1. Home
  2. ગુજરાતી
  3. દૂધમાં મિલાવો એલચી અને જુઓ આ કમાલ,ક્યારેય નહીં થાય આ બીમારી
દૂધમાં મિલાવો એલચી અને જુઓ આ કમાલ,ક્યારેય નહીં થાય આ બીમારી

દૂધમાં મિલાવો એલચી અને જુઓ આ કમાલ,ક્યારેય નહીં થાય આ બીમારી

0

લોકડાઉનમાં તણાવને કારણે લોકો તેમના ખાણી- પીણીમાં વિશેષ ધ્યાન આપી શકતા નથી અને તેના કારણે હેલ્થ ખરાબ થાય છે. લોકો ગંભીર બીમારીનો શિકાર થવા લાગે છે. બીમારીની ચપેટમાં આવવાથી બચવા માટે ડાયટની ટેવ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તંદુરસ્ત રહેવા માટે દૂધ પીવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો તમે દૂધ સાથે એલચી મિલાવીને પીશો તો તે તમને અનેક પ્રકારની બીમારીથી દૂર રાખે છે. તમને જણાવી દઈએ કે એલચીનું દૂધ પીવાથી તમને કેવી રીતે ફાયદો થઈ શકે છે.

હાડકા મજબૂત બનાવે છે

હાડકાને મજબૂત બનાવવા માટે દૂધ ખૂબ જ સારું છે. ખરેખર તેમાં ઘણાં બધાં કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે. તો એલચીમાં હાજર કેલ્શિયમની માત્રા તેના ફાયદાઓને બમણી કરે છે. તેથી વૃદ્ધ લોકોને વિશેષ રૂપથી દૂધમાં એલચી મિલાવીને પીવડાવવામાં આવે છે.

પાચનક્રિયા મજબૂત બનાવે છે

એલચી અને દૂધ બંનેમાં ફાઈબરની માત્રા હોય છે જે પાચનક્રિયાને મજબૂત બનાવે છે. ફાઇબર, પોષક તત્વો, આપણા પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તેથી જે લોકોની પાચનક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થતી નથી, તેવા લોકોએ દૂધ અને એલચીનું જમ્યા પછી ચોક્કસપણે સેવન કરવું જોઈએ. તેનાથી પાચકક્રિયા યોગ્ય રીતે કામ કરશે અને પાચન સંબંધી અનેક પ્રકારની બીમારીઓથી પણ બચી શકાશે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ કોઈપણ સમયે હૃદયરોગની ચપેટમાં આવી શકે છે. આટલું જ નહીં, હાઈ બ્લડ પ્રેશરના કારણે હૃદયથી જોડાયેલી કેટલીક ગંભીર બીમારીઓ જેવી કે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી શકે છે. તેનાથી બચવા માટે દૂધ અને એલચી પીવાથી એકદમ ફાયદાકારક સાબિત થાય છે. દૂધ અને એલચી બંનેમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણ હોય છે. આ પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે અસરકારક રીતે કામ કરે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.