ચાલી રહ્યું છે UN
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે ચેતવણી આપી હતી કે આ વૈશ્વિક સંસ્થા 23 કરોડ ડૉલરની ખોટમાં ચાલી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં તેની રોકડ પણ પૂરી થઇ શકે છે. સમાચાર એજન્સી એએફપીએ સંયુક્ત રાષ્ટ્રના 37 હજાર કર્મચારીઓના નામે લખેલી મહાસચિવ ગુટેરસના પત્રના હવાલાથી જણાવ્યું હતું કે તેઓને વેતન અને ભથ્થા સુનિશ્વિત કરવા માટે વધુ પગલાં લેવામાં આવશે.

સદસ્ય દેશોએ તેના બજેટના 70 ટકા હિસ્સાની જ કરી ફાળવણી
એજન્સી અનુસાર ગેટરસે એક પત્રમાં લખ્યું છે કે સદસ્ય દેશોએ વર્ષ 2019માં સંયુક્ત રાષ્ટ્રના સંચાલન માટે તેના બજેટનો માત્ર 70 ટકા હિસ્સો જ ફાળવ્યો છે. આ જ કારણોસર સપ્ટેમ્બરના અંત સુધી 23 કરોડ ડૉલરની અછત સર્જાઇ છે. અને તે પણ જલ્દી પૂરી થાય તેવા એંધાણ છે.

ભારતે બાકી રહેલી બધી રકમની કરી ચૂકવણી
ભારત એવા દેશોમાં સામેલ છે જેમને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાન બાકી દરેક રકમની ચૂકવણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદીને શુક્રવારે આ માહિતી આપી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.