1. Home
  2. ગુજરાતી
  3. કોરોના બ્રેક બાદ આ ખેલાડીએ મેદાન પર કરી વાપસી
કોરોના બ્રેક બાદ આ ખેલાડીએ મેદાન પર કરી વાપસી

કોરોના બ્રેક બાદ આ ખેલાડીએ મેદાન પર કરી વાપસી

0
  • ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની તૈયારીઓ શરૂ
  • કોરોના બ્રેક બાદ દિગ્ગજે કરી મેદાન પર વાપસી
  • ઇશાંત શર્માએ સોશિયલ મીડિયા પર ચાહકોને તેની ટ્રેનિંગની આપી માહિતી
  • હું ખુદને સકારાત્મક બાબતોમાં વ્યસ્ત કરી રહ્યો છું – ઇશાંત શર્મા

કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી સરકારની સૂચનાનું પાલન કરતા લોકડાઉનમાં હતા. હવે અનલોક લાગુ થયા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને ચાહકોને તેની ટ્રેનિંગની માહિતી આપી છે.

ભારતીય ખેલાડીઓ છેલ્લે ન્યુઝીલેન્ડમાં મેદાન પર દેખાયા હતા. પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝને કોરોનાને કારણે જ રદ કરવી પડી હતી. માર્ચ મહિનામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તમામ ઘરેલુ અને વિદેશી પ્રવાસ રદ કરવામાં આવ્યા હતા. ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા બાદ હવે ઇશાંતે તેની ટ્રેનિંગ વિશે માહિતી આપી દીધી છે.

ટીમ ઇન્ડિયામાં લમ્બુ નામના ઝડપી બોલરે તેની તાલીમનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આમાં તે વોર્મ-અપ કરતો જોવા મળી રહ્યો છે. ઇશાંતે બે વીડિયો પોસ્ટ કર્યા છે અને સાથે એક તસવીર પણ મૂકી છે. વીડિયોમાં તે બે જુદી જુદી પ્રકારની વોર્મ-અપ એક્સરસાઇઝ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયો પોસ્ટ કરતાં ઇશાંતે લખ્યું કે, હું ખુદને સકારાત્મક બાબતોમાં વ્યસ્ત કરી રહ્યો છું, તો સાથે સોશીયલ ડિસ્ટન્સનું પણ પાલન કરી રહ્યો છું.

ઇશાંતના આ વીડિયોને ભારતીય દિગ્ગજ બેટ્સમેન સુરેશ રૈનાએ કમેન્ટ કરી છે, જ્યારે તેના સાથી બોલર સહિતના તમામ ખેલાડીઓએ તેને લાઈક્સ પણ આપી છે. ઇશાંતનો આ વીડિયો ખરેખર પ્રેરણાદાયક છે. આવી સ્થિતિમાં જ્યારે લોકો ઘરમાં બંધ છે અને ધ્યાન નકારાત્મક બાબતો તરફ જતું હોય છે ત્યારે તેમણે ખૂબ જ નિયમોનું પાલન કરીને સકારાત્મક બાબતો તરફ જવા અપીલ કરી છે.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.