in , ,

ભારત સહિત 6 દેશોની રજુઆત બાદ યુએનએ આ ડ્રાફ્ટમાં કર્યો સુધારો

ભારત, બ્રિટન, અમેરિકા સહિતના દેશોએ વિરોધ કર્યો તે બાદ સંયુક્ત રાષ્ટ્ર એ પોતાના ડ્રાફ્ટમાં સુધારા કરવા પડ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ તિજાની મુહમ્મદ બંદેએ ઘોષણાપત્રના ડ્રાફ્ટમાં એક ઉલ્લેખ કર્યો હતો તેને બદલવો પડ્યો છે.

આ ડ્રાફ્ટમાં એક એવું વાક્ય હતું જેને લઇને સમગ્ર વિવાદ સર્જાયો હતો. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા જે શબ્દોનો ઉપયોગ કરાય છે તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને પગલે વિરોધ કરવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનની ગતિવિધિઓ પર નજર રાખનારી સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘ બ્રિટનના જણાવ્યા અનુસાર બ્રિટનના કાર્યવાહક રાજદુત જોનાથન એલને 24 જૂને મૌન પ્રક્રિયાને તોડી નાખી હતી.

તેઓ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેંડ, કેનેડા અને ભારત તરફથી આ પગલુ તેઓએ ભર્યું હતું. છ દેશોએ ઘોષણાના અંતમાં એક વાક્યાંશ પર વિરોધ નોંધાવ્યો હતો. જે વાક્યનો વિરોધ કરવામાં આવ્યો તેમાં લખ્યું હતું કે એક ભવિષ્યના ખાતર અમારી સંયુક્ત દ્રષ્ટીનો અહેસાસ કરવા માટે. 

આ વાક્યનો વિરોધ કરવામાં આવ્યો હતો અને એવી માગણી કરવામાં આવી હતી કે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની પ્રસ્તાવનામાં પરિકલ્પિત સારા ભવિષ્ય માટે અમારી સંયુક્ત દ્રષ્ટીને સાકાર કરવા માટે વાક્યનો ઉપયોગ કરવામાં આવે. 

(સંકેત)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચીનને આક્રમક જવાબ આપવા ભારતે ગલવાન ખીણમાં 6 T-90 ટેન્કો ખડકી

ગુજરાતની વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્વે ભાજપ એકશનમાં