1. Home
  2. ગુજરાતી
  3. કેનેડામાં જગમીત સિંહને 24 સીટ મળતા સત્તા બનાવવાની ચાવી હાથ લાગી
કેનેડામાં જગમીત સિંહને 24 સીટ મળતા સત્તા બનાવવાની ચાવી હાથ લાગી

કેનેડામાં જગમીત સિંહને 24 સીટ મળતા સત્તા બનાવવાની ચાવી હાથ લાગી

0
  • કેનેડામાં ફરી સરકાર રચવાની તૈયારીમાં જસ્ટિન ટ્રુડો
  • ભારતીય મૂળ શિખ બન્યા કિંગમેકર
  • જગમીત સિંહની પાર્ટીને 24 સીટો મળી છે
  • ટ્રુડોની સરકાર બનાવવા માટે સિંહના સમર્થનની જરુર
  • સિંહના હાથમાં છે ટ્રુડોની સરકાર બનાવવોનો નિર્ણય

જસ્ટિન ટ્રુડોની પાર્ટીને બહુમતની સંખ્યા માટે 13 સીટોની જરુરત છે,આ વચ્ચે કેનેડામાં શિખ નેતા જગમીત સિંહ ક કિંગમેકરની બનીને ઊભરી આવ્યા છે અને તેમની પાર્ટીને એટલી સીટ મળી છે કે તેઓ સરકાર પણ બનાવી શકવાની સત્તામાં આવી ગયા છે.

કેનેડામાં 21 ઓક્ટોબરના રોજ સામાન્ય ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે,અને વર્તમાન પ્રઘાન મંત્રી જસ્ટિન ટ્રુડો એકવાર ફરી સત્તામાં વવાની તૈયારીમાં છે,પરિણામ મુજબ તેઓ બહુમતની પાસે પાસે છે એટલે તેઓ અલેપમત સરકાર બનાવી શકે છે,તેમને બહુમતની સંખ્યા માટે હવે માત્ર 13 સીટની આવશક્તા છે,આ વચ્ચે કેનેડાના શિખ નેતા જગમીત સિંહ એક કિંગમેકર બનીને ઊભરી આવ્યા છે કારણ કે તેમની પાર્ટીને એટલી સીટો મળી છે કે તેઓ સરકાર બનાવવાની સત્તાની સ્થિતિમાં આવીને ઊભા રહ્યા  છે.

મંગળવારના દિવસ કેનેડાની સામાન્ય ચૂંટણીના આંકડાઓ મુજબ જસ્ટિન ટ્રુડોની બિરબલ પાર્ટીને 157 સીટ મળવા પામી છે,જ્યારે બહુમતના આંકડા માટે કુલ 170 સીટની જરુરત હોય છે,ત્યારે જગમીત સિંહની પાર્ટી ન્યૂ ડેમોક્રેટ્સને કુલ 24 સીટો મળી છે આવી સ્થિતિમાં જો તેઓ જસ્ટિન ટ્રુડોની પાર્ટીને સમર્થમ આપે તો તેમનો રસ્તો સરળ બની શકે છે, ટલે એમ કહી શકાય કે ભલે તેઓ સરકારમાં નથી આવ્યા છતા પણ સરકાર બનાવવાની ચાવી તો તેમના હાથે લાગી જ છે.

  • કેનેડા સામાન્ય ચૂંટણીનું પરિણામઃ- કુલ સીટ 338
  • લિબરલ પાર્ટી-જસ્ટિન ટ્રુડો-157 સીટ
  • ન્યૂ ડેમોક્રેટ્સ-જગમીત સિંહ-24 સીટ
  • કંજરવેટીવ-122 સીટ
  • ગ્રીન પાર્ટી-3 સીટ
  • નિર્દલીય-1 સીટ

આ પરિણામો સામે આવ્યા બાદ ગ્રીન પાર્ટી, નિર્દલીય અને બ્લોક ક્યુબેકોઈસ પાર્ટીના પ્રમુખ નેતાઓએ લિબરલ પાર્ટીને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે. હવે, આવી સ્થિતિમાં સત્તાની ચાવી ન્યુ ડેમોક્રેટ્સ, જગમીત સિંહના હાથમાં આવી છે, જો તે જસ્ટિન ટ્રુડોના સમર્થનમાં આવે તો તેમની સરકાર બની શકે છે.

જગમીત સિંહ કોણ છે

વ્યવસાયિક રીતે તેઓ ક્રિમિનલ વકીલ છે તેઓ કેનેડાની સત્તામાં  વખતે કિંગમેકર બનવા પામ્યા છે,તેમણે વર્ષ 2011થી પોતાના રાજકીય કરીયરની શરુઆત કરી હતી, અને તેઓ પ્રથમ ચૂંટણીમાં જ પરાજીત થયા હતા,2015મા તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા,અને વર્ષ 2017મા પાર્ટીની કમાન તેમના હાથમાં આવી,તેઓ કેટલીક વાર પ્રો-ખાલિસ્તાની રેલીમાં સામેલ થઈ ચૂક્યા છે,જેના કારણે ભારતમાં તેમનો ઘણો વિરોધ પણ થયો હતો,2015ની ચૂંટણીમાં તેમની પાર્ટીને કુલ 44 સીટ મળી હતી,જો કે આ વખતે તેમને મળેલી સીટમાં ઘટાડો થયો છે.

કેનેડાની સત્તામાં એકવાર ફરી આવવા માટે જસ્ટિન ટ્રુડોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી,અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શૂભેચ્છાઓ પાઠવી છે,તે ઉપરાંત વિશ્વના કેટલાક મોટા નેતાઓએ તેઓને શુભેચ્છાઓ આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.