1. Home
  2. Political
  3. કેજરીવાલે મને ટ્વિટર પર કરી અનફૉલો, વ્હોટ્સએપ ગ્રુપમાંથી પણ હટાવી: અલકા લાંબા
કેજરીવાલે મને ટ્વિટર પર કરી અનફૉલો, વ્હોટ્સએપ ગ્રુપમાંથી પણ હટાવી:  અલકા લાંબા

કેજરીવાલે મને ટ્વિટર પર કરી અનફૉલો, વ્હોટ્સએપ ગ્રુપમાંથી પણ હટાવી: અલકા લાંબા

0

લાગે છે કે આમ આદમી પાર્ટીમાં બધું ઠીકઠાક ચાલી રહ્યું નથી, કારણ કે ચાંદની ચોકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબાએ દાવો કર્યો છે કે તેમની પાર્ટીમાં અવગણના થઈ રહી છે. તેમણે ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો છે કે તેમને કેજરીવાલેટ્વિટર પર અનફોલો કર્યા છે.

અલકા લાંબાએ એમ પણ કહ્યું છે કે તેમને હાલની પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં કામ કરવામાં મુસ્કેલી પડી રહી છે. ચાંદની ચોકથી ધારાસભ્ય લાંબાએ સોમવારે જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે પાર્ટી હવે મારી સેવા ઈચ્છતી નથી. પરંતુ જ્યાં સુધી હું ધારાસભ્ય છું, મારા વિધાનસભા મતવિસ્તારના લોકો માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

અલકા લાંબાએ કહ્યું છે કે તેમને આમ આદમી પાર્ટીના નેતૃત્વને એક સંદેશ મોકલીને એ પુછયું છે કે તેઓ તેમની પ્રત્યે વલણ સ્પષ્ટ કરે. તેમણે કહ્યુ છે કે તેમને પાર્ટીના તમામ સત્તાવાર વ્હોટ્સએપ ગ્રુપમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને કેજરીવાલે રવિવારે ટ્વિટર પર તેમને અનફોલો કરી દીધા છે.

આ પહેલા ગત વર્ષ ડિસેમ્બરમાં લાંબાએ દાવે કર્યો હતો કે આમ આદમી પાર્ટીએ તેમની પાસેથી ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને એનાયત ભારતરત્ન પાછો લેવાના કથિત પ્રસ્તાવનો વિરોધ કરવા મામલે રાજીનામું માંગ્યું હતું. જો કે આમ આદમી પાર્ટીએ આવા દાવાઓને નામંજૂર કર્યા હતા.

મહત્વપૂર્ણ છે કે અલકા લાંબાએ ટ્વિટ કર્યું હતું કે દિલ્હી વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીજીને આપવામાં આવેલો ભારતરત્ન પાછો લેવો જોઈએ. મને મારા આનું સમર્થન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે મને મંજૂર ન હતું. મે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. હવે તેની જે સજા મળશે, હું તેના માટે તૈયાર છું. તેમણે ક્હ્યું હતું કે કોઈ વ્યક્તિને કોઈ એક કાર્ય માટે ભારતરત્ન મળતો નથી. દેશ માટે જીવનપર્યંત ઉલ્લેખનીય કાર્યો માટે આ સમ્માન આપવામાં આવે છે. માટે કોઈ એક કારણથી ભારતરત્ન પાછું લેવાની વાતનું સમર્થન કરવું યોગ્ય નથી. રાજીવજીએ દેશ માટે કુરબાની આપી છે, આ વાતને ભૂલાવી શકાય નહીં.

મહત્વપૂર્ણ છે કે દિલ્હી વિધાનસભામાં 1984ના શીખ વિરોધી હુલ્લડોના કારણે ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીને આપવામાં આવેલો ભારતરત્નનો એવોર્ડ પાછો લેવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અલકા લાંબાએ વિરોધ કર્યો હતો.

જો કે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ બાદમાં જણાવ્યુ હતુ કે 198ના શીખ વિરોધી રખામણોના પીડિતોને ન્યાય અપાવવા માટે વિધાનસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન પારીત એક પ્રસ્તાવને લઈને આ વિવાદ પેદા થયો હતો. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ભારતરત્ન સમ્માનને પાછું લેવાની વાત કહેવામાં આવી હતી. સિસોદિયાએ સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે ભારતરત્ન સમ્માન પાછો લેવાની વાત મૂળ પ્રસ્તાવનો હિસ્સો ન હતી. આ સંશોધિત પ્રસ્તાવ હતો.

LEAVE YOUR COMMENT