1. Home
  2. ગુજરાતી
  3. આગામી 2 સપ્તાહ સુધી વિશ્વમાં રોજ આટલા કેસ આવશે: WHO
આગામી 2 સપ્તાહ સુધી વિશ્વમાં રોજ આટલા કેસ આવશે: WHO

આગામી 2 સપ્તાહ સુધી વિશ્વમાં રોજ આટલા કેસ આવશે: WHO

0
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના સંક્રમણને લઇને ચેતવણી ઉચ્ચારી
  • આગામી 2 સપ્તાહ સુધી એશિયા, દક્ષિણ અમેરિકામાં મોટી સંખ્યામાં કેસ આવશે
  • ચીનમાં ફરીથી કોરોના વાયરસનો ફેલાવો ચિંતાજનક: WHO

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ કોરોના વાયરસને લઇને ચેતવણી ઉચ્ચારી છે. WHO એ ચેતવણી ઉચ્ચારી છે કે આગામી 15 દિવસ સુધી એશિયા, દક્ષિણ અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાં કોરોના વાયરસને કહેર યથાવત્ રહેશે. WHO એ ચીન માટે એલર્ટ જાહેર કરતા કહ્યું કે બેજિંગમાં નવા કેસ આવવા તે ગંભીર બાબત છે અને તેનો જલ્દી ઉકેલ લાવવામાં આવે તે આવશ્યક છે.

કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરતા WHOના પ્રમુખ ટેડરૉસ એડહૉમએ જણાવ્યું હતું કે 50 દિવસ પછી ચીનમાં ફરી એકવાર સ્થિતિ ખરાબ નજર આવી રહી છે. બેજિંગમાં મળેલું ક્લસ્ટર ખતરનાક સાબિત થઇ શકે છે. જેને સમય રહેતા નિયંત્રણમાં લેવું પડશે. સંયુક્ત રાષ્ટ્ર હેલ્થ એજન્સી પણ ચીનના સતત સંપર્કમાં છે જો ચીનને કોઇપણ પ્રકારની મદદની આવશ્યકતા રહેશે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને ત્યાં મોકલાશે.

દુનિયામાં કોરોના સંક્રમણના 80 ટકાથી વધુ કેસ આ 10 દેશોમાંથી આવી રહ્યા છે જેમાં બ્રાઝિલ, અમેરિકા, ભારત, રશિયા, પેરુ, ચિલી, પાકિસ્તાન અને સાઉદી અરબ સામેલ છે. સાઉથ એશિયાના દેશોમાં કોરોના સ્ફોટક સ્થિતિમાં છે અને ખૂબજ ખતરનાક રીતે વ્યાપ વધારી રહ્યો છે.

બીજી તરફ આફ્રિકમાં પણ કોરોના સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે. માત્ર 18 દિવસમાં ત્યાં કેસનો આંકડો 2 લાખ સુધી પહોંચવા આવ્યો છે. આફ્રિકના 54 દેશોમાંથી અડધાથી વધુમાં સામુદાયિક સંચરણ શરૂ થયું છે જે ખૂબ જ ગંભીર છે.

જ્યાં સુધી કોરોના વાયરસની કોઇ વેક્સિન ના શોધાય ત્યાં સુધી સંભાવનાઓ સાથે જ જીવવું પડશે. કોરોના સંક્રમણને રોકવા માટે લોકો દ્વારા સ્વયં શિસ્તનું પાલન કરવામાં આવે તે ખૂબ જ આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.