1. Home
  2. ગુજરાતી
  3. આતંકી સંગઠનોનું ફંડિગ, ભરતી અને તાલિમ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ: અમેરિકા
આતંકી સંગઠનોનું ફંડિગ, ભરતી અને તાલિમ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ: અમેરિકા

આતંકી સંગઠનોનું ફંડિગ, ભરતી અને તાલિમ રોકવામાં પાકિસ્તાન નિષ્ફળ: અમેરિકા

0
  • પાકિસ્તાન આતંકીઓના ફંડિગ-તાલીમ રોકવામાં નિષ્ફળ: અમેરિકી રિપોર્ટ
  • પાકિસ્તાનની જમીનનો આતંકીઓએ હુમલા માટે કર્યો ઉપયોગ
  • આતંકી સમૂહો-હક્કાની નેટવર્કને રોકવામાં પાક અસમર્થ રહ્યું – રિપોર્ટ

અમેરિકાના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના ફંડિગ અને તાલીમને રોકવામાં નિષ્ફળ નિવડ્યું છે. તે ઉપરાંત પાકિસ્તાનની બહારના દેશમાં હુમલા માટે આતંકી સંગઠનોએ પાકિસ્તાનની જમીનનો ખુલ્લેઆમ ઉપયોગ કર્યો હતો તેવો પણ ખુલાસો થયો છે.

અમેરિકી વિદેશ વિભાગે સંસદના પ્રસ્તાવ પર 2018 માટે આતંકવાદ પરના વાર્ષિક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે પાકિસ્તાન સરકારે અફઘાન સરકાર તેમજ તાલિબાનમાં રાજનૈતિક સુલહને સમર્થન આપવાની વાત કરી પરંતુ પાકિસ્તાન સ્થિત આશ્રયસ્થાનોથી સંચાલિત થતા આતંકી સમૂહો અને હક્કાની નેટવર્કને રોકવા માટે કોઇ પગલાં ભર્યા નથી, જે અફઘાનિસ્તાનમાં અમેરિકા તેમજ અફઘાન દળો માટે ખતરો છે.

રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે પાકિસ્તાન સરકાર લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા આતંકી સંગઠનોના ફંડિગ, ભરતી, અને તાલીમ પર રોક લગાવવામાં નિષ્ફળ નિવડ્યું છે. તે ઉપરાંત આ સંગઠનો સાથે જોડાયેલા સમૂહોને ગત જુલાઇ માસમાં ચૂંટણી લડવાની પણ મંજૂરી આપી હતી.

પાકિસ્તાનની રાષ્ટ્રીય કાર્ય યોજનામાં એ સુનિશ્વિત કરાયું હતું કે કોઇપણ સશસ્ત્ર આતંકી સંગઠનને દેશમાં કામ કરવાની મંજૂરી ના હોય, દેશની બહાર આતંકી હુમલાઓને અંજામ આપનારા કેટલાક આતંકી સંગઠનો 2018માં પાકિસ્તાની જમીનથી પોતાની ગતિવિધિઓને અંજામ આપી રહ્યા હતા જેમાં હક્કાની નેટવર્ક, જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા સામેલ છે.

રિપોર્ટ અનુસાર સરકાર અને કેટલાક અધિકારીઓ આતંકી સંગઠનોની પાકિસ્તાનમાં તેમજ પાકિસ્તાનથી બહાર આતંકી ગતિવિધિઓ પર રોક લગાવવામાં નિષ્ફળ નિવડી છે. તેને રોકવા માટે પર્યાપ્ત પગલા પણ નથી લેવામાં આવ્યા. 2018 દરમિયાન પાકિસ્તાનમાં આતંકી ખતરો વધુ હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.