1. Home
 2. Political
 3. 72 હજાર રૂપિયાની “લાંચ”નો વાયદો કરીને કોંગ્રેસનો કાશ્મીરમાં સેનામાં ઘટાડો- AFSPA પર વિચારણા “દેશદ્રોહ”નો ઢંઢેરો નથી?
72 હજાર રૂપિયાની “લાંચ”નો વાયદો કરીને કોંગ્રેસનો કાશ્મીરમાં સેનામાં ઘટાડો- AFSPA પર વિચારણા “દેશદ્રોહ”નો ઢંઢેરો નથી?

72 હજાર રૂપિયાની “લાંચ”નો વાયદો કરીને કોંગ્રેસનો કાશ્મીરમાં સેનામાં ઘટાડો- AFSPA પર વિચારણા “દેશદ્રોહ”નો ઢંઢેરો નથી?

0

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. 55 પૃષ્ઠોના ઢંઢેરામાં દેશના દરેક મુદ્દાઓ પર વિગતવાર અભિપ્રાય આપવામાં આવ્યો છે. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાન માટે અલગથી વાયદા કર્યા છે.

કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કાશ્મીરના મુદ્દે ત્યાંના લોકો સાથે વાતચીત કરવાની વાત પણ કરી છે. કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અનુચ્છેદ-370માં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. તેની સાથે પાકિસ્તાનના મામલે જડબાતોડ જવાબ આપવાની વાત પણ ઢંઢેરામાં કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીર પર કોંગ્રેસના વાયદા

કોંગ્રેસે ઘોષણાપત્રમાં લખ્યું છે કે 26 ઓક્ટોબર-1947ના ઈન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન પર હસ્તાક્ષર કરાયા બાદથી કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના ઘટનાક્રમોની સાક્ષી રહી છે. કોંગ્રેસ એ વાતનો પુનરોચ્ચાર કરે છે કે આખું જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અમે રાજ્યના અનુપમ ઈતિહાસ અને એ અદ્વિતિય પરિસ્થિતિઓનું પણ સમ્માન કરીએ છીએ, જેના પ્રમાણે રાજ્યે ભારતમાં વિલયને સ્વીકાર્યો, તેના કારણે ભારતના બંધારણમાં અનુચ્છેદ-370 સામેલ કરવામાં આવી. આ બંધારણીય પરિસ્થિતિને બદલવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં અને આવો પ્રયાસ પણ કરવામાં નહીં આવે.

 1. કોંગ્રેસનો વિચાર રહ્યો છે કે જમ્મુ-કાશ્મીરના ત્રણ ક્ષેત્રોના લોકોની આકાંક્ષાઓને સમજવા અને તેમના મુદ્દાઓના સમ્માનજનક સમાધાન શોધવા માટે, વાતચીત જ એકમાત્ર રસ્તો છે. અમે આ માર્ગને જ અપનાવીશું.
 2. અમે દ્વિ-આયામી દ્રષ્ટિકોણ અપનાવીશું- સૌથી પહેલા, સીમા પર સંપૂર્ણ દ્રઢતા સાથે ઘૂસણખોરીની કોશિશોને સમાપ્ત કરવી અને બીજું, લોકોની માગણીઓને પૂર્ણ કરવા તથા તેમના દિલોને જીતવા માટે પૂર્ણ નિષ્પક્ષતાની સાથે દરેક શક્ય ઉપાયો કરવામાં આવશે.
 3. કોંગ્રેસે સશસ્ત્ર દળોની તેનાતીની સમીક્ષા કરવા, ઘૂસણખોરી રોકવા માટે સીમા પર વધુ સૈનિકોને તેનાત કરવા, કાશ્મીર ખીણમાં સેના અને સીઆરપીએફની હાજરીને ઘટાડવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસને વધુ જવાબદારી સોંપવાનો વાયદો કરે છે.
 4. જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશયલ પાવર એક્ટ એટલે કે એએફએસપીએ અને અશાંત ક્ષેત્ર અધિનિયમની સમીક્ષા કરવામાં આવશે. સુરક્ષાની જરૂરિયાતો અને માનવાધિકારોના સંરક્ષણમાં સંતુલન માટે કાયદાકીય જોગવાઈઓમાં યોગ્ય પરિવર્તન કરવામાં આવશે.
 5. જમ્મુ-કાશ્મીર અને ત્યાંની સમસ્યાઓના ખુલ્લા દિલ સાથે સૈન્યશક્તિ અને કાયદાકીય જોગવાઈઓથી પર, એક અભિનવ સંઘીય સમાધાનની તલાશ કરીશું. કોંગ્રેસ રાજ્યમાં તમામ પક્ષો સાથે, ધીરજપૂર્વક વાતચીતના માધ્યમથી કાયમી ઉકેલ શોધવાનો વાયદો કરે છે.
 6. કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે બિનશરતી વાતચીતનો વાયદો કરે છે. અમે આવા પ્રકારની વાતચીત માટે નાગરીક સમાજમાંથી ચૂંટાયેલા ત્રણ વાટાઘાટકારોની નિયુક્તિ કરીશું
 7. અમે યુપીએ સરકાર દ્વારા કૌશલ વિકાસ પ્રશિક્ષણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવેલા કાર્યક્રમ ઉડાન, હિમાયત અને ઉમ્મીદને નવેસરથી શરૂ કરીશું તથા જમ્મુ-કાશ્મીરના યુવાનો માટે આર્થિક અવસર પેદા કરવાના ઉદેશ્યથી નવી તકો પેદા કરીશું.
 8. જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ તાત્કાલિક કરાવવામાં આવશે.
 9. અમે દેશના બાકી હિસ્સાઓમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ, વેપારીઓ અને અન્ય લોકો સાથે ભેદભાવ તથા ઉત્પીડનની ઘટનાઓ પ્રત્યે બેહદ ચિંતિત છીએ અને અમે તેમની સુરક્ષા તથા તેમના અભ્યાસ અથવા વ્યવસાય કરવાના અધિકારને સુનિશ્ચિત કરીશું.

પાકિસ્તાન મામલે કોંગ્રેસના વાયદા-

કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે કે અમે દુનિયાના તમામ દેશોને પાકિસ્તાન પર દબાણ બનાવવા માટે એકજૂટ કરીશું કે પાકિસ્તાન પોતાની ધરતી પરથી સંચાલિત થનારા આતંકવાદીઓ અને આતંકવાદી સમૂહો પર રોક લગાવે.

ગેરકાયદેસર ઘૂસણખોરી રોકવા માટે સીમા પર જવાનોની સંખ્યા વધારીશું, સીમા પર બે ચોકીઓ વચ્ચેનું અંતર પણ ઘટાડીશું.

કોંગ્રેસે લખ્યું છે કે જય જવાન, જય કિસાનના સૂત્રથી પ્રેરીત થઈ, કોંગ્રેસની સરકારના નેતૃત્વમાં દેશે પાકિસ્તાન પર 1965ના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો, 1971ના યુદ્ધમાં આપણે પાકિસ્તાનને નિર્ણાયત્મક રીતે પરાજીત કરીને બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું.

કોંગ્રેસે કરેલા વાયદાઓ “દેશદ્રોહ” બને નહીં તેના માટે કેટલાક સવાલોના જવાબ રાહુલ ગાંધી આપશે?

શું બંધારણની કલમ-370 અને જમ્મુ-કાશ્મીર બંધારણની કલમ-35એને હટાવ્યા વગર જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવાની ભારતના લોકોને અનુભૂતિ કેવી રીતે કરાવી શકાશે?

જમ્મુ-કાશ્મીરમાં એએફએસપીએ અને અશાંત ધારાના કાયદાની સમીક્ષા કરવાનો મતલબ પાકિસ્તાન પરસ્તો, ભાગલાવાદીઓ અને મહબૂબા મુફ્તિ તથા કોંગ્રેસના યાર બનેલા ઓમર અબ્દુલ્લા જેવા રાજકીય તત્વોના ભારતીય સુરક્ષાદળોના ભોગે તુષ્ટિકરણની વધુ વરવી નીતિ અપનાવવાથી આતંકવાદને કાબુમાં લેવામાં શું ફાયદો કોંગ્રેસને દેખાઈ રહ્યો છે?

ભારત સરકારોની ભૂતકાળની નીતિ રહી છે કે ભારતના બંધારણની મર્યાદામાં જમ્મુ-કાશ્મીર મામલાના પક્ષકારો સાથે બિનશરતી વાતચીત કરવી. પરંતુ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે બિનશરતી વાતચીતનો વાયદો કરવામાં આવ્યો છે. આ વાયદા પ્રમાણે પાકિસ્તાન પરસ્ત હુર્રિયત કોન્ફરન્સના ભાગલાવાદીઓ સાથે વાતચીત કરવાની જમ્મુ-કાશ્મીરના મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓની માગણી કોંગ્રેસે માની લીધી છે અને કોંગ્રેસ શું આમ કરીને જેકેએલએફ અને જમાત-એ-ઈસ્લામી જેવા સંગઠનો પરના પ્રતિબંધને હટાવવાનો આડકતરો વાયદો કરી રહી છે?

કાશ્મીરના લોકોની સામે દેશના અન્ય ભાગોમાં પુલવામા એટેક જેવી નૃશંસ ઘટના બાદ ઘટિત કેટલીક ઘટનાઓને કારણે કોંગ્રેસને ચિંતા થઈ રહી છે. પરંતુ કાશ્મીરીઓની દેશભરમાં સુરક્ષાનો વાયદો કરનારી કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં ભારતના અન્ય ભાગના લોકો, અમરનાથ યાત્રીઓ અને સુરક્ષાદળોની સુરક્ષાની ચિંતા કેમ કરવા માટે તૈયાર નથી. જો આવી ચિંતા હોત તો એએફએસપીએની સમીક્ષા અથવા સેનામાં ઘટાડો કરવાનો વાયદો કોંગ્રેસ કેવી રીતે આપી શકત?

LEAVE YOUR COMMENT