1. Home
  2. ગુજરાતી
  3. દુનિયાની સૌથી મોંધી ચોકલેટ થઈ લોન્ચ! કિંમત જાણીને ચોંકી જશો
દુનિયાની સૌથી મોંધી ચોકલેટ થઈ લોન્ચ! કિંમત જાણીને ચોંકી જશો

દુનિયાની સૌથી મોંધી ચોકલેટ થઈ લોન્ચ! કિંમત જાણીને ચોંકી જશો

0
  • ભારતીય કંપની આઈટીસી એ સૌથી મોંઘી ચોકલેટ લોન્ચ કરી
  • 1 કિલો ચોકલેટની કિંમત 4.3 લાખ રુપિયા
  • ગિનીઝ બુકમાં નામ નોંઘાવ્યું

ભારતની કંપની આઈટીસી એ દુનિયાની સૌથી મોંધી ચોકલેટ લોન્ચ કરી છે,આ કંપને પોતાની લગ્ઝરી બ્રાંડ ફૈબેલની રેંજમાં ટ્રિનિટ ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનેઅર નામની ચોકલેટ બહાર પાડી છે,જેની કિમંત 4 લાખ 30 હજાર રુપિયે પ્રતિ કિલો છે. આ ચોકલેટ દુવિયાભરમાં સૌથી મોંઘી હોવાથી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામી છે.

આ ચોકલેટે વર્ષે 2012મા બનેલા ચોકોલેટિયર ફ્રિટ્ઝ ક્નિપશિલ્ડ્સ લી મૈડેલીન ઓ ટ્રફલ ચોકલેટના ગિનીઝ રેકોર્ડને તોડ્યો છે,ફ્રાંસની આ ચોકલેટના એક પીસની કિમંત 17,727.5 રુપિયા હતી.

આ ટ્રિનિટી ટ્રફલ્સમાં શું છે ખાસ 

આઈટીસીની આ ચોકલેટ ત્રણ પ્રકારમાં ઉપલબ્બઘ છે,તેના એક પ્રકારમાં તાહિતિયન વેનિલા બિન્સ સાથે ટોસ્ટેડ કોકોનટ ગેનેશ છે,તો બીજા પ્રકારમાં ઘાના ડાર્ક ચોકલેટ અને જમૈકન બ્લૂ માઉન્ટન કોફીનું મિશ્રણ છે.તેના ત્રીજા પ્રકારમાં એક્સટ્રીમ વેસ્ટ સ્ત્રોતમાંથી  બનાવેલ ડોમિનિક ડોર્ક ચોકલેટ છે.

15 ગ્રામની એક ચોકલેટની કિમંત 6667 રુપિયા છે

દુનિયાની આ સોથી મોંઘી ચોકલેટ હાથથી બનેલા લાકડાના બોક્સમાં મળશે,જેમાં 15 ટ્રફલ હશે,દરેક ટ્રફલનો વજન 15 હશે,ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનેઅરનો 15 ટ્રફલ્સનું બોક્સ 1 લાખ રુપિયામાં મળશે,એટલે કે એક કેન્ડીની કિમંત 6667 રુપિયા થાય.

ટ્રિનિટી ટ્રફલ્સ એક્ટ્રાઓર્ડિનેઅરને ફ્રાંસના નામી શેફ ફિલિપ કોન્ટિસિની અને ફૈબેલના માસ્ટર ચોકલેટિયરે મળીને તૈયાર કર્યું છે,આ પેસ્ટ્રી ઓફ ડ્રીમ્સના હેડ પેસ્ટ્રી શેફ છે,ઉલ્લેખનીય છે કે, આઈટીસીએ તેના પહેલા વર્ષ 2016મા એક લગ્ઝરી ચોકલેટ બ્રાંડ ફૈબેલી લોન્ચ કરી હતી,આ ચોકલેટ આઈટીસીના લગ્ઝરી હોટલોમાં જુના બુટીક સ્ટોરમાં વેચાઈ છે.

આઈટીસી એફએમસીજી,,હોટલ,એગ્રી વેપાર વગેરેમાં સમાવેશ પામનારી એક મોટી ખાનગી કંપની છે,જેની માર્કેટ કિમંત અંદાજે 50 રબ ડોલર અને વેચાણ કિમંત દાજે 10.8 અરબ ડોલરની છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.