1. Home
  2. Political
  3. જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદ, ભાગલાવાદ, આતંકવાદ માટે જવાબદાર છે જમાત-એ-ઈસ્લામી કાશ્મીર, પાંચ વર્ષ માટે પ્રતિબંધિત
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદ, ભાગલાવાદ, આતંકવાદ માટે જવાબદાર છે જમાત-એ-ઈસ્લામી કાશ્મીર, પાંચ વર્ષ માટે પ્રતિબંધિત

જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરવાદ, ભાગલાવાદ, આતંકવાદ માટે જવાબદાર છે જમાત-એ-ઈસ્લામી કાશ્મીર, પાંચ વર્ષ માટે પ્રતિબંધિત

0

પુલવામા હુમલા બાદ કેન્દ્ર સરકાર આતંકવાદ પર ગાળિયો કસવા માટે સતત કોશિશો કરી રહી છે અને એક પછી એક મહત્વના પગલા પણ ઉઠાવી રહી છે. આ ઘટનાક્રમમાં સરકારે જમ્મુ-કાશ્મીરમાં કામ કરી રહેલા સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પાચં વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ મંત્રાલયે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી બાદ આ નિર્ણય લીધો છે. તેવામાં સવાલ એ થતો હશે કે જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર શું છે અને આ સંગઠન તરફથી એવું તો શું કામ થઈ રહ્યું છે કે કેન્દ્ર સરકારે તેના ઉપર પ્રતિબંધ લગાવવો પડયો છે?

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરનું બીજારોપણ

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર સંદર્ભે વાત કરતા પહેલા તેનો પાયો કેવી રીતે પડયો તે જાણવું રસપ્રદ છે. આઝાદી પહેલા 191માં જમાત-એ-ઈસ્લામી નામના એક સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. તેની સ્થાપના ઈસ્લામિક સ્કોલર મૌલાના અબુલ અલા મૌદુદીએ કરી હતી અને આ સંગઠન ઈસ્લામિક વિચારધારાને લઈને કામ કરતું હતું.

જો કે આઝાદી બાદ જમાત-એ-ઈસ્લામી ઘણાં અલગ-અલગ સંગઠનોમાં વહેંચાઈ ગયું. તેમાં જમાત-એ-ઈસ્લામી પાકિસ્તાન અને જમાત-એ-ઈસ્લામી હિંદ સામેલ છે. જો કે જમાત-એ-ઈસ્લામીથી પ્રભાવિત થઈને અન્ય ઘણાં સંગઠનો પણ બન્યા હતા. તેમાં જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશ, કાશ્મીર, બ્રિટન અને અફઘાનિસ્તાનનો મુખ્યત્વે સમાવેશ થાય છે. જમાત-એ-ઈસ્લામીએ પાર્ટીઓ અને અન્ય મુસ્લિમ સંગઠનો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સંબંધ જાળવી રાખ્યા છે.

શું છે જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર?

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણની રાજનીતિમાં મહત્વની ભૂમિકા છે અને 1971થી તેણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેને પહેલી ચૂંટણીમાં એકપણ બેઠક પ્રાપ્ત થઈ ન હતી. જો કે બાદની ચૂંટણીઓમાં તેનું સારું પ્રદર્શન રહ્યું હતું અને જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં મહત્વનું સ્થાન બનાવ્યું હતું. જો કે હવે તે જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારધારા અને આતંકવાદી માનસિકતાના પ્રસાર માટેનું મુખ્ય જવાબદાર સંગઠન માનવામાં આવે છે.

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર હિઝબુલ મુજાહિદ્દીનને પાકિસ્તાનની મદદથી ઉભું કરનારું સંગઠન છે અને હાલ તેની સ્થિતિ હિઝબુલ મુજાહિદ્દીનના જમણા હાથ તરીકેની ભૂમિકા નિભાવતા જૂથ તરીકેની છે. હિઝબુલ મુજાહિદ્દીનને આ સંગઠને દરેક પ્રકારની મદદ કરી છે. જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરને 1975માં બે વર્ષ માટે અને બીજી વખત 1990થી ડિસેમ્બર-1993 સુધી પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું.

જમાત-એ-ઈસ્લામી હિંદથી અલગ છે સંગઠન

આ જમાત-એ-ઈસ્લામી હિંદથી બિલકુલ અલગ સંગઠન છે. તેની આ સંગઠન સાથે કોઈ લેવાદેવા નથી. 1953માં જમાત-એ-ઈસ્લામીએ પોતાનું અલગ બંધારણ પણ બનાવ્યું હતું. જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર ખીણમાં ચૂંટણી લડે છે. પરંતુ જમાત-એ-ઈસ્લામી હિંદ એવું સંગઠન છે કે જે વેલફેર માટે કામ કરે છે. જમાત-એ-ઈસ્લામી હિંદ દેશમાં આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલી કામગીરી પણ કરે છે.

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીર પર પ્રતિબંધ શા માટે?

જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરમાં ભાગલાવાદી વિચારધારા અને આતંકવાદી માનસિકતાના પ્રસાર માટે મુખ્ય જવાબદાર સંગઠન છે. ગૃહ મંત્રાલયના સૂત્રોની જાણકારી મુજબ, જમાત-એ-ઈસ્લામી આતંકવાદીઓને તાલીમબદ્ધ કરવા, તેમનું ફંડિંગ, શરણ આપવા, લોજિસ્ટિક ઉપલબ્ધ કરાવવું વગેરે કામ કરવામાં આવતું હતું. તેને જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરની મિલિટન્ટ વિંગ માનવામાં આવે છે. તો તેને આતંકવાદી ઘટનાઓ માટે જવાબદાર માનવામાં આવે છે.

પોતાની ભાગલાવાદી વિચારધારા અને પાકિસ્તાની એજન્ડા હેઠળ કાશ્મીર ખીણમાં કામ કરે છે. આ સંગઠન ભાગલાવાદી, આતંકવાદી તત્વોનું વૈચારીક સમર્થન કરે છે. તેની રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં પણ તે ભરપૂર મદદ કરે છે. એવી પણ જાણકારી મળી છે કે તેઓ ભારતથી અલગ ધર્મ આધારીત એક સ્વતંત્ર ઈસ્લામિક રાજ્યની સ્થાપનાની કોશિશ પણ કરી રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીની આવી હરકતોને કારણે જ તેના પર ભારત સરકારના ગૃહ મંત્રાલયે પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે.

LEAVE YOUR COMMENT