1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ચીન વચ્ચે સંબંધોમાં તણાવ: અમેરિકાએ ચીનની ફ્લાઇટ્સના પોતાના દેશમાં ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો
અમેરિકા-ચીન વચ્ચે સંબંધોમાં તણાવ: અમેરિકાએ ચીનની ફ્લાઇટ્સના પોતાના દેશમાં ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકા-ચીન વચ્ચે સંબંધોમાં તણાવ: અમેરિકાએ ચીનની ફ્લાઇટ્સના પોતાના દેશમાં ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો

0
  • કોરોના વાયરસની મહામારી વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે સંબંધોમાં તણાવ
  • અમેરિકાએ ચીનની તમામ ફ્લાઇટ્સની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવ્યો
  • ચીન એ પણ અમેરિકાની ફ્લાઇટ્સની ઉડાનો સીમિત કરી

કોરોના વાયરસની મહામારી બાદ ચીન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ હવે ચીનની તમામ ફ્લાઇટ્સની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેના જવાબમાં ચીને પણ પગલું ભરતા કહ્યું હતું કે તે અમેરિકાની એરલાઇન્સને તેના દેશમાં સીમિત ઉડાનની પરવાનગી આપશે.

ચીનમાં કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે હવે વિદેશી એરલાઇન્સને સીમિત ઉડાનની પરવાગની આપવામાં આવશે.

ફ્લાઇટ્સની અવર જવર અંગે માહિતી આપતા અમેરિકાના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટે કહ્યું હતું કે જાન્યુઆરી 2020માં બંને દેશોની વચ્ચે ફ્લાઇટ્સ ઓછી થઇ ગઇ હતી. પછીથી અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા એર લાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ અમેરિકા અને ચીનની વચ્ચે ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી હતી. ચીનની એરલાઇન્સે પણ તેની કેટલીક ફ્લાઇટ્સનું ઓપરેશન બંધ કર્યું છે.

યુનાઇટેડ એરલાઇન્સ તેમજ ડેલ્ટા એરલાઇન્સ 1 જૂનથી ચીન માટે ફ્લાઇટ્સ શરૂ કરવા માંગતી હતી. જો કે તેમની અપીલ છત્તાં ચીન સરકાર મંજૂરી આપવામાં નિષ્ફળ રહી હતી. કોરોના વાયરસને કારણે ફ્લાઇટ્સ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચીન દ્વારા જે અમેરિકાની ફ્લાઇટ્સની મર્યાદિત ઉડાનની જ પરવાનગી આપવામાં આવી છે તેવું કરીને ચીન બંને દેશો વચ્ચે થયેલા કરારનું ઉલ્લંઘન કરી રહી છે. આ મામલે ચીનના અધિકારીઓ સાથે અમેરિકા વાત કરશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.