1. Home
  2. ગુજરાતી
  3. ISIS-K એ ગત વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનું ઘડ્યું હતું કાવતરું
ISIS-K એ ગત વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનું ઘડ્યું હતું કાવતરું

ISIS-K એ ગત વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનું ઘડ્યું હતું કાવતરું

0
  • ISISના ખુરાસાન સમૂહ ISIS-K એ ભારતમાં હુમલાનું કાવતરું ઘડ્યું હતું
  • રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશાલયના કાર્યકારી નિર્દેશક ટ્રેવર્સે કર્યો ખુલાસો
  • ISIS-K ખાસ કરીને અમેરિકા માટે મોટો ચિંતાનો વિષય

ISISના ખુરાસાન સમૂહ અકા ISIS-K એ ગત વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ સાંસદોને આ જાણકારી આપી હતી. રાષ્ટ્રીય ગુપ્તચર નિર્દેશાલયના હેઠળની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી કેન્દ્રના કાર્યકારી નિર્દેશક રસલ ટ્રેવર્સે મંગળવારે કહ્યું કે ISISની દરેક શાખાઓમાંથી ISIS-K અમેરિકા માટે સૌથી વધુ ખતરનાક છે.
ટ્રેવર્સ મુજબ ISISની દરેક શાખાઓ તેમજ નેટવર્કમાં ISIS-K નિશ્વિતપણે સૌથી વધુ ચિંતાનો વિષય છે. આ સંગઠન અફઘાનિસ્તાન બહાર હુમલા કરવા માટે ઉકસાવે છે. તેઓએ ગત વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું, જે નિષ્ફળ રહ્યું હતું.

હસને ગત મહિને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને તેમણે અફઘાનિસ્તાનમાં ISIS-Kના વધતા વ્યાપ અંગેની અમેરિકી સેનાની ચિંતાઓની આપવીતી પણ સાંભળી હતી.

તેમણે કહ્યું કે ISIS-K માત્ર અફઘાનિસ્તાનમાં અમેરિકી દળો માટે ખતરો નથી, પરંતુ તેઓ અમેરિકા પર હુમલો કરવાનું પણ ષડયંત્ર રચી શકે છે.

ગત સપ્તાહે ટ્રેવર્સે કહ્યું હતું કે દુનિયાભરમાં ISISની 20થી વધુ શાખાઓ છે. જેમાંથી કેટલાક સંગઠનો આતંકી હુમલો કરવા માટે અદ્યતન હથિયારોનો ઉપયોગ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.