1. Home
  2. Political
  3. મોદી એવી રીતે વ્યવહાર કરી રહ્યા છે કે તેઓ ભારતના નહીં પાકિસ્તાનના વડાપ્રધાન હોય: કેજરીવાલ
મોદી એવી રીતે વ્યવહાર કરી રહ્યા છે કે તેઓ ભારતના નહીં પાકિસ્તાનના વડાપ્રધાન હોય: કેજરીવાલ

મોદી એવી રીતે વ્યવહાર કરી રહ્યા છે કે તેઓ ભારતના નહીં પાકિસ્તાનના વડાપ્રધાન હોય: કેજરીવાલ

0

લોકસભાની ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ વિપક્ષી દળોના કેન્દ્રના સત્તારુઢ ભાજપ અને નરેન્દ્ર મોદીની સરકાર પર હુમલા પણ તીખા થઈ રહ્યા છે. આ પહેલામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલે કહ્યુ છે કે અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે તેઓ ભાજપના પીએમ નથી, તેઓ દેશના લોકોના પીએમ છે. તેની સાથે જ કેજરીવાલે વડાપ્રધાન મોદીને અન્ય પક્ષોની સરકારોવાળા રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વ્યવહારની રીત પર પણ નિશાન સાધ્યું છે.

કેજરીવાલે કહ્યુ છે કે જે પ્રકારનો વ્યવહાર વડાપ્રધાન મોદી વિપક્ષી રાજ્યોની સરકારો સાથે કરે છે, તેનાથી એવું લાગે છે કે જાણ કે તેઓ વડાપ્રધાન હિંદુસ્તાનના નહીં, પણ પાકિસ્તાનના છે.

મહત્વપૂર્ણ છે કે હાલ લોકસભા ચૂંટણીમાં 100 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. તેવામાં વડાપ્રધાન મોદી દેશના અલગ-અલગ રાજ્યોમાં જઈને રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. તે વખતે તેઓ વિપક્ષી દળો પર ખૂબ તીખા હુમલા પણ કરી રહ્યા છે. તેને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે ચંદ્રાબાબુ નાયડુના એક દિવસના ઉપવાસ વખતે પલટવાર કર્યો હતો.

tags:

LEAVE YOUR COMMENT