1. Home
  2. Regional
  3. લો બોલોઃ જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાયવરને સોંપાયો !
લો બોલોઃ જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાયવરને સોંપાયો !

લો બોલોઃ જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાયવરને સોંપાયો !

0

જામનગરઃ સુરતમાં સર્જાયેલા આગકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ટ્યુશન ક્લાસીસ અને ઈમારતોની એનઓસીની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. દરમિયાન જામનગર મનપાના ચીફ ફાયર ઓફિસર બીમાર પડતા તેમનો ચાર્જ અન્યને સોંપવામાં આવ્યો છે. ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ડ્રાઈવરને સોંપવામાં આવ્યો હોવાનું ચર્ચાય રહ્યું છે. ડ્રાયવરને ચાર્જ સોંપીને ભ્રષ્ટાચારીઓને બચાવવાના પ્રયાસો થઈ રહ્યાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં મનપા તંત્ર દ્વારા હાલ ફાયરસેફ્ટીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે.  જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ અચાનક બિમાર પડી જતા તેઓ રજા પર ઉતરી ગયા હતાં. ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ ફાયર શાખામાં નોકરી કરતા ઇશ્વર કરશનદાસ ધાણીદારને સોંપવામાં આવ્યો. ઈશ્વરભાઈ ધાણીદાર ડ્રાયવર હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં તેમણે પોતાની સહીઓથી નોટિસો પણ ઇસ્યુ કરી દીધી છે. ફાયર શાખામાં અનેક સિનિયરો અને હોદા ધરાવતા અધિકારીઓ, કર્મચારીઓ છે ત્યારે ડ્રાઇવરને ચીફ ફાયર ઓફિસર બનાવી મહાપાલિકા અધિકારીએ પોતાનો ખેલ પુરૂો પાડી દીધો હોવાનું ચર્ચાય રહ્યું છે.

જામનગર શહેરમાં ફાયર સેફટી મુદ્દે સંવેદનશીલ કામગીરી ચાલતી હતી. જેમાં જામનગરના 306 ટયુશન કલાસ, 117 હોટલ, રેસ્ટોરન્ટ અને 169 શૈક્ષણિક સંસ્થાઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચીફ ફાયર ઓફિસર માંદા પડી જતા ભ્રષ્ટાચારાઓને ભાવતું મળી ગયું હોય તેમ ડ્રાઇવરને સત્તા પર બેસાડી પોતાનું કામ ઉતારવા લાગ્યા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ડ્રાયવરને ફાયરના ચીફ ઓફિસરના અપાયેલા ચાર્જ બાબતે મનપા કમિશનર અજાણ હોવાનું જાણવા મળે છે.

LEAVE YOUR COMMENT