1. Home
  2. revoinews
  3. અમદાવાદીઓની થર્ટી ફર્સ્ટમાં પડ્યો ભંગ – કોરોનાના કારણે નહી યોજાય કાંકરિયા કાર્નિવલ
અમદાવાદીઓની થર્ટી ફર્સ્ટમાં પડ્યો ભંગ – કોરોનાના કારણે નહી યોજાય કાંકરિયા કાર્નિવલ

અમદાવાદીઓની થર્ટી ફર્સ્ટમાં પડ્યો ભંગ – કોરોનાના કારણે નહી યોજાય કાંકરિયા કાર્નિવલ

0
  • ચાલુ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય
  • કોરોનાના વધતા વ્યાપરને લઈને લેવાયો નિર્ણય
  • અમદાવાદમાં હાલ કોરોનાના 2 હજાર 800થી વધુ એક્ટિવ કેસ

અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોનાનો રાફળો હવે અમદાવાદમાં ફાટી નિકળ્યો છે,અમદાવાદમાં વધતા કેસને લઈને અનેક પાબંધિઓ લાદવામાં આવી રહી છે. ત્યારે હવે દર વર્ષે કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં યોજાય છે ડજો કે આ વર્ષ દરમિયાન કોરોના મહામારીને કારણે કાંકરિયા કાર્નિવલનું આયોજન રદ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે એએમસી તંત્ર દ્વારા આ  અંગેનો નિર્ણય લેવામાં આવ્યો કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અને કોરોનાના વધતા કેસને લઈને  રાખી એએમસી આ વખતે કાંકરિયા કાર્નિવલનુ આયોજન કરશે નહી.

આ બાબતે અમદાવાદના મેયર બિજલ પટેલ દ્વારા સત્તાવાર રીતે આ વાત જારી કરવામાં આવી ચૂકી છે , તેમણે આ અંગે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વધ્યું છે અને રાજ્ય સરકારની ગાઇડલાન મુજબ ભીડ ન કરવાનાઆદેશ આપવામાં આવ્યા છે આવી સ્થિતિ અમદાવાદ શહેરમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવશે નહી.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT