1. Home
 2. ગુજરાતી
 3. તમને લૂ થી બચાવશે આ ખાસ ઘરેલું ઉપાયો, ફક્ત કરવું પડશે આ કામ
તમને લૂ થી બચાવશે આ ખાસ ઘરેલું ઉપાયો, ફક્ત કરવું પડશે આ કામ

તમને લૂ થી બચાવશે આ ખાસ ઘરેલું ઉપાયો, ફક્ત કરવું પડશે આ કામ

0

ધગધગતા તાપએ લોકોનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. તેમજ લૂ ને કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. કોરોના મહામારી અને લોકડાઉનથી ભયભીત ચાલીને ઘરે પરત ફરનાર મજબૂર શ્રમિકો માટે આ લૂ જીવલેણ સાબિત થઈ શકે છે. લૂ લાગવાથી પગના તળિયામાં જલન,આંખોમાં જલનની સાથે બેભાન થવાની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો અમે તમને દાદી – નાનીના કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવીએ, જેનો ઉપયોગ તમે ગરમીથી બચવા માટે કરી શકો છો.

લૂ થી બચવા માટે આ ઉપાયને અપનાવો

 • માસ્ક પહેરવાથી સંક્રમિત રોગોથી બચી શકાય છે. જો તમારે તાપ અને લૂ થી બચવું છે, તો ઘરની બહાર નીકળતી વખતે એક છત્રી તમારી સાથે જરૂર રાખો અને માથાને કપડા અથવા ટોપીથી ઢાકીને બહાર નીકળો.
 • ગરમીના દિવસોમાં વારંવાર ઠંડા શરબત પીવો, જેમ કે કેરી પન્ના, શિકંજી. આ તમામ શરબત શરીરને ઘણો ફાયદો કરે છે.
 • બહાર નીકળતી વખતે ખાલી પેટ જશો નહીં. શરીરનું એનર્જી લેવલ આ મોસમમાં જલ્દીથી ઘટતું જાય છે, જેના કારણે લૂ લાગવાની સંભાવના વધી જાય છે.
 • જો તમે AC અથવા કુલરમાં એકદમ ઠંડી જગ્યા પર છો, તો અચાનકથી વધુ ગરમની જગ્યા પર ન જશો. તેનાથી લૂ થવાનું જોખમ રહે છે.
 • ગરમીના દિવસોમાં વારંવાર પાણી પીઓ જેથી શરીરમાં પાણીની કમી ન રહે.
 • ભૂલે ચૂકે પણ તીવ્ર તાપમાંથી આવીને પાણી ન પીઓ. થોડા સમય પછી પાણી પીવું, તે પણ ઠંડુ પાણી ન હોવું જોઈએ.
 • જો વધારે પડતો પરસેવો આવે તો પણ તરત જ ઠંડુ પાણી પીવું જોઈએ નહીં, તે ખતરનાક સાબિત થઈ શકે છે.
 • મોસમી ફળ જેવા કે કેરી, લીચી, તરબૂચ લૂ થી બચાવે છે. તેમનું સેવન જરૂરથી કરો. આ સિવાય દહીં, જીરા છાશ, લસ્સી, જલ જીરા, કેરી પન્ના પણ પીતા રહો.
 • ગરમીના દિવસોમાં તમે લીંબુ પાણી દિવસમાં બેથી ત્રણ વખત પી શકો છો. તેમાં તમે હળવું મીઠું અને ખાંડનું મિશ્રણ કરી શકો છો.
 • ગરમીના દિવસોમાં હળવું ભોજન કરવું જોઈએ, પરંતુ આનો અર્થ એ નથી કે તમે તમારા ડાયટમાં ઘટાડો કરો. હળવું પરંતુ પેટ ભરીને આહાર લેવો.
 • ખોરાકમાં દહીં ખાવાનો પ્રયત્ન કરો. તે તમારા શરીરને અંદરથી ઠંડુ રાખે છે.
 • શાકભાજીનું સૂપ બનાવીને પીવાથી લૂ થી બચી શકાય છે.
 • ગરમીની ઋતુમાં જમ્યા પછી ગોળ, ટામેટાની ચટણી, નાળિયેર અને પેથા જરૂર ખાઓ. તેનાથી લૂ લાગવાનું જોખમ ઓછું થાય છે.

લૂ લાગ્યા પછી શું કરવું જોઈએ

 • દાદી – નાનીના ઘરેલું ઉપાયો મુજબ, લૂ લાગ્યા બાદ તેનાથી બચવા માટે કાચી કેરીનો લેપ શરીર પર લગાવવો જોઈએ.
 • આ ઉપરાંત પગના તળિયા ઉપર કેરીની ગોટલી વડે માલિશ પણ કરવી જોઈએ.
 • જો ગરમીથી શરીર પર ફોલ્લીઓ થઈ છે, તો ચણાનો લોટ પાણીમાં ઓગાળીને ફોલ્લી પરની જગ્યાએ લગાવવાથી રાહત મળે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.