1. Home
  2. ગુજરાતી
  3. Cut-Copy-Paste જેવા કમાન્ડ આપીને આપણું કમ્પ્યૂટર વર્ક સરળ બનાવનાર સાઈન્ટિસનું 74 વર્ષની વયે નિધન
Cut-Copy-Paste જેવા કમાન્ડ આપીને આપણું કમ્પ્યૂટર વર્ક સરળ બનાવનાર સાઈન્ટિસનું 74 વર્ષની વયે નિધન

Cut-Copy-Paste જેવા કમાન્ડ આપીને આપણું કમ્પ્યૂટર વર્ક સરળ બનાવનાર સાઈન્ટિસનું 74 વર્ષની વયે નિધન

0
  • કટ-કોપી-પેસ્ટ કમાન્ડ આપનારા લેરી ટેસ્લરનું નિધન
  • 74 વર્ષની વયે થયું તેમનું નિધન
  • સ્ટિવ જોબ્સે પણ તેમના એપલના સંશોધનમાં આ કમાન્ડનો ઉપયોગ કર્યો હતો
  • લેરી ટેસ્લરએ એમેઝોન અને યાહૂ સાથે પણ કાર્ય કર્યુ હતું
  • વિશ્વમાં કમ્પ્યૂટરના કમાન્ડ ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન છે

સામાન્ય રીતે આપણે કમ્પયૂટરનો ઉપયોગ રોજીંદા જીનવમાં કરતા આવ્યા  છે.કેટલાક શબ્દો કે ડોક્યુમેન્ટસને કટ-કોપી-પેસ્ટ કરીને આપણું કાર્ય સરળ બનાવીએ છે,પરંતુ આપણે ક્યારેય વિચાર્યુ છે કે આ કટ-કોપી-પેસ્ટ જેવા મહત્વના કમાન્ડ આપનારા એ વ્યક્તિ કોણ છે? કદાચ આપણે સૌ કોઈ નહી જ જાણતા હોઈ છે,પરંતુ આ વ્યક્તિ એટલે લેરી ટેસ્લર જેઓનું 74 વર્ષની વયે નિધન થયું છે.

કટ-કોપી-પેસ્ટ યૂઝર ઈન્ટરફેસના ઈન્વેન્ટર લેરી ટેસ્લર હવે આ દુનિયામાં નથી રહ્યા,તેઓ એક મહાન સાઈન્ટિસ હતા તેમણે  યૂઝર ઈન્ટરફેસને લઈને કેટલાક રિસર્ચ કર્યા છે જેના કારણે તેઓ સમગ્ર વિશ્વમાં ખુબ જ જાણીતા બન્યા છે.

કટ-કોપી-પેસ્ટ એવા ફિચર છે કે કોઈ પણ વ્યક્તિને પોતાના કાર્ય માટે અવાર નવાર જરુર પડતી જ હોય છે,જેનાથી આપણું અડધું કાર્ય સરળ થઈ જાય છે.આ ફિચર મારફત આપણે કમ્પયૂટર અને સોશિયલ મીડિયામાં સરળતા સાથે કાર્ય પાર પાડી શકીએ છે.તેઓ સ્ટિવ જોબ્સ જેટલા ફેમસ નથી બની શક્યા પરંતુ આ ક્ષેત્રમાં તેમનું યોગદાન એટલું બધુ મહત્વનું છે કે, સામાન્યથી સામાન્ય વિદ્યાર્થીઓથી લઈને અનેક કોર્પોરેટ ક્ષેત્ર કે વિશ્વમાં જેં કઈ પણ કાર્ય કમ્પયૂટરના માધ્યમથી થાય છે તે લોકો રોજબરોજ તેમના આ સંશોધનને ઉપયોગમાં લેતા હોય છે.જાણ્યે એજાણ્યે આપણે તેમનું આ સંશોધન અનાર નવાર વાયરતા હોઈએ છે.

લેરી ટેસ્લર 74 વર્ષના હતા તેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો,તેમણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટિમાં કમ્પ્યૂટર સાઈન્સનો અભ્યાસ કર્યો હતો,વર્ષ 1993મા તેઓ Xerox Palo Alto Research Centerમા જોડાયા હતા, બસ અહીથી તેઓની કટ,કોપી અને પેસ્ટ યૂઝર ઈન્ટરફેસની કહાનિ શરુ થઈ હતી.

ટેસ્લરે PARC ટિમ મૉટ સાથે મળીને જિપ્સી ટેક્સ્ટ એડિટર તૈયાર કર્યું, આ જિપ્સી ટેક્સ્ટ એડિટરમાં તેઓએ ટેક્સ્ટને કોપી અને ખસેડવા માટે મોડલેસ મેથડ તૈયાર કરી બસ ત્યારથી કટ,કોપી.પેસ્ટનો ટર્મ આપણે જાણી શક્યા.

ટેસ્લરએ પોતાના સીવીમાં લખ્યું હતું કે,તેઓ મોડલેસ એડિટિંગ અને કટ કોપી,પેસ્ટના શરુઆતના શોધક છે,જો કે તેમણે સીવીમાં એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે,તેમને ભૂલથી ફાધર ઓફ ગ્રાફિકલ યૂઝર ઈન્ટરફેસ ફોર મેકિનતૌશ કહેવામાં આવ્યા પરુંતુ તેઓ તે નથી.આમ કહી તેઓે તમની મહાનતા દર્શાવી છે.

આ મહાન સાઈન્ટિસએ PARCમા જ કટ-કોપી-પેસ્ટ ફિચર વિકસાવ્યા હતા,ત્યાર બાદ પછીથી તે કટ,કોપી અને પેસ્ટનો કોન્સેપ્ટ કમ્પ્યૂટરના ઈન્ટરફેસ અને ટેક્સ્ટ એડિટર્સ માટે આવ્યું,જે PARC કંપનીમાં લેરી કાર્ય કરતા હતા તેને જ શરુઆતમાં ગ્રાફિકલ યૂઝર ઈન્ટરફેસ અને માઉસ નેવિગેશનના શ્રેય પણ તકેમના શીરે જાય છે.

જો કે, મહત્વની ખાસ વાત તો એ છે કે,એપલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સે પણ પીએઆરસીના આ સંશોધનનો ઉપયોગ એપલના ઉત્પાદનોમાં સુધારો કરવા માટે કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે સ્ટીવ જોબ્સ ઝેરોક્સ આવ્યા હતા ત્યારે તે જ ટીમમાં લેરી ટેસ્લર પણ હાજર હતા. PARC સિવાય, લેરી ટેસ્લરએ એમેઝોન અને યાહૂ સાથે પણ કાર્ય કર્યુ હતું,કમ્પયૂટ ક્ષેત્રમાં તેમનું આગવુ પ્રદાન રહ્યું છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.