in ,

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ અપનાવશે નવી રણનીતિ

  • નેતા અને કાર્યકરોની સેન્સ લેવામાં નહીં આવે
  • ઉમેદવારોને સીધો અપાશે મેન્ડેટ
  • નિરીક્ષકોએ આપેલી પેનલના આધારે કરાશે સર્વે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખની જાહેરાત કર્યા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસે આંતરીક જૂથવાદ અને નેતાઓની નારાજગી ખાળવા માટે ઉમેદવારોની પસંદગી માટે નવી રણનીતિ અપનાવી છે. કોંગ્રેસ આ વખતે નેતા-કાર્યકરોની સેન્સ લીધા વગર જ નિરીક્ષકોએ આપેલી પેનલના આધારે સક્ષમ ઉમેદવારની પસંદગી કરીને તેને ઉમેદવારીપત્ર ભરવાની સીધી જાણ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય ચૂંટણીપંચે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ખેરાલુ, અમરાઈવાડી, થરાદ, લુણાવાડા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. તેમજ ગઈકાલે બાયડ અને રાધનપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આગામી તા. 21મી ઓક્ટોબરે પેટાચૂંટણીમાં મતદાન યોજાશે. પેટાચૂંટણીની જાહેરાતને પગલે ભાજપ અને કોંગ્રેસમાં બેઠકનો દોર શરૂ થયો છે અને ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચૂંટણી વખતે કોંગ્રેસમાં આવતી આંતરીક જૂથબંધીને અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા જ ઉમેદવારોને સીધી જાણ કરવામાં આવશે. નિરીક્ષકોએ તમામ બેઠકો ઉપર કોંગ્રેસના નેતા-કાર્યકરો સાથે મુલાકાત કરીને ઉમેદવારોની પેનલ તૈયાર કરી છે. આ પેનલના આધારે કોંગ્રેસ સર્વે કરાવશે. આગામી બે-ત્રણ દિવસમાં જ કોંગ્રેસના નેતાઓની બેઠક મળશે. તેમજ ઉમેદવારો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સીધી પસંદગી કરીને મેન્ડેટ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી મુદ્દે પ્રદેશ પ્રવક્તા રાજીવ સાતવ અને હાઈકમાન્ડ સાથે પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ ચર્ચા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘હાઉડી મોદી’ ની સફળતા પાકને ખુંચી, કહ્યું – ફ્લોપ શો

Sonia Gandhi, Manmohan Singh met Chidambaram in jail