1. Home
  2. Political
  3. ISISએ લીધી શ્રીલંકાના શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી, અત્યાર સુધી 310 લોકોના મોત
ISISએ લીધી શ્રીલંકાના શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી, અત્યાર સુધી 310 લોકોના મોત

ISISએ લીધી શ્રીલંકાના શ્રેણીબદ્ધ વિસ્ફોટોની જવાબદારી, અત્યાર સુધી 310 લોકોના મોત

0

નવી દિલ્હી: શ્રીલંકામાં ઈસ્ટરના પ્રસંગે ત્રણ ચર્ચો અને ફાઈવસ્ટાર હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલા આઠ વિસ્ફોટમાં સાત આત્મઘાતી હુમલાખોરોએ 310 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. શ્રીલંકાની તપાસ ટીમનું માનવું છે કે હુમલાને ઈસ્લામિક કટ્ટરપંથી સંગઠન નેશનલ તૌહીદ જમાતના સદસ્યોએ પાર પાડયો હતો. આ તમામની વચ્ચે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સી રોયટર્સે જણાવ્યું છે કે આ હુમલાન જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસએ લીધી છે. રોયટર્સે આઈએસની અમાક ન્યૂઝ એજન્સીને ટાંકીને કહ્યુ છે કે આતંકવાદી સમૂહ આઈએસએ આ હુમલાની જવાબદારી લીધી છે.

અમાક દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આઈએસઆઈએસના આતંકીઓનું આ કામ છે. શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને 310ની થઈ છે અને 500થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં સૌથી વિદેશી નાગરિકો ભારતના છે. ભારતના 10 લોકોએ શ્રીલંકામાં વિસ્ફોટોમાં જીવ ગુમાવ્યો છે. શ્રીલંકાની સરકારે આ હુમલા માટે સ્થાનિક ઈસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાતને જવાબદાર ઠેરવ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં અત્યાર સુધીમાં 40 શકમંદોની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે એલટીટીઈ અને શ્રીલંકાની સરકાર વચ્ચે ગૃહયુદ્ધ સમાપ્ત થયા બાદ રવિવારે થયેલા આત્મઘાતી વિસ્ફોટો સૌથી વધુ ખતરનાક હતા. શ્રીલંકામાં 1983થી શરૂ થયેલું ગૃહયુદ્ધ 2009માં એલટીટીઈ ચીફ પ્રભાકરના મોત સાથે સમાપ્ત થયું હતું. શ્રીલંકામાં ખ્રિસ્તીઓની વસ્તી સાત ટકા, હિંદુ 12 ટકા, બૌદ્ધ 70 ટકા અને મુસ્લિમ દશ ટકા છે.

LEAVE YOUR COMMENT