1. Home
  2. Political
  3. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોટી કાર્યવાહી, ભંગ કરી કર્ણાટકમાં પાર્ટીની કારોબારી
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોટી કાર્યવાહી, ભંગ કરી કર્ણાટકમાં પાર્ટીની કારોબારી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મોટી કાર્યવાહી, ભંગ કરી કર્ણાટકમાં પાર્ટીની કારોબારી

0

બેંગાલુરુ: કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસે પોતાની કર્ણાટકની પ્રદેશ કારોબારીને ભંગ કરી દીધી છે. જો કે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકારી પ્રદેશ પ્રમુખ યથાવત રહેશે.

આના પહેલા કર્ણાટકના ધારાસભ્ય રોશન બેગને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતા ડી. કે. શિવકુમારે કહ્યુ છે કે મને જણાવવામાં આવ્યું છે કે કર્ણાટક કોંગ્રેસ કમિટીને ભંગ કરવામાં આવી છે. ગુંડૂરાવ હજીપણ કેપીસીસી અધ્યક્ષમાં બનેલા રહેશે. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે.

તેમણે કહ્યુ છે કે નવી કારોબારીની ઝડપથી રચના કરવામાં આવશે. કોઈ પદ માંગવામાં આવતું નથી. પાર્ટીને જેનામાં કાબેલિયત દેખાશે, તેને પદ આપવામાં આવશે.

LEAVE YOUR COMMENT