1. Home
  2. Political
  3. પાકિસ્તાનના બાલાકોટમાં મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદના આતંકી સામ્રાજ્યની ખતરનાક હકીકત
પાકિસ્તાનના બાલાકોટમાં મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદના આતંકી સામ્રાજ્યની ખતરનાક હકીકત

પાકિસ્તાનના બાલાકોટમાં મસૂદ અઝહરના જૈશ-એ-મોહમ્મદના આતંકી સામ્રાજ્યની ખતરનાક હકીકત

0

ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એરસ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પને તબાહ કર્યો હતો. આ કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જણાવવામાં આવે છે કે અહીં ભારત અથવા પીઓકેમાંથી આતંકીઓને લાવવામાં આવતા હતા અને તેમને ફિદાઈન એટલે કે આત્મઘાતી આતંકવાદીઓ બનાવવામાં આવતા હતા. આ આતંકી ટ્રેનિંગમાં 600થી વધારે આતંકવાદીઓ એકસાથે પાંચથી છ મોટી ઈમારતોમાં રહેતા હતા. આ આતંકવાદીઓને મદરસા આયશા સાદિકની આડમાં ફિદાઈન હુમલો કરવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

બાલોકોટના એક આતંકવાદી કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદના માસ્ટરમાઈન્ડ કેવી રીતે યુવાનોનું બ્રેનવોશ કરીને તેમને આતંકવાદ માટેની ટ્રેનિંગમાં સામેલ કરતા હતા. તેની તમામ વિગતો ભારતીય ગુપ્તચર એજન્સીઓની પાસે હાજર છે. એક આતંકવાદીની ભરતીથી માંડીને ફિદાઈન હુમલાની તાલીમ આપવા સુધીની ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે.

પહેલો તબક્કો

સૌથી પહેલા મુઝફ્ફરાબાદના સવાઈ નાલામાં રહેલી જૈશ-એ-મોહમ્મદની ઓફિસમાં સૌથી પહેલા આતંકવાદીઓને તેમને અલમિયત અથવા લાયકાતના આધારે પસંદ કરતા હતા. બાદમાં તેમના માટે ઈજાજતનામા અથવા તજકિયા તૈયાર કરવામાં આવતું હતું. નવા ભરતી થયેલા આતંકવાદીઓનું જ્યારે ઈજાજતનામા અથવા તજકિયાં તૈયાર કરવામાં આવતા હતા, ત્યારે તેને મુઝફ્ફરાબાદના સવાઈ નાલામાં રહેલી આતંકવાદી કમાન્ડરના હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી આપવામાં આવતી હતી. આ ચિઠ્ઠીમાં અલ રહમત ટ્રસ્ટના સ્ટેમ્પ લગાવવામાં આવતા હતા. આ સ્ટેમ્પના લાગેલા હોવાનો મતલબ એવો હતો કે તે આતંકવાદીની ભરતી જૈશ-એ-મોહમ્દના સંગઠનમાં થઈ ચુકી છે.

મુઝફ્ફરાબાદની ઓફિસમાં નવા રંગરુટ જે આવતા હતા, તેમને અથવા તો કાશ્મીરથી અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિસ્તારમાંથી બ્રેનવોશ કરીને લાવવામાં આવતા હતા. ગુપ્તચર એજન્સીઓને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મુઝફ્ફરાબાદની આ ઓફિસમાં એક રાત્રિ રોકાણ બાદ ગાડી દ્વારા બાલાકોટના આતંકી કેમ્પમાં ભરતી થયેલા આ આતંકવાદીઓને લઈ જવામાં આવતા હતા અને પછી અહીં શરૂ થતો હતો આતંકવાદીઓને ફિદાઈન અથવા આત્મઘાતી બનાવવાનો સિલસિલો.

બીજો તબક્કો

મુઝફ્ફરાબાદથી અલ રહમત ટ્રસ્ટનો સ્ટેમ્પ લગાવાયેલા સર્ટિફિકેટને લઈને નવા રિક્રૂટ પાકિસ્તાનના બાલાકોટ શહેર પહોંચતા હતા. અહીંથી દશ કિલોમીટર દક્ષિણ તરફ નેશનલ હાઈવેથી દોઢ કિલોમીટર દૂર મદરસા અથવા આશા સાદિક ઉપસ્થિત હતા. આ મદરસામાં પહોંચ્યા બાદ મુઝફ્ફરાબાદથી ટ્રેનીને આપવામાં આવેલા લેટરને અહીં આપવામાં આવતો હતો.

સૂત્રોનું કહેવું છે કે અહીં 600ની આસપાસની સંખ્યામાં આતંકવાદીઓ એકસાથે રહેતા હતા. જ્યારે ભારતે એર સ્ટ્રાઈક કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં આતંકવાદીઓ અહીં હતા. જેમાના 300થી વધારે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે ફિદાઈન બનાવવા માટે આતંકવાદીઓને અલગથી ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ આતંકવાદીઓને તેના પછી કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવતી હતી.

સૂત્રોનું કહેવું છે કે આ કેમ્પમાં ઘણાં ઉસ્તાદ હતા. તેમને અલગ-અલગ કામ આપવામાં આવતું હતું. ઘણાં તો આમા ભોજન બનાવવાનું અને સ્ટોર કીપિંગનું કામ કરતા હતા. સૌથી મોટી વાત એ હતી કે કાશ્મીરથી જનારા રિક્રૂટને અહીંના આતંકવાદીઓ બીજી શ્રેણીના સમજતા હતા. તેની સાથે જ તાલિબાન અને અફઘાનિસ્તાનથી આવનારા આતંકવાદીઓને બાલાકોટના આ કેમ્પમાં શ્રેષ્ઠ માનવામાં આવતા હતા.

બાલાકોટ ટ્રેનિંગ કેમ્પની સ્થિતિ

છ એકરમાં ફેલાયેલા બાલાકોટનો આ મુખ્ય ટ્રેનિંગ કેમ્પ મદરસાની પાસે હતો. આ મદરસાના બે દરવાજા હતા. જેમાં શીશ મહલ અને મસ્કીન મહલ બે મહત્વપૂર્ણ સ્થાનો હતા. થ્રી સ્ટાર વ્યવસ્થા આ આતંકવાદીઓને પાકિસ્તાની સેના અને આઈએસઆઈના ખર્ચે આપવામાં આવતી હતી.

આતંકીઓનો શીશમહલ

બાલાકોટના જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદી કેમ્પમાં શીશમહલ હતો. શીશમહલ રહેણાંકની તમામ વ્યવસ્થાઓથી પરિપૂર્ણ સ્થાન હતું. જેમાં સામે રિસેપ્શન હતું. બાદમાં લિવિંગ ચેમ્બરની સાથેસાથે અલગ-અલગ બેરેક પણ બનેલા હતા. આ બેરેકોમાં આતંકવાદીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ પણ આપવામાં આવી હતી. જેમાં કોપણ આતંકવાદી આવીને પાછો આવી શકતો નથી. અહીં આતંકવાદીઓના આકા નવા રિક્રૂટને શીશમહલમાં બ્રેનવોશ કરતા હતા.

આતંકીઓનો મસ્કીન મહલ

મદરસામાં ઉત્તર તરફ શીશમહલ હતો, તો દક્ષિણ તરફ મસ્કીન મહલ હતો. મસ્કીન મહલ ખાસ ડિઝાઈનથી આતંકવાદીઓના રહેવા માટે બનાવવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓના કમાન્ડરની સાથે મૌલાના મસૂદ અઝહર, તેનો ભાઈ અને તેના સગાં-સંબંધીઓ રોકાતા હતા. તેની સાથે જ ગેસ્ટ માટે રુમ પણ આ મસ્કીન મહલમાં હતા.

સૂત્રો મુજબ, આ મસ્કીનમહલમાં ગેસ્ટ તરીકે પાકિસ્તાની સેનાના રિટાયર્ડ અધિકારીઓની સાથે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થાના સર્વિંગ અધિકારીઓ પણ આવાગમન કરતા હતા. મસૂદ અઝહર અને તેના ભાઈ અબ્દુલ રઉફ જ્યાં મસ્કીન મહલમાં રહીને ફિદાઈન આતંકીઓનું બ્રેનવોશ કરતા હતા. તો બીજી તરફ પાકિસ્તાની આર્મીના રિટાયર્ડ અધિકારી અને આઈએસઆઈના અધિકારી બાલાકોટના આ કેમ્પમાં રહેલા આતંકવાદીઓના હથિયારો અને ટેક્નિકલ વોર ફેયરની ટ્રેનિંગ આપતા હતા.

ફિદાઈન ટ્રેનીને ખાસ સ્થાન પર રાખવામાં આવતો

સૂત્રોનું કહેવું છે કે બાલાકોટના આ કેમ્પમાં ફિદાઈન ટ્રેનિંગ લેનારા આતંકવાદીઓને ખાસ પ્રકારે રાખવામાં આવતા હતા. આ આતંકવાદીઓને શીશમહલ અને મસ્કીનમહલની વચ્ચે બનાવવામાં આવલા ઓરડામાં રાખવામાં આવતા હતા. આની પાછળનો હેતુ ફિદાઈન ટ્રેનિંગ લેનારા આતંકીઓને અન્યની સાથે સંપર્ક નહીં થવા દેવાનો હતો. ફિદાઈન ટ્રેનિંગ લેનારા આતંકવાદીઓથી પહેલા જ આતંકવાદીઓના આકા મુઝફ્ફરાબાદમાં જ બોન્ડ ભરાવી લેતા હતા. તેના આધાર પર તેઓ અલગથી રહેતા હતા અને તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

ગુપ્તચર એજન્સીએ એ જાણકારી આપી છે કે આ બાલાકોટના કેમ્પમાં 50 ફિદાઈન આતંકવાદીઓ કોઈપણ સમયે ટ્રેનિંગ લેતા હતા. તેમાના 20થી 25 તો આત્મઘાતી હુમલાખોર હતા. જેમને અફઘાનિસ્તાન અને તાલિબાનના આતંકવાદીઓની સાથે ટ્રેનિંગ આપીને ખાસ પ્રકારે બ્રેનવોશ કરવામાં આવતું હતું.

ટ્રેનિંગ અને અલ-રાદ

બાલાકોટના આ કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ત્રણ માસની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા હતા.

  1. દૌર-એ-ખાસ અથવા એડવાન્સ કોમ્બેક્ટ ફોર્સ
  2. દૌરા-અલ-રાદ અથવા એડવાન્સ આર્મ્ડ ટ્રેનિંગ કોર્સ
  3. રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામમાં વિભાજીત કરતા હતા

ગુપ્તચર એજન્સી પ્રમાણે, આતંકવાદીઓના બાલાકોટના જૈશ-એ-મોહમ્મદ કેમ્પમાં એકે-47, PIKA, LMG, રોકેટ લોન્ચર, યુબીજીએલ અને હેન્ડ ગ્રેનેડ ચલાવવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને અહીં જંગલ સર્વાઈવલ, ગોરિલ્લા યુદ્ધ, કમ્યુનિકેશન, ઈન્ટરનેટ અને જીપીએસ મેપ સંદર્ભે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. એટલું જ નહીં  આ કેમ્પમાં આતંકવાદીઓને તલવારબાજી, સ્વીમિંગ અને હોર્સ રાઈડિંગની તાલીમ પણ આપવામાં આવતી હતી.

જૈશ-એ-મોહમ્મદના બાલાકોટ કેમ્પમાં હથિયારોની જીવંત તાલીમ

બાલાકોટના આ કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અને આતંકવાદીઓના હેન્ડલર આતંકવાદીઓને અલગ-અલગ પ્રકારના હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પાસે જે રિપોર્ટ છે, તેના પ્રમાણે એક ટ્રેની આતંકવાદીને એકે-7ના દશ રાઉન્ડ પ્રતિ દિવસ, પીકા ગનના પાંચ રાઉન્ડ પ્રતિ દિવસ , બે હેન્ડગ્રેનેડ પ્રતિ દિવસ અને સાત રાઉન્ડ પિસ્તોલ ફાયરિંગ પ્રતિ દિવસ કરવા માટે આપવામાં આવતા હતા.

બાલાકોટના આ કેમ્પમાં જંગલના વિસ્તારમાં અહીંથી એક કિલોમીટરના અંતરે ફાયરિંગ રેન્જ બનાવવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે આતંકવાદીઓને જ્યારે આ ફાયરિંગ રેન્જમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી, ત્યારે તેના બદલામાં આતંકવાદીઓને બસ્સો રૂપિયા પ્રતિ સપ્તાહ પોકેટમની પણ આપવામાં આવતી હતી. જેનાથી તેઓ દૈનિક ખર્ચ કાઢતા હતા.

મસૂદ અઝહર અને તેનો ભાઈ હંમશા બાલાકોટ આતંકી કેમ્પની મુલાકાત લેતા હતા

ભારતીય સુરક્ષા એજન્સીઓને ટાંકીને મીડિયા અહેવાલમાં જાણકારી આપવામાં આવી છે કે કાશ્મીર ખીણમાં આતંકવાદ ફેલાવવા માટે મસૂદ અઝહર અને તેનો ભાઈ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ અને સેનાની મદદથી કોઈ કોરકસર છોડવા માંગતા ન હતા. મસૂદ અઝહર, તેનો ભાઈ અબ્દુલ રઉફ, મૌલાના ઉમર જેવા આતંકીઓ બાલાકોટના જૈશ-એ-મોહમ્મદના આ આતંકવાદી કેમ્પની હંમેશા મુલાકાત લેતા હતા. આ મુલાકાતમાં તેઓ ગુજરાતના હુલ્લડ, બાબરી મસ્જિદ અને અન્ય વીડિયો દર્શાવીને આતંકવાદીઓના બ્રેનવોશ મસૂદ અઝહર અને અબ્દુલ રઉફ કરતા હતા. સૂત્રોનું કહેવું છે કે ઘણીવાર આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાના પ્રતિનિધિ પણ આ આતંકવાદી કેમ્પોની મુલાકાત લેતા હતા.

ટ્રેનિંગ બાદ આતંકવાદીઓને મુઝ્ફ્ફરાબાદ લોન્ચપેન્ડ પર લઈ જવામાં આવતા હતા.

મુઝફ્ફરાબાદમાં રહેલા જૈશ-એ-મોહમ્મદનો સવાઈ નાલામાં ટ્રાન્ઝિટ કેમ્પ હતો. અહીંથી લગભગ 98 કિલોમીટર દૂર લોન્ચિંગ પેડ કેલ અને દૂધનિયાલમાં અસ્તિત્વમાં હતા. અહીંથી આ આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી. સૂત્રોની જાણકારી મુજબ, આ આતંકવાદીઓને ઘૂસણખોરી પહેલા મુઝફ્ફરાબાદના જે ટ્રાન્સિટ કેમ્પમાં લાવવામાં આવતા હતા, ત્યાં આ આતંકવાદીઓને મસૂદ અઝહર, તેનો ભાઈ અબ્દુલ રઉફ અને આઈએસઆઈના ઘણાં કમાન્ડરો મળતા હતા.

એજન્સીઓની મીડિયા અહેવાલમાં ટાંકવામાં આવેલી જાણકારી મુજબ, જૈશ-એ-મોહમ્મદના આ ટ્રાન્ઝિટ કેમ્પની નજીક પાંચસો મીટરના અંતરે લશ્કરે તૈયબાનો પણ ટ્રેનિંગ કેમ્પ હતો. તેની જાણકારી ભારતીય સુરક્ષા એજન્સીઓ પાસે અસ્તિત્વમાં છે.

બાલાકોટથી આતંકીઓની ઘૂસણખોરીના રુટ-

  1. બાલાકોટથી 98 કિલોમીટર સડક માર્ગથી આતંકીઓને લાવવામાં આવતા હતા. કેલ અને દુધનિયાલ લોન્ચ પેડ પર આવ્યા બાદ કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવાતી હતી.
  2. બાલાકોટથી કેલ લોન્ચ પેડ બાદમાં કૈન્થાવાલી ફોરેસ્ટથી થઈને મગામ ફોરેસ્ટ દ્વારા કુપવાડા સુધી આતંકવાદીઓને પહોંચાડવાનું કામ પાકિસ્તાની હેન્ડલર્સ કરતા હતા.
  3. બાલાકોટથી કેલ લોન્ચ પેડ થઈને લોલાબથી કુપવાડા આતંકવાદીઓ પહોંચતા હતા.
  4. બાલાકોટથી કેલ લોન્ચ પેડ થઈને Kshama Krlaporaથી થઈને કુપવાડા ખાતે આતંકવાદીઓ પહોંચતા હતા.

ઘૂસણખોરી સમયે જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને કોડ વર્ડ આપવામાં આવતો હતો.

જૈશ-એ-મોહમ્મદના બાલાકોટના કેમ્પથી લોન્ચ પેડ પર મોકલવામાં આવતા હતા, તેના મેન હેન્ડલરના કોડની ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જેમાં આ બનાવવામાં આવતું હતું કે આતંકવાદી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા દરમિયાન પીઓકેમાં આઈએસઆઈ દ્વારા આફવામાં આવેલા કોડનો ઉપયોગ કરતા હતા અને તે કોડના આધારે જ આ આતંકવાદીઓ સીમાપારથી ઘૂસણખોરી કરશે. ઘૂસણખોરી બાદ કોઈપણ આઈકોમ એટલે કે વાયરલેસ સેટથી વાતચીત કરતા નથી.

કોડ નેમ

રોમિયો- પીઓકેના મુખ્ય હેન્ડલર્સને કહેવામાં આવતો હતો, જે લોન્ચ પેડ પર હાજર રહેતો હતો.

ટેન્ગો02- તો અર્થ થતો હતો કે પાંચ આતંકવાદીઓએ ભારતમાં એકસાથે ઘૂસણખોરી કરવાની છે.

Code ali@Alpha- તેનો અર્થ આતંકી અને તેનું નામ થતો હતો

Code @માઈક- આઈએસઆઈનો માર્ગ બતાવનાર વ્યક્તિ

Code@Hotel- કાશ્મીર ઘાટીમાં હેન્ડલર મદદ માટે તૈયાર

Code@hotel2- બીજો હેન્ડલર પણ તૈયાર છે

ગુપ્તચર સૂત્રોએ એ પણ જાણકારી આપી છે કે તેના માટે મુઝફ્ફરાબાદની ઓફિસમાંથી આતંકીઓને કંટ્રોલ કરવામાં આવતા હતા. આ કંટ્રોલરૂમને કંટ્રોલ-88 કહેવામાં આવતો હતો. એટલે કે આ આતંકવાદીઓને આઈએસઆઈની મદદથી જૈશ-એ-મોહમ્મદના મુઝફ્ફરાબાદમાં એક કંટ્રોલરૂમ આપવામાં આવતો હતો. જ્યાંથી ઘૂસણખોરી માટે આતંકવાદીઓને નિર્દેશ આપવામાં આવતા હતા.

બોર્ડર ક્રોસ કર્યા બાદ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી હેન્ડલર સતત આ આતંકવાદીઓને કોડ વર્ડ દ્વારા નિર્દેશો આપતા રહેતા હતા. જાણકારી એ પણ છે કે ઘૂસણખોરી બાદ આતંકવાદી કમ્યુનિકેશન લેન્ગ્વેજ મટે કોડિફાઈડ લેન્ગ્વેજને વાપરતા હતા. તેના માટે મેટ્રિક્સ સીટ આ લોકોને આપવામાં આવતી હતી.

જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને અફઘાની આતંકીઓ સાથે તાલીમ

સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાલાકોટના આ આતંકી કેમ્પમાં જૈશ-એ-મોહમ્મદા આતંકવાદીઓને ફિદાઈન બનાવવા અને આત્મઘાતી હુમલો કરવા માટે અફઘાની અને તાલિબાની આતંકવાદીઓની સાથે ટ્રેનિંગ આપવામાં આવતી હતી. અફઘાની આતંકવાદીઓને જ્યાં આઈઈડી એક્સપર્ટ અને હથિયારો ચલાવવા માટે માહિર માનવામાં આવતા હતા. તો જૈશ-એ-મોહમ્મદને કાશ્મીર ખીણમાંથી ગયેલા આતંકવાદીઓને પ્રારંભિક તબક્કામાં ભોજન બનાવવું અને ત્યાં સાફસફાઈનું કામકાજ આપવામાં આવતું હતું. અફઘાની આતંકવાદીઓ તેમને બીજી શ્રેણીના આતંકવાદી ગણતા હતા. તો અફઘાની આતંકવાદીઓને તામજામ સાથે ટ્રીટ કરવામાં આવતા હતા.

LEAVE YOUR COMMENT