1. Home
  2. Regional
  3. અમદાવાદમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમજીવીનું ગુંગળામણથી મોત
અમદાવાદમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમજીવીનું ગુંગળામણથી મોત

અમદાવાદમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમજીવીનું ગુંગળામણથી મોત

0

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા 4 શ્રમજીવીઓના ગુંગળામણથી મોત થવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમજીવીનું મોત થયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શ્રમજીવી સેફ્ટીના સાધનો વગર ગટર સાફ કરવા ઉતર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના છેવાડે આવેલા જુહાપુરા વિસ્તારમાં અજીમ ફ્લેટમાં ગટર સાફ કરવા માટે ચંદુભાઈ નામના શ્રમજીવીને બોલાવવામાં આવ્યા હતા. શ્રમજીવી કોઈ પણ સેફ્ટી કીટ કે સેફ્ટીના સાધનો વગર ગટરમાં સફાઈ કરવા માટે ઉતર્યા હતા. દરમિયાન અંદર ગુંગળામણ થતા તેમનું મોત થયું હતું. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે શ્રમવીની લાશને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપી હતી. વેજલપુર પોલીસે મનુષ્ય વધનો ગુનો નોંધીને વધુ તપાસ આરંભી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદનાં ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા નગર પમ્પિંગ સ્ટેશનમાં ગટર સાફ કરવાનું કામ ચાલી રહ્યું હતું. રાત્રિ દરમિયાન ગટર સાફ કરવા માટે ચાર મજૂરો ગટરમાં ઉતર્યા હતા. ગેસ ગળતરની અસર ચારેય મજૂરોને થઈ હતી. જેથી તેઓના મોત નિપજ્યા હતા. રમેશભાઈ, સુનિલ, લાલસિંહ, સર્વજિત નામના ચાર મજૂરો સફાઈનું કામ કરતા હતા. તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર ક્રયા હતા. આ તમામ મજૂરો પણ સેફ્ટીના સાધનો વગર અંદર ઉતર્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT