in , , , , , , , , , ,

“નેશનલ ડૉકટર ડે”નો ઇતિહાસ અને મહત્વ…જાણો

ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ નેશનલ ડૉકટર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ડોકટરોને તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માન આપવાનો છે. ડોકટરો સમાજમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સમયે કોરોના મહામારીમાં બચાવમાં ડોકટરો તેમના જીવની ચિંતા કર્યા વગર દેશની સેવામાં રોકાયેલા હતા.

નેશનલ ડૉકટર ડેનો ઇતિહાસ

ભારતમાં 1991 થી નેશનલ ડૉકટર ડે ઉજવવાની શરૂઆત થઈ હતી. ત્યારથી દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ડોકટરોને તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવે છે.

ડો.વિધાનચંદ્ર રાયના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ

ભારતમાં દર વર્ષે 1 જુલાઈએ નેશનલ ડૉકટર ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે નેશનલ ડૉકટર ડેની ઉજવણીનું કારણ એ છે કે ભારતના મહાન ડોકટર વિધાનચંદ્ર રાયનો જન્મ આ દિવસે થયો હતો. 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટના ખજાનચીમાં જન્મેલા ડો.વિધાનચંદ્ર રાય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ રહ્યા હતા.

ભારત રત્ન ડો. વિધાનચંદ્ર રાય

ડો.વિધાનચંદ્ર રાય ભારતના મશહૂર ડોક્ટર હતા, જેની યાદમાં દર વર્ષે 1 જુલાઈએ નેશનલ ડૉકટર ડેની ઉજવણી કરવામાં આવે છે. વિધાનચંદ્ર રાયે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ 1911 માં તબીબી કારકિર્દીની શરૂઆત કરી હતી. ડોક્ટર હોવાની સાથે ભારતની આઝાદીની ચળવળમાં તે મહાત્મા ગાંધીની સાથે રહ્યા હતા. ભારત સરકારે ડો. વિધાનચંદ્ર રાયને ભારત રત્નથી પણ સન્માનિત કર્યા હતા.

નેશનલ ડૉકટર ડેનું મહત્વ

રાષ્ટ્રીય ડોક્ટર દિવસનું ખૂબ જ મહત્વ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ડોક્ટરોએ આપેલા તેમના યોગદાન બદલ આભાર માનવાનો છે. ભારતની મેડિકલ સુવિધાઓને સુધારવામાં ડોક્ટરોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. આજે જો આપણો દેશ કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે, તો દેશના ડોકટરોનું મહત્વનું યોગદાન છે.

(Devanshi)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, સપાટી 318.60 ફૂટ નોંધાઈ

ગુજરાત: આવતીકાલથી GTUની પરીક્ષા લેવાશે: ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા