1. Home
  2. ગુજરાતી
  3. ઈટલી જેવી જ ભુલ ભારત તો નથી કરી રહ્યુ ને? શુ થયુ હતુ ઈટલીમાં જાણો
ઈટલી જેવી જ ભુલ ભારત તો નથી કરી રહ્યુ ને? શુ થયુ હતુ ઈટલીમાં જાણો

ઈટલી જેવી જ ભુલ ભારત તો નથી કરી રહ્યુ ને? શુ થયુ હતુ ઈટલીમાં જાણો

0

કોરોનાવાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ હોય તો તે છે ઈટલી કે જ્યાં કોરોનાવાયરસના કારણે સૌથી વધારે મોત નોંધવામાં આવ્યા છે. ઈટલી જેવા દેશમાં અત્યાર સુધીમાં 13 હજારથી વધારે મોત થઈ છે અને એક લાખથી વધારે સંક્રમીતના કેસ પણ નોંધવામાં આવ્યા છે.

ઈટલીની સરકાર અને જનતાએ વિચાર્યુ હતુ કે કોરોનાવાયરસ એક સામાન્ય બીમારી છે અને કોરોનાવાયરસ જેવી બીમારીને ખુબ હળવાશ લેવામાં આવી હતી પરંતુ જ્યારે કોરોનાવાયરસના કેસ વધવા લાગ્યા અને મૃત્યુઆંક વધ્યા પછી લોકો દેશના ઉત્તરમાં ભાગવા લાગ્યા હતા.

ઈટલીમાં લોકડાઉન દરમિયાન સરકારે લોકોને ઘરમાં જ રહેવા માટેની સૂચના આપી હતી અને દરેકને આઈસોલેટ થવાનું કહેવામાં આવ્યુ હતુ પરંતુ લોકડાઉ થતાંની સાથે જ લોકો ટ્રેનોમાં ભરાઈને બીજી જગ્યાએ ભાગ્યા, તેના કારણે આખા દેશમાં ઈન્ફેક્શન ફેલાયુ હતુ જેની કિંમત ઈટલી હજુ પણ ભોગવી રહ્યુ છે.

ઈટલીમાં જે રીતે લોકોએ ભુલ કરી એજ ભુલ ભારતીયો દ્વારા પર કરવામાં આવી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. ભારતમાં આજે પણ લોકડાઉનની જાહેરાત કર્યા બાદ પણ લોકો રસ્તા પર ફરી રહ્યા છે અને કેટલાક સ્થળોએ તો ધાર્મિક મંત્રણા પણ કરવામાં આવી છે જેના કારણે છેલ્લા બે દિવસમાં ભારતમાં સૌથી વધારે કોરોનાવાયરસના કેસ નોંધવામાં આવ્યા છે.

ભારત દેશના હજુ પણ કેટલાક લોકોને જાણ નથી કે  વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે અને ભારતીય લોકોની હાઈજીન સ્થિતિ પણ સંપુર્ણ યોગ્ય નથી. ભારતમાં કોરોનાવાયરસના કેસ વધારે વકરે તે પહેલા સરકાર દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેના કારણે કોરોનાવાયરસની અસર ઓછી જોવા મળી રહી છે. પરંતુ લોકડાઉન બાદ હજારો-લાખોની સંખ્યામાં લોકો પોતાના ગામ તરફ જવા માટે રોડ પર નીકળી પડ્યા હતા જે કોરોનાવાયરસના ફેલાવાનું મુખ્ય કારણ બની શકે છે.

ભારત સામે કોરોનાવાયરસની બેદરકારીને બે મોટા ઉદાહરણ છે જેમાં ઈટલી બાદ અમેરિકાને પણ ઉદાહરણના આધાર પર લઈ શકાય છે. અમેરિકાએ લોકડાઉન ન કરવાની હઠ પકડી રાખી હતી અને હવે આજે એવી  નોબત આવી છે કે જાણકારો મુજબ અમેરિકામાં 2.4 લાખ લોકો મૃત્યુ પામશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને હજુ પણ યોગ્ય પગલા લેવામાં નહી આવે તો  મોતનો આંકડો વધી શકે છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.