1. Home
  2. Political
  3. ઈસ્લામિક ટેરર ફેક્ટરી પાકિસ્તાન બની ચુક્યું છે ગ્લોબલ ટેરર જેહાદ નેટવર્કના “બાપો”ની “ રખાત”
ઈસ્લામિક ટેરર ફેક્ટરી પાકિસ્તાન બની ચુક્યું છે ગ્લોબલ ટેરર જેહાદ નેટવર્કના “બાપો”ની “ રખાત”

ઈસ્લામિક ટેરર ફેક્ટરી પાકિસ્તાન બની ચુક્યું છે ગ્લોબલ ટેરર જેહાદ નેટવર્કના “બાપો”ની “ રખાત”

0

દક્ષિણ એશિયામાં ઈસ્લામિક આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે. પાકિસ્તાન દ્વારા આઝાદીના 72 વર્ષોમાં આતંકવાદની સૌથી વધુ નિકાસ ભારતમાં કરવામાં આવી છે. ભારત સિવાય પાકિસ્તાનના ઈસ્લામિક આતંકવાદની નિકાસનથી અફઘાનિસ્તાન, ઈરાન, બાંગ્લાદેશ અને કેટલીક હદે ચીન પણ ઘણો વખત પરેશાન રહ્યા છે. અફઘાનિસ્તાનની અસ્થિરતા અને હિંસાચાર માટે પાકિસ્તાનના કટ્ટરવાદી ઈસ્લામિક વિચારધારાઓ અને તેના દ્વારા પેદા થયેલા અતિવાદી-આતંકી જૂથોની ઘણી મોટી ભૂમિકા રહી છે. પાકિસ્તાન એક રીતે ગ્લોબલ જેહાદી ટેરરિઝમનો દાયકાઓથી અડ્ડો બની ચુક્યું છે.

પાકિસ્તાનમાં 14 જેટલા વૈશ્વિક શાંતિ માટે ખતરારૂપ ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય છે. જેમાં સિપાહ-એ-સાહબા-પાકિસ્તાન, તહરીક-એ-નફાઝ-એ-શરિયત-એ-મોહમ્મદી, લશ્કરે ઝાંગ્વી, સિપાહ-એ-મુહમ્મદ-પાકિસ્તાન, તહરીક-એ-જફારિયા-પાકિસ્તાન, લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ-મુજાહિદ્દીન-એ-તંઝીમ, રબિતા ટ્રસ્ટ, અલ રાશિદ ટ્રસ્ટ, અલ-અખ્તર ટ્રસ્ટ, તહરીક-એ-જેહાદ-એ-ઈસ્લામી, તહરીક-એ-નિફાઝ-એ-ફિકર-જફારિયા, ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા અને અલકાયદાનો સમાવેશ થાય છે.

જમ્મુ-કાશ્મીર, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સુધી ઈન્સર્જન્સી ગણાવાતી આતંકવાદી પ્રવૃત્તિઓમાં ગળાડૂબ એવા 37 આતંકવાદી જૂથો પાકિસ્તાનમાં સક્રિય છે અને તેમને પાકિસ્તાનના મિલિટ્રી એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સુરક્ષિત આશ્રયસ્થાનો પુરા પાડવામાં આવ્યા છે. આવા જૂથોમાં તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન, હિઝબુલ મુજાહિદ્દીન, હરકત-ઉલ-અંસાર, હરકત-ઉલ-મુજાહિદ્દીન, અલ-બદ્ર, જમિયત-ઉલ-મુજાહિદ્દીન, લશ્કરે જબ્બાર, હરકત-ઉલ-જેહાદ-અલ-ઈસ્લામી, મુત્તાહિદા જેહાદ કાઉન્સિલ, અલ-બર્ક, તહરીક-ઉલ-મુજાહિદ્દીન, જમ્મુ-કાશ્મીર નેશનલ લિબરેશન આર્મી, પીપલ્સ લીગ, મુસ્લિમ જાંબાઝ ફોર્સ, કાશ્મીર જેહાદ ફોર્સ, અલ જેહાદ ફોર્સ, અલ ઉમર મુજાહિદ્દીન, મહાઝ-એ-આઝાદી, ઈસ્લામી જમાત-એ-તુલ્બા, જમ્મુ-કાશ્મીર સ્ટૂડન્ટ્સ લિબરેશન ફ્રન્ટ, ઈખ્વાન-ઉલ-મુજાહિદ્દીન, ઈસ્લામિક સ્ટૂડન્ટ્સ લીગ, તહરીક-એ-હુર્રિયત-એ-કાશ્મીર, મુસ્લિમ મુજાહિદ્દીન, અલ મુજાહિદ ફોર્સ, બલોચ રિપબ્લિકન આર્મી, જમાત-ઉલ-અહરાર, લશ્કરે ઈસ્લામ, હક્કાની નેટવર્ક, બલોચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, હિઝબુલ-ઉત-તહરીર, તારિક ગિદાર ગ્રુપ, જમાત-ઉલ-દાવા-અલ-કુરાન, યુનાઈટેડ બલોચ આર્મી, બલોચ લિબરેશન આર્મી, તનઝીમ ઉલ ઈસ્લામી ઉલ ફુરકાન અને તાલિબાનનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનમાં નિષ્ક્રિય ગણાતા 15 આતંકવાદી જૂથો પણ અસ્તિત્વ ધરાવે છે. જેમાં લશ્કરે ઓમર, જમાત ઉલ ફુકરા, નદીમ કમાન્ડો, પોપ્યુલર ફ્રન્ટ ફોર આર્મ્ડ રેસિસ્ટન્સ, મુસ્લિમ યુનાઈટેડ આર્મી, હરકત ઉલ મુજાહિદ્દીન અલ અલામી, અલ જેહાદ, ઉમ્માહ તમિર-એ-નાઉ, ઈસ્લામી ઈન્કલાબી મહાઝ, અલ મુસ્તફા લિબરેશન ફાઈટર્સ, અહરાર ઉલ હિંદ, અંસારુલ ઈસ્લામ, લશ્કરે બલોચિસ્તાન, સિંધુદેશ લિબરેશન આર્મી અને સુન્ની તેહરીકનો સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક ટેરર ગ્રુપ્સ

ગ્લોબલ જેહાદ ટેરરિઝમના બાપ ઈસ્લામિક દુનિયાના અન્ય દેશોમાંથી અફઘાન યુદ્ધ વખતે પાકિસ્તાનમાં આવ્યા હતા અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં ગ્લોબલ જેહાદ ટેરરીઝમની જનની બનાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં ગ્લોબલ જેહાદના પ્રયોગોના સોવિયત સંઘની સેનાઓ સામે સૌથી વધુ ઉપયોગ જનરલ ઝીયા ઉલ હકના કાર્યકાળમાં કરવામાં આવ્યો હતો. સોવિયત સેનાના અફઘાનિસ્તાનમાંથી પાછા ફર્યા બાદ પાકિસ્તાન સમર્થિત તાલિબાનોએ લગભગ સાત વર્ષ જેટલી સરકાર પણ ચલાવી હતી. હાલ અફઘાનિસ્તાનમાં ત્રણ ગ્લોબલ જેહાદ ટેરર નેટવર્કના આતંકી જૂથો સક્રિય છે. જેમાં અલકાયદા, આઈએસઆઈએસ અને લશ્કરે તૈયબાનો સમાવેશ થાય છે. ઈન્સર્જન્સીમાં સામેલ ગણાતા આતંકવાદી જૂથોમાં તાલિબાન, તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન અને હક્કાની નેટવર્કનો સમાવેશ થાય છે.

જમ્મુ-કાશ્મીરના ઈસ્લામિક ટેરર ગ્રુપ્સ

જમ્મુ-કાશ્મીરમાં નવ જેટલા અતિવાદી ઈસ્લામિક વિચારધારા સાથેના ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય છે. જેમાં હિઝબુલ મુજાહિદ્દીન, લશકરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, અલ ઉમર મુજાહિદ્દીન, દુખ્તરન-એ-મિલ્લત, હરકત ઉલ અંસારમાંથી બનેલું હરકત ઉલ મુજાહિદ્દીન, હરકત  ઉલ જિહાદ ઉલ ઈસ્લામ, જમ્મુ-કાશ્મીર ઈસ્લામિક ફ્રન્ટ અને જમિયત-ઉલ-મુજાહિદ્દીન છે. આ નવ આતંકવાદી જૂથોમાંના મોટાભાગના જૂથો પાકિસ્તાન સમર્થિત અને સંવર્ધિત તથા પાકિસ્તાન પ્રાયોજિત છે.

ઈન્સર્જન્ટ ગ્રુપ્સ તરીકે સક્રિય આતંકવાદી જૂથોમાં જમ્મુ-કાશ્મીર ખાતે 10 ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન સક્રિય છે. જેમાં લશ્કરે ઓમર, અલ-બર્ક, અલ-બદ્ર, ઓલ પાર્ટીસ હુર્રિયત કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ, લશ્કરે જબ્બાર, મુતાહિદ્દા જેહાદ કાઉન્સિલ ઉર્ફે યુનાઈટેડ જેહાદ કાઉન્સિલ, તહરિક-ઉલ-મુજાહિદ્દીન, મુસ્લિમ મુજાહિદ્દીન અને અંસર ગઝવત-ઉલ-હિંદનો સમાવેશ થાય છે.

જ્યારે જમ્મુ-કાશ્મીરમાં નિષ્ક્રિય મનાતા 18 આતંકવાદી જૂથો છે. જેમાં અલ-જેહાદ, અલ જેહાદ ફોર્સ (જેમાં મુસ્લિમ જાંબાઝ ફોર્સ અને કાશ્મીર જેહાદનો સમાવેશ કરવામાં આવે છે),  અલ મુજાહિદ ફોર્સ, અલ મુસ્તફા લિબરેશન ફાઈટર્સ, ઈખ્વાન ઉલ મુજાહિદ્દીન, ઈસ્લામી ઈન્કલાબી મહાઝ, ઈસ્લામી જમાત-એ-તુલ્બા, ઈસ્લામિક સ્ટૂડન્ટ્સ લીગ, જમ્મુ-કાશ્મીર નેશનલ લિબરેશન આર્મી, જમ્મુ-કાશ્મીર સ્ટૂડન્ટ લિબરેશન ફ્રન્ટ, કાશ્મીર જેહાદ ફોર્સ, મહાઝ-એ-આઝાદી, મુસ્લિમ જાંબાઝ ફોર્સ, પીપલ્સ લીગ, તહરીક-એ-હુર્રિયત-એ-કાશ્મીર, તહરીક-એ-જેહાદ, તહરીક-એ-જેહાદ-એ-ઈસ્લામ અને જમ્મુ-કાશ્મીર ઈસ્લામિક ફ્રન્ટનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટેરર ગ્રુપ્સ

બાંગ્લાદેશમાં પાકિસ્તાન અને ગ્લોબલ જેહાદ ટેરર નેટવર્ક દ્વારા એક્સપોર્ટ થયેલા આતંકવાદને કારણે અહીં પણ હિંસાનો કેલ વધવાના આસાર છે. બાંગ્લાદેશમાં છ ઈસ્લામિક આતંકવાદી જૂથો સક્રિય છે. જેમાં હરકત-ઉલ-જેહાદ અલ ઈસ્લામી બાંગ્લાદેશ, જાગ્રતા મુસ્લિમ જનતા, જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ, પુરબા બંગ્લાર કમ્યુનિસ્ટ પાર્ટી, ઈસ્લામી છાત્રા શિબિર અને આઈએસઆઈએસનો સમાવેશ થાય છે. જ્યારે બાંગ્લાદેશમાં સક્રિય ગણાતા ઈન્સર્જન્ટ તરીકે ઓળખાતા ઈસ્લામિક ટેરર ગ્રુપ્સમાં હિઝ્બ-ઉત-તહરિર અને હિઝ્બ-ઉત-તાવહિદનો સમાવેશ થાય છે. આ સિવાયચ હરકત-ઉલ-જિહાદ-અલ-ઈસ્લામી- બાંગ્લાદેશ અને અંસારુલ બાંગ્લા ટીમનો પણ સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT