1. Home
  2. ગુજરાતી
  3. આ ભારતીય ઘરેલું ઉપાયથી ઘટશે કોરોના વાયરસનું જોખમ, બ્રિટનમાં થયેલ સંશોધનના દાવાઓ
આ ભારતીય ઘરેલું ઉપાયથી ઘટશે કોરોના વાયરસનું જોખમ, બ્રિટનમાં થયેલ સંશોધનના દાવાઓ

આ ભારતીય ઘરેલું ઉપાયથી ઘટશે કોરોના વાયરસનું જોખમ, બ્રિટનમાં થયેલ સંશોધનના દાવાઓ

0
  • બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી ખાતે સંશોધન
  • મીઠાના પાણીથી કોગળા કરવાથી કોરોના વાયરસનું જોખમ ઘટશે
  • 66 દર્દીઓ પર 12 દિવસ સુધી અભ્યાસ
  • આયુષ મંત્રાલયે લોકોને ગરમ પાણી પીવાની આપી સલાહ

કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે તેના બચાવ અને તેની સારવાર માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. એક તરફ તેની વેક્સિન વિશે સકારાત્મક પરિણામો આવી રહ્યા છે,તો બીજી તરફ ઘણી કંપનીઓ તેની દવા તૈયાર કરવામાં વ્યસ્ત છે. હાલમાં, પહેલેથી જ ઉપલબ્ધ દવાઓ દ્વારા કોરોના વાયરસના લક્ષણોની સારવાર કરવામાં આવી રહી છે અને દર્દીઓ સ્વસ્થ થઈ હોસ્પિટલોથી પાછા તેમના ઘરે જઇ રહ્યા છે. તેના બચાવ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સમયાંતરે સલાહ અને સૂચનો જારી રાખે છે, જ્યારે આયુષ મંત્રાલયે પણ આયુર્વેદમાં કોરોના વાયરસથી બચાવવા અને ઘરેલું ઉપાયો અંગેના પગલા પણ આપ્યા છે. લોકો કોરોનાથી બચવા માટે વિવિધ પ્રકારના ઘરેલું ઉપાય અપનાવી રહ્યા છે. મીઠાના પાણીથી કોગળા કરવા તેમાંથી એક છે. બ્રિટનના શોધકર્તાઓએ પણ તાજેતરના સંશોધન અધ્યયનમાં આની પુષ્ટિ કરી છે.

બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીના શોધકર્તાઓએ કોગળા પર સંશોધન અભ્યાસ હાથ ધર્યો છે. શોધકર્તાના જણાવ્યા મુજબ, મીઠાના પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણો ખુબ જ હદ સુધી ઓછા થઈ શકે છે.

બ્રિટેનના શોધકર્તાઓએ કોરોના વાયરસથી સંક્રમિત 66 દર્દીઓ પર અભ્યાસ કર્યો છે. શોધકર્તાઓએ 12 દિવસ સુધી આ અભ્યાસ કર્યો હતો. આ 66 દર્દીઓને સારવારમાં ગરમ પાણીમાં મીઠું મિલાવી તેના કોગળા કરવાનું કહેવામાં આવ્યું હતું. 12 દિવસ પછી જ્યારે આ દર્દીઓના નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, ત્યારે સંક્રમણનાં લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળ્યાં હતાં.

પહેલા પણ આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે કોગળાની મદદથી કોરોના વાયરસ સંક્રમણ ફેલાવાનું જોખમ ઘટાડી શકાય છે. તેમણે કહ્યું કે જો માઉથવોશ / કોગળા નિયમિત અંતરાલમાં કરવામાં આવે તો કોરોના વાયરસની તીવ્રતા ઓછી થઈ શકે છે.

હાલમાં આયુષ મંત્રાલયે લોકોને ગરમ પાણી પીવાની સલાહ પણ આપી છે. આયુષ મંત્રાલયની ગાઇડલાઇન્સ પ્રમાણે સવારે અને સાંજે ગરમ પાણીથી સેવન કરવાથી ગળું સાફ રહે છે અને તે જ સમયે વાયરલ સંક્રમણના જોખમથી પણ બચી શકાય છે. કોગળા એ ભારતીય જીવનશૈલીનો એક હિસ્સો રહ્યો છે. ગળામાંથી દુખાવો, અવાજ બેસી જવાની સ્થિતિમાં ભારતીયો તેનો ઉપયોગ ઘરેલું ઉપાય તરીકે કરે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.