in , ,

‘હાઉડી મોદી’ બાદ ન્યૂયોર્ક પહોંચ્યા PM મોદી, જળવાયુ પરિવર્તન પરના સંમેલનમાં ભાગ લેશે

  • ન્યૂયોર્ક પહોંચ્યા PM મોદી
  • જળવાયુ પરિવર્તન પરના સંમેલનમાં લેશે ભાગ
  • PM મોદી 21-27 સપ્ટેમ્બર સુધી અમેરિકના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યૂસ્ટનમાં ઐતિહાસિક કાર્યક્રમ હાઉડી મોદીને સંબોધિત કર્યા બાદ હવે તેઓ જળવાયુ પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક પહોંચ્યા છે. અહીંયા તેઓ આ સમિટને સંબોધિત કરશે. અહીં તેઓ આતંકવાદના મુદ્દા પર અનેક દેશના નેતાઓ સાથે વાત કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.

આ ઉપરાંત તેઓ 27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રને પણ સંબોધિત કરશે.

દેશની ભાગીદારી અદ્દભુત હશે
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રમાં દેશની ભાગીદારી અને પહોંચી અદ્દભુત હશે અને તેના ફળસ્વરૂપ કેટલાક નક્કર પરિણામો પણ પ્રાપ્ત થશે. મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર અને વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરન 75થી વધુ દેશોના પ્રમુખ અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે.

વાંચો PM મોદીના અમેરિકા પ્રવાસના સંપૂર્ણ કાર્યક્રમ વિશે
23 સપ્ટેમ્બર –
PM મોદી ક્લાઇમેટ સમિટને સંબોધિત કરશે. આતંકવાદના મુદ્દે અનેક દેશના નેતાઓ સાથે મુલાકાત કરશે.

24 સપ્ટેમ્બર – આ દિવસે તેઓ મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠને લઇને આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. તે ઉપરાંત PM મોદીને ગેટ્સ ફાઉન્ડેશનની તરફથી ગ્લોબલ ગોલ કીપર એવોર્ડથી સન્માનિત કરાશે.

25 સપ્ટેમ્બર – કૈરિકોમની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 20 નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

27 સપ્ટેમ્બર – પીએમ મોદી પ્રવાસના અંતિમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ના 74માં સત્રને સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sonia Gandhi, Manmohan Singh met Chidambaram in jail

Balakot reactivated by Pakistan: Army Chief Bipin Rawat