in , ,

ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ સરસપુરમાં ગજરાજો ઉપર અમીછાંટણાં

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે મોટી સખ્યાંમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. ત્યારે મેઘરાજા પણ ભગવાનના દર્શન કરવા આવી પહોંચ્યા હોય તેમ સવારે જમાલપુર વિસ્તારમાં અમીછાંટણાં થયા હતા. આ ઉપરાંત ગજરાજો સરસપુર પહોંચ્યા ત્યારે અમીછાંટણા થતા ભક્તોમાં ખુશી ફેલાઈ ગઈ હતી. ભક્તોને દર્શન આપવા માટે નીકળેલા ભગવાન જગન્નાથજીના રૂટ એવા આસ્ટોડિયા અને કાલુપુર સહિતના વિસ્તારમાં પણ અમીછાંટણા થયા હતા.

શહેરમાં પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા પસાર થઈ રહી છે. મેઘરાજા પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવ્યાં હોય તેમ વહેસી સવારે શહેરના જમાલપુર સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. દરમિયાન રથયાત્રામાં સામેલ ગજરાજો સરસપુર મામાના ઘરે પહોંચ્યા ત્યારે પણ અમીછાંટણાં થતા ભક્તોમાં હેલી ફેલાઈ હતી. ત્યાર બાદ ત્રણેય રથ મનપા કચેરીથી આગળ નીકળ્યાં હતા. જ્યારે રથયાત્રામાં સૌથી આગળ રહેલા ગજગાજ મોસાળ સરસપુર પહોંચ્યાં હતા. જ્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન ઉમટી પડ્યાં હતા. ગજરાજોના આગમન સાથે જ સરસપુરમાં રથયાત્રા ઉપર અમીછાંટણાં થયા હતા. જેથી ભગવાનના દર્શન કરવા આવેલા લાખો શ્રદ્ધાળુઓ અને રથયાત્રામાં જોડાયેલા સાધુ-સંતો સહિતના ભક્તોમાં ખુશી ફેલાઈ હતી. આ ઉપરાંત ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે મેઘરાજા પણ થનગની રહ્યાં હોય તેમ રથયાત્રાના રૂટ એવા આસ્ટોડિયા, કાલુપુર સહિતના વિસ્તારમાં અમીછાંટણાં થયા હતા.

રથધયાત્રાને લઈને પોલીસ દ્વારા રૂટ ઉપર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ અતિસંવેદનશીલ મનાતા દરિયાપુર વિસ્તારમાં રથયાત્રાની સુરક્ષાને લઈને ડ્રોનની મદદથી પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

“કબીર સિંહ” A સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ ફિલ્મ જેણે 200 કરોડની કલ્બમાં કરી એન્ટ્રી