1. Home
  2. ગુજરાતી
  3. શુ કેરળ બનશે ભારતનું પહેલુ કોરોનાવાયરસ મુક્ત રાજ્ય? કોરોના વિરુદ્ધ કડક કેરળ
શુ કેરળ બનશે ભારતનું પહેલુ કોરોનાવાયરસ મુક્ત રાજ્ય? કોરોના વિરુદ્ધ કડક કેરળ

શુ કેરળ બનશે ભારતનું પહેલુ કોરોનાવાયરસ મુક્ત રાજ્ય? કોરોના વિરુદ્ધ કડક કેરળ

0

અમદાવાદ: કેરળ રાજ્ય કોરોનાવાયરસને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે અને જાહેરાતમાં કોરોનાવાયરસ ફ્રી રાજ્યના જાહેરાત કરે તો તેમાં કોઈ નવાઈ રહેશે નહી. કારણ છે કે કેરળમાં કોરોનાવાયરસના દર્દીઓ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં તો માત્ર એક જ કેસ નોંધવામાં આવ્યો છે.

કોરોનાવાયરસને લઈને કેરળના મુખ્યમંત્રી પી વિજયને જણાવ્યુ કે દેશભરમાં સૌથી વધારે કેસ કેરળમાં નોંધવામાં આવ્યા હતા અને ટેસ્ટીંગની ઝડપ પણ વધારવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં એક જ કેસ નોંધાયો છે તે મહિનાનો સૌથી નાનો અંક છે અને કડકાઈથી લોકડાઉનનું પાલન પણ ખુબ અત્યંત જરૂરી છે.

Kerala CM – P Vijayan

મુખ્યમંત્રી પી વિજયને વધારે ઉમેરતા જણાવ્યું કે કોરોનાવાયરસના શરૂઆતના સમયમાં કેરળમાં સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા હતા અને કેરળને હોટસ્પોટ પણ જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ આજે કેરળમાં 387માંથી 218 કોરોનાવાયરસના દર્દીઓ સંપુર્ણ રીતે સ્વસ્થ થયા છે, માત્ર બે લોકોએ જ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 167 જેટલા કેસ સારવાર હેઠળ છે.

મહત્વનું છે કે કોરોનાવવાયરસનો પહેલા દર્દી કેરળમાંથી જ મળ્યો હતો અને 30 જાન્યુઆરી પર દેશમાં કોરોનાવાયરસના પહેલા કેસની જાણ કરવામાં આવી હતી તે બાદ કેરળમાં કોરોનાવાયરસ વકર્યો હતો અને સતત કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા વધી હતી.

કેરળ જે રીતે કોરોનાવાયરસને માત આપવા માટે આગળ વધી રહ્યું છે તેનો જોતા લાગે છે કે ભારતમાં કેરળ સૌપ્રથમ કોરોનાવાયરસ ફ્રી રાજ્ય જાહેર થઈ શકે છે.

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.