in , ,

પતિ કાર્તિ માટે પડદા પાછળથી “રાજનીતિ” કરશે પી. ચિદમ્બરમના પુત્રવધૂ, જાણો કોણ છે ડૉક્ટર શ્રીનિધિ

તમિલનાડુની શિવગંગા લોકસભા બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનો ઘણો મોટો પ્રભાવ છે. આ કારણ છે કે પી. ચિદમ્બરમ શિવગંગા લોકસભા બેઠક પરથી સાત વખત સાંસદ રહી ચુક્યા છે. જો કે માનવામાં આવે છે કે પી. ચિદમ્બરમ આગામી લોકસભા ચૂંટણી લડશે નહીં. તેવામાં શિવગંગા લોકસભા બેઠક પર તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. હવે પી. ચિદમ્બરમના પરિવારમાંથી અન્ય સદસ્યના પણ રાજનીતિમાં ઉતરાવાના સંકેત મળી રહ્યા છે. આ નવા સદસ્ય છે પી. ચિદમ્બરમના પુત્રવધૂ અને કાર્તિ ચિદમ્બરમના પત્ની ડોક્ટર શ્રીનિધિ.

ડોક્ટર શ્રીનિધિ, શિવગંગા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સંભવિત ઉમેદવાર અને પતિ કાર્તિ ચિદમ્બરમના ચૂંટણી પ્રચારમાં સોશયલ મીડિયા કેમ્પેનનું નેતૃત્વ કરી રહ્યા છે.

ડોક્ટર શ્રીનિધિ વ્યવસાયે તબીબ છે અને ભરતનાટ્યમ નૃત્યના પણ જાણકાર છે. શ્રીનિધિ અત્યાર સુધી રાજકારણથી દૂર રહ્યા છે. ત્યાં સુધી કે કોંગ્રેસની કેડર સુદ્ધાં તેમને ઓળખતી નથી. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, તાજેતરમાં શ્રીનિધિએ કરાઈકુડી વિસ્તારમાં એક બેઠકને સંબોધિત કરી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવું છે કે અમારામાંથી કેટલાક તો એ પણ નથી જાણતા કે તેઓ કોણ છે? અમે તેમને ક્યારેય જોયા નથી. પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યુ છે કે શ્રીનિધિએ સોશયલ મીડિયા કેમ્પેન અને તેના દ્વારા પાર્ટીને ચૂંટણીમાં મળનારી મદદ બાબતે પણ સમજાવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનું માનવું છે કે તમામ વર્કર્સને એક વ્હોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યા છે. તેના એડમિન શ્રીનિધિ છે. તેઓ દરરોજ પાર્ટી કાર્યકર્તાઓને સોશયલ મીડિયા કેમ્પેન દ્વારા સંબંધિત નિર્દેશ આપે છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે કે આ બેઠકમાં શ્રીનિધિની સાથે જ તેમના પતિ કાર્તિ ચિદમ્બરમ પણ હાજર હતા. કાર્તિએ પાર્ટી કેડરને જણાવ્યુ હતુ કે આજે મોબાઈલ ફોન અને સોશયલ મીડ઼િયા લોકો સુધી પહોંચાવનું સૌથી શક્તિશાળી માધ્યમ બની ગયું છે. બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને પુરુષોની સાથે જ વધારેમાં વધારે મહિલા મતદાતાઓ સુધી પણ પહોંચ બાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે જો કાર્તિ ચિદમ્બરમ પોતાની ઉમેદવારીને લઈને કોઈ મુશ્કેલીમાં ફસાશે, તો તેમના સ્થાને શ્રીનિધિને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે કાર્તિ ચિદમ્બરમ એરસેલ-મેક્સિસ મામલામાં ફસાયેલા છે. તાજેતરમાં ઈડીએ કાર્તિ ચિદમ્બરમની આના સંદર્ભે પૂછપરછ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમેરિકાનો પાકિસ્તાની નાગરિકોને આંચકો, પાંચ વર્ષના સ્થાને માત્ર ત્રણ માસના જ આપશે વીઝા

The HRD Minister assures ordinance on teacher quota in favor of backward class!