1. Home
  2. Political
  3. આતંકી મસૂદ અઝહરના પ્રેમમાં ચીને વાપર્યો વીટો, જેટલીનો કટાક્ષ- નહેરુ દોષિત
આતંકી મસૂદ અઝહરના પ્રેમમાં ચીને વાપર્યો વીટો, જેટલીનો કટાક્ષ- નહેરુ દોષિત

આતંકી મસૂદ અઝહરના પ્રેમમાં ચીને વાપર્યો વીટો, જેટલીનો કટાક્ષ- નહેરુ દોષિત

0

આતંકવાદી મસૂદ અઝહરે ચીનને ફરી એકવાર વૈશ્વિક આતંકવાદી ઘોષિત થવાથી બચાવી લીધો છે. બીજી તરફ દેશમાં આરોપ-પ્રત્યારોપનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પર નિશાન સાધતા કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે કહ્યુ છે કે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ મૂળભૂતપણે દોષિત છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી સદસ્યતા માટે ભારતના સ્થાને ચીનનો પક્ષ લીધો હતો. તેના કેટલાક કલાક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાના માલામાં ચીનના વીટોના મુદ્દા પર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નબળા ગણાવતા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના ડર અને ચીનની સામે ઘૂંટણિયા ટેકવાનો આરોપ લગાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના વૈશ્વિક આતંકી ઘોષિત કરવાના ભારતના પ્રયાસમાં ચીને વીટો પાવરનો ઉપયોગ કરીને ચોથી વખત અડંગાબાજી કરી છે.

જેટલીએ રાહુલ ગાંધી પર પલટવાર કરતા 2 ઓગસ્ટ-1955ના રોજ નહેરુ દ્વારા મુખ્યપ્રધાનોને લખવામાં આવેલા પત્રને ટાંકતા કહ્યુ છે કે કાશ્મીર અને ચીન, બંને પર મૂળભૂત ભૂલ એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચાર સમિતિના પ્રમુખ અરુણ જેટલીએ પોતાના ટ્વિટમાં આ પત્રના કેલાક અંશોનો ઉલ્લેખ પણ કર્યો છે.

જેટલીએ કહ્યુ છે કે નહેરુ દ્વારા 2 ઓગસ્ટ-1955ના રોજ મુખ્યપ્રધાનોને લખેલા પત્રથી સ્પષ્ટ થાય છે કે અનૌપચારીકપણે અમેરિકાએ સૂચન કર્યું હતું કે ચીનને સંયુક્ત રાષ્ટ્રમાં લેવામાં આવે, પરંતુ તેને સુરક્ષા પરિષદમાં લેવામાં આવે નહીં તથા ભારતને સુરક્ષા પરિષદમાં લેવામાં આવે.

જેટલીએ પોતાના ટ્વિટમાં નહેરુના પત્રને ટાંકીને કહ્યુ છે કે આને સ્વીકાર કરી શકતા નથી અને આ ચીન જેવા મહાન દેશ સાથે યોગ્ય નહીં હોય કે તે સુરક્ષા પરિષદમાં હોય નહીં. રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા જેટલીએ સવાલ કર્યો છે કે શું કોંગ્રેસ અધ્યક્ષ એ જણાવશે કે મૂળભૂત દોષિત કોણ હતા?

tags:

LEAVE YOUR COMMENT