1. Home
  2. ગુજરાતી
  3. જો તમે મારી જગ્યાએ હોત તો હાર્ટ અટેક આવી જાત – ઇમરાન ખાનનું દર્દ છલકાયું
જો તમે મારી જગ્યાએ હોત તો હાર્ટ અટેક આવી જાત – ઇમરાન ખાનનું દર્દ છલકાયું

જો તમે મારી જગ્યાએ હોત તો હાર્ટ અટેક આવી જાત – ઇમરાન ખાનનું દર્દ છલકાયું

0
  • ઇમરાન ખાને એક કાર્યક્રમમાં પાકની મુશ્કેલીઓની કબૂલાત કરી
  • પાકિસ્તાન પાસે ચીન જેટલા પાવર નથી – ઇમરાન ખાન
  • હું ચારે તરફથી અનેક મુશ્કેલીથી ઘેરાયેલો છું – ઇમરાન ખાન

પાકિસ્તાનનું વડાપ્રધાન હોવું કોઇ સરળ વાત નથી. આ વાતની કબૂલાત ખુદ પ્રધાનમંત્રી ઇમરાન ખાને કરી છે. ઇમરાન ખાનનું માનવું છે કે તેઓ એટલી હદે તણાવમાંથી પસાર થઇ રહ્યા છે કે જો તેના સ્થાને કોઇ બીજુ હોત તો, ચોક્કસ તેને હાર્ટ અટેક આવી જાત. તેની વાતોથી એ પણ સ્પષ્ટ થયું કે તેઓ જે ઇચ્છે છે, ક્યારેક તે પણ નથી કરી શકતા. પાકિસ્તાની પીએમે કાઉન્સિલ ઑફ ફૉરેન રિલેશંસ અફેયર્સના કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં આ બાબત કબૂલી હતી.

આ પરેશાનીઓથી ઝઝુમી રહ્યા છે ઇમરાન ખાન
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની પીએમે કહ્યું હતું કે હું શું કરું એક તરફ અફઘાનિસ્તાનની સમસ્યા ચાલી રહી છે. ઇરાનની સમસ્યા પણ છે. ચીન પણ ચીડાયેલું છે. હવે જુઓ ભારત સાથે પણ સંબંધોમાં તણાવ છે. જો તમે પણ આ સ્થિતિમાં મારા સ્થાને હોત તો હાર્ટ અટેક જ આવી જાત.

ઇમરાન ખાને કહ્યું કે,’પાકિસ્તાન સામે એટલા ગંભીર પડકારો છે કે હું પરેશાન રહું છું. આ તો ક્રિકેટની રમત દરમિયાન શીખેલા મુશ્કેલ અને કડી મહેનતના પ્રકારોને કારણે હું ઠીકઠાક છું. રમત દરમિયાન મળેલા પડકારોને કારણે જ હું આ પ્રકારની મુશ્કેલીઓનો દ્રઢતાપૂર્વક સામનો કરવા તેમજ તેનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યો છું.

મારી પાસે ચીનની જેમ પાવર નથી
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ સૂકાનીની આ જ વાત બધાએ હસ-મજાક ઉડાવી હતી. પીએમની વધુ બેચેની ત્યારે જોવા મળી જ્યારે ઇમરાને કહ્યું કે કેટલાક મામલાઓના નિરાકરણ માટે પાવર જરૂરી છે અને તેઓ પાસે ચીન જેવો પાવર નથી.

તેમણે કહ્યું કે ચીન અમારા માટે પ્રગતિનું પ્રતિક છે. તેઓએ તેના કરોડો નાગરિકોની ગરીબી દૂર કરી છે. જો મારી પાસે પણ તેના જેવા આદેશ જારી કરવાની શક્તિ હોત તો હું પણ પાકિસ્તાનમાંથી ગરીબી અને ભ્રષ્ટાચાર ખત્મ કરી દઉં. ઇમરાન ખાને કાર્યક્રમ દરમિયાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે અપીલ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.