1. Home
  2. ગુજરાતી
  3. 546 ઓલ્મિપિક મેડલ જીતનાર રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ, ઓલ્મિપિકમાં નહીં લઇ શકે ભાગ
546 ઓલ્મિપિક મેડલ જીતનાર રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ, ઓલ્મિપિકમાં નહીં લઇ શકે ભાગ

546 ઓલ્મિપિક મેડલ જીતનાર રશિયા પર 4 વર્ષનો પ્રતિબંધ, ઓલ્મિપિકમાં નહીં લઇ શકે ભાગ

0

વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સીએ રશિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ બાદ હવે રશિયા આગામી વર્ષે ટોક્યમાં યોજાનારા ઓલ્મિપિક અને 2022 બીજિંગ વિંટર ઓલ્મિપિકમાં ભાગ નહીં લઇ શકે. વાડાએ રશિયા પર એક ડોપિંગરોધી પ્રયોગશાળાથી ખોટા આંકડાઓ રજૂ કરવાનો આરોપ લગાવ્યો અને તેના કારણે તેના પર ચાર વર્ષનો પ્રતિબંધ ફરમાવાયો છે.

લુસાનામાં યોજાયેલી કાર્યકારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સમર ઓલ્મિપિકમાં રશિયાનો ઇતિહાસ ખૂબજ જૂનો છે. જો કે વર્ષ 1996થી તેઓ સતત ઓલ્મિપિકમાં ભાગ લઇ રહ્યા છે. ગત 20 વર્ષોમાં રશિયન ખેલાડીઓએ સમગ્ર દુનિયામાં તેઓની પ્રતિભાનો પરચો આપ્યો છે. ઓલ્મિપિકમાં રશિયાએ અત્યાર સુધી 195 ગોલ્ડ, 163 સિલ્વર તેમજ 188 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.