in , ,

ચપટું નાક, મોટા કાન, માત્ર 3 દાંત, 1 લાખ વર્ષ પહેલા આપણે આવા દેખાતા હતા

આપણા ડેનિસોવંસ પૂર્વજ (માનવજાતિની વિલુપ્ત પ્રજાતિ જે સાઇબેરિયાથી દક્ષિણ પૂર્વ એશિયામાં ફેલાયેલી હતી), જેઓ 1 લાખ વર્ષ પહેલા ધરતી પર રહેતા હતા. તેઓ કેવા દેખાતા હશે તેનું અત્યારસુધી માત્ર અનુમાન લગાવી શકાતું હતું. ડેનિસોવંસના ગુલાબી રંગના હાડકાં, ત્રણ દાંત અને નીચલુ જડબુ હતું. પરંતુ હવે તેઓને એક ચહેરો પણ મળ્યો છે. આનુવાંશિક ડેટાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો એ હવે લાંબા સમયથી ખોવાયેલા આ પૂર્વજોનું પુનનિર્માણ કર્યું છે.

ઇઝરાયલના જેરુસલેમની હિબ્રૂ યુનિવર્સિટીની શોધ લેખક લિરાન કાર્મેલે કહ્યું કે અમે ડેનિસોવંસના હાડપીંજર એનોટમી પહેલા પુનર્નિર્માણ માટે પ્રસ્તુત કર્યું છે.

કાર્મેલે કહ્યું કે અનેક રીતે ડેનિસોવંસ નિએંડરથલથી મેળ ખાતા હતા, પરંતુ કેટલાક લક્ષણો આપણી સાથે મેળ ખાતા હતા અને એક દૃષ્ટિએ તેઓ અસાધારણ હતા. સમગ્ર રીતે શોધકર્તાઓએ 56 એનાટોમિકલ ફીચરની ઓળખ કરી હતી. જેમાં ડેનિસોવંસ, આધુનિક માનવ તેમજ નિએંડરથલથી ભિન્ન હતા. તેમાંથી કુલ 34 તફાવતો ખોપડીઓમાં છે. આ શોધને જર્નલ સેલમાં પ્રકાશિત કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અશોકથી પ્રેરીત થઈને સિંહાસન ત્યાગવા ઈચ્છતા હતા યુધિષ્ઠિર!: રોમિલા થાપરનું “અદભૂત” ઈતિહાસ જ્ઞાન

પર્યાવરણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવી રહ્યું છે ભારત, સંયુક્ત રાષ્ટ્ર એ કરી પ્રશંસા