in , , ,

World Alzheimer Day 2019: જાણો કઇ રીતે થાય છે અલ્ઝાઇમર અને શું છે તેના લક્ષણો

આજે વર્લ્ડ અલ્ઝાઇમર દિવસ છે. મોટા ભાગે 70 વર્ષની ઉંમરે વ્યક્તિ આ બિમારીનો ભોગ બને છે પરંતુ આજકાલ ખરાબ અને અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે 40 વર્ષની ઉંમરે પણ વ્યક્તિ આ બિમારીનો ભોગ બને છે. અલ્ઝાઇમર એક માનસિક બિમારી છે. તેનાથી વ્યક્તિની યાદશક્તિ અને મગજને નુકસાન પહોંચે છે. જો કોઇ વ્યક્તિ આ બિમારીથી પીડિત છે તો તેની વિચાર શક્તિ ખત્મ થઇ જાય છે. આ બિમારી વિશે એવું કહેવાય છે કે કોઇપણ દવાથી આ બિમારીની સારવાર શક્ય નથી અને તેના માટે કોઇ ખાસ દવાની શોધ થઇ નથી.

અલ્ઝાઇમર વિશે પહેલા એવી માન્યતા પ્રવર્તી હતી કે માત્ર વિકસિત દેશોમાં આ બિમારી થાય છે પરંતુ હવે ભારત જેવા વિકાસશીલ દેશો પણ તેના શિકાર બની રહ્યા છે. ભારતમાં અલ્ઝાઇમરના દર્દીઓ મોટી ઉંમરના નહીં પરંતુ નાની ઉંમરના છે. આ બિમારી મગજમાં પ્રોટીનના સંતુલનને નષ્ટ કરે છે અને મગજમાં અનેક પ્રકારની ગડબડી પણ કરે છે.

તે ઉપરાંત મગજમાં કેમિકલ અને પેથોલોજિકલ ફેરફાર પણ થાય છે. આ જ કારણોસર મન અને શરીર વચ્ચેનું જોડાણ ખોરવાઇ છે. જો આપના શરીરમાં પણ આવા કોઇ લક્ષણો જણાતા હોવ તો તાત્કાલિક નિદાન કરાવવું આવશ્યક છે કારણ કે વધતી ઉંમર સાથે આ બિમારી મગજને વધુ નુકસાન પહોંચાડે છે.

અલ્ઝાઇમરના લક્ષણ

  • નિંદ્રા ઓછી થવી
  • ચિંતા, પરેશાની
  • યાદશક્તિ ક્ષીણ થવી
  • નિર્ણયથી જોડાયેલી સમસ્યા
  • વારંવાર એકજ સવાલ પૂછવો
  • થાક લાગવો
  • કોઇપણ કામને મનથી ના કરવું, ફોકસ કરવામાં પરેશાની
  • પૈસાની અછત
  • પરિવારજનોની ઓળખ કરવી મુશ્કેલ
  • કપડાં સીધા-ઉલટા પહેરવા
  • અલ્ઝાઇમરથી આ રીતે રહી શકો છો દૂર

જો આપના ઘરમાં કોઇ વ્યક્તિ અલ્ઝાઇમરથી પીડિત છે તો આવનારી પેઢીને પણ તે બિમાર થઇ શકે છે. જો તમને ખબર પડે કે ઘરમાં કોઇને આ બિમારી છે તો તેનાથી જોડાયેલા લર્નિંગ એક્ટિવિટી પર ફોકસ કરવું જોઇએ. તેનાથી સંલગ્ન સારી સારા પુસ્તકો વાંચવા જોઇએ. ગીત સાંભળવા જોઇએ, ડાન્સ કરવો જોઇએ. પેન્ટિંગ કરવી. તે ઉપરાંત મિત્રો સાથે ફરવા જવું જોઇએ. સૌથી વધુ સમય અભ્યાસમાં આપવો જોઇએ. નિત્યક્રમમાં તેને સામેલ કરવાથી લર્નિંગ પાવર વધુ સારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદના સોલામાંથી નકલી PSI ઝડપાયો

64 બેઠકો પર પેટાચૂંટણી: ઉત્તરપ્રદેશની 11 બેઠકો પર 21 ઓક્ટોબરે વોટિંગ