1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતનાર માત્ર 17 વર્ષનો જેરેમિ
રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતનાર માત્ર 17 વર્ષનો જેરેમિ

રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ગોલ્ડ મેડલ જીતનાર માત્ર 17 વર્ષનો જેરેમિ

0

કોલકાતાઃ-યુવા ઓલિમ્પિક ચેમ્પિયન જેરેમિ લાલરિનનુંગાએ ક્લીન એન્ડ ઝર્કમાં રાષ્ટ્રીય રેકોર્ડ સાથે સોમવારના રોજ 72મી પુરુષ અને 35મી મહિલા સિનિયર વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પુરુષ 67 કિલો ગ્રામ શ્રેણીનો પુરસ્કાર જીતીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

મિઝોરમના જેરેમિએ સ્નેચના બે અસફળ પ્રયત્ન બાદ 132 કિલો વેઈટલિફ્ટિંગ કર્યુ પરંતુ કલીન એન્ડ ઝર્કમાં પોતાનો સારો અને શ્રેષ્ઠ દેખાવ રજુ કરતા 167 કિલો ગ્રામ વજનથી કુલ 299 કિલો વેઈટલિફઅટિંગની સ્પર્ઘામા જીત મેળવીને પુરસ્કાર મેળવ્યો હતો.જો કે, આ પ્રયત્ન તેની 306 કિલો ગ્રામના પોતાના  શ્રેષ્ઠ દેખાવ કરતા ખૂબ ઓછો છે, જે ગયા વર્ષે ડિસેમ્બરમાં કતાર આંતરરાષ્ટ્રીય કપ 2019 દરમિયાન કર્યો હતો.

યુવા ઓલિમ્પિક સ્વર્ણ પદક વિજેતા ભારોત્તોલક જેરેમિ લાલરિન્નુંગાએ 6ઠ્ઠા કતર ઈન્ટરનેશનલ કપમાં પુરુષોની 67 કિલોની શ્રેણીમાં રેકોર્ડ તોડીને ખાસ દેખાવ સાથે રજત પદક મેળવ્યો હતો.માત્ર 17 વર્ષના ભારોત્તોલકએ સ્નેચમાં 140,ક્લીન એન્ડ જર્કમાં 166 અને કુલ 306 કિલો વેઈટલિફિટંગ કરીવે યુવા વિશ્વ અને એશિયાઈનો રેકોર્ડ તોડ્યો છે.

ઉલ્લેખનીય છે કે યુવા જેરેમિના નામે હાલ સુઘી 27 રોકોર્ડ નોંઘાય ચૂક્યા છે,જેમાં નેશનલ અને ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે.તેમણે 3 યુવા વિશ્વ,3 યુવા એશિયાઈ અને 6 રાષ્ટ્રમંડળ રેકોર્ડ સહીત 12 આતરરાષ્ટ્રીય અને 15 રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

 સાથે જ રાષ્ટ્રીય ટૂર્નામેન્ટના પ્રથમ દિવસએ જ મહારાષ્ટ્રના ખેલાડીઓએ જુસ્સો બતાવ્યો હતો,પ્રથમ શુભમ કોલેકરએ બે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા અને 61 કિલો ગ્રામની શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવ્યું હતું,શુભમએ પોતાના ત્રીજા પ્રયત્નમાં ક્લીન એન્ડ ઝર્ક 157 કિલો ગ્રામ વજન સાથે કુલ 272 કિલો ગ્રામ વેઈટલિફ્ટિંગ કરીને બે રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા,આજ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્રમાં સંકેત સાગરે પણ ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ કાયમ કર્યા હતા,તેમએ 55 કિલો ગ્રામના વેઈટલિફ્ટિંગમાં સેન્ચમાં 108 કિલો ગ્રામ અને ક્લીન એન્ડ ઝર્કમાં 135 કિલો ગ્રામનું વેઈટલિફ્ટિંગ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યું હતું.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.