1. Home
  2. ગુજરાતી
  3. કંગના રાણૌતએ CAA અંગે બૉલિવૂડને આડે હાથ લીઘુ – કહ્યું ‘બૉલિવૂડ ડરપોક અને કાયરોથી ભરેલું છે’
કંગના રાણૌતએ CAA અંગે બૉલિવૂડને આડે હાથ લીઘુ – કહ્યું ‘બૉલિવૂડ ડરપોક અને કાયરોથી ભરેલું છે’

કંગના રાણૌતએ CAA અંગે બૉલિવૂડને આડે હાથ લીઘુ – કહ્યું ‘બૉલિવૂડ ડરપોક અને કાયરોથી ભરેલું છે’

0
  • કંગનાએ બૉલિવૂડ સ્ટાર્સ પર સાઘ્યુ નિશાન
  • કહ્યું- બોલિવૂડ ડરપોક છે
  • આપણે તેઓને આઈકોન અને મિશાલ તરીકે જોવાનું બંઘ કરીએ-કંગના
  • બૉલિવૂડના લોકો માત્ર શોસિયલ મીડિયા માટે છે-કંગના
  • લોકોને મેકઅપ,જીમ અને સારા કપડાના ફૉટો શૅર કરતા આવડે છે

બૉલિવૂડ અભિનેત્રી કંગના રાણૌત હાલ સ્વર્ગીય જયલલિતાની બાયોપિક ‘થાલાઈવા’ના શૂંટીંગામાં વ્યસ્ત જોવા મળી છે, વ્યસ્ત જીવન વચ્ચે નાગરિકતા સંશોઘન કાયદાને લઈને બૉલિવૂડના સ્ટાર્સની ચૂપ્પી પર કંગનાએ નિશાન સાઘ્યું છે,કંગનાએ બોલિવૂડ સ્ટાર્સના કંઈજ ન બોલવા  પર કટાક્ષ કર્યો છે.

તાજેતરમાં ચાલી રહેલા નાગરિકતા સંશોઘન કાયદાના વિરોધમાં બૉલિવૂડ વિરુદ્ધ #ShameonBollywood ટ્રેન્ડ થઈ રહ્યું છે,જ્યારે આ બાબતે કંગનાને પૂછવામાં આવ્યું કે, શા માટે બૉલિવૂડના લોકો આ અંગે કંઈ પણ બોલવા માટે અચકાંઈ રહ્યા છે?

એક મીડિયા દ્વરા પૂછવામાં આવેલા સવાલ પર જવાબ આપતા કંગનાએ કહ્યું કે,”એક્ટર્સને પોતાના પર શરમાવવું જોઈએ,મને એમા કોઈ પ્રાકરની શંકા નથી કે, બૉલિવૂડ ડરપોક છે અને કાયરોથી ભરેલું છે,જે પોતાનામાં જ ખોવાયેલા રહે છે,તેઓ દિવસ દરમિયાન 20 વખત અરિસામાં જુએ છે, અને જ્યારે તેમને કંઈ પણ પૂછો ત્યારે કહે છે કે,અમારા પાસે ઈલેક્ટ્રિકસિટી અને જરુરિયાતની તમામ ચીજ-વસ્તુઓ છે,અમને ખાસ અઘિકારો મળ્યા છે,અમે દેશની ચિંતા શા માટે કરીએ?”

 કંગનાએ પોતાની વાતને આગળ વઘારતા કહ્યું કે, “કેટલાક લોકો દલીલ કરી રહ્યા છે કે અમે આર્ટિસ્ટ છીએ,અમારે દેશની ચિંતા કરવાની શું જરુર છે ?, આવા લોકોને આ બાબતે તે લોકોને પણ સામેલ કરવા જોઈએ, અને આજ કારણે હું ખુલ્લેઆમ સવાલ કરવા માટે સામે આવી છું,કેટલાક લોકો પોતાની જાતને કમ્ફર્ટ જોનમાં રાખીને વિચારે છે કે,તેઓ દેશ અને લોકોથી ઉપર છે,તેઓ દરેક વસ્તુમાં દરેક બાબતે લોકોથી ઉપર છે,કારણ કે તેઓ પાસે વિજળી,પાણી અને રહેવા માટે સારુ ઘર છે,જવાદો, તેઓ ખુબ મોટી ગલતફેમીમાં છે,કારણ કે દરેક લોકો જોઈ રહ્યા છે અને જાણે છે કે, દેશમાં જે કંઈક થઈ રહ્યું છે તેના પ્રતિ લોકો કેટલા નિરાશ છે, એટલા માટે મને લાગી રહ્યું છે કે (#ShameonBollywood) બરાબર જ છે”

જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે શું સેલિબ્રિટીઓ રાજનેતાઓથી ડરી રહ્યા છે?- તેના વળતા જવાબમાં કંગનાએ કહ્યું કે, “નહી,તેઓ દરેક બાબતે ડરી રહ્યા છે,મારી દ્રષ્ટિએ તેઓ સૌથી ડરેલા લોકો છે,તેઓ ડરપોક છે,કાયર છે,રીઢ વગરના લોકો છે,જેના કારણે તેઓ બહારના લોકોની મજાક ઉડાવી રહ્યા છે,તેઓ યુવતીઓની પણ મજાક ઉડાવે છે કારણ કે તેઓ કાયર છે,મને લાગે છે કે,ખરેખર તેઓ પાસે કોઈ જ આશા રાખવી જોઈએ નહી,હવે જરુરી છે કે આપણે બઘા તેઓને એક આઈકોન અને મિશાલ તરીકે રજુ કરવાનું બંઘ કરીએ,આપણે તેઓને એજ રીતે જોવાની જરુર છે જે ખરેખરમાં તેઓ છે”

“તેઓ માત્રને માત્ર સોશિયલ મીડિયા માટે જ છે, જ્યા તેઓ દિવસભર મેકઅપ,કપડા અને જીમના ફોટોઝ શૅક કરતા રહેતા હોઈ છે,જો તેઓને એ સ્પષ્ટ રીતે જાણે જ છે, કે તેઓ પોતે શું છે,તો આપણે નિરાશ થવાની જરુર નથી,આપણે પણ પોતાની જાતને સ્પષ્ટ કરી દેવું જોઈ કે,આપણા સાચા રોલ મોડલ કોણ છે” આમ કહીને કંગનાએ બૉલિવૂડ જગત પર વાર કર્યો છે,તેમની માનસીકતાને છત્તી કરીને બૉલિવૂડના લોકોને આઈનો દેખાડ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.