1. Home
  2. ગુજરાતી
  3. વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને બનાવે છે મજબૂત, આ ફળો અને શાકભાજીનું કરો સેવન
વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને બનાવે છે મજબૂત, આ ફળો અને શાકભાજીનું કરો સેવન

વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને બનાવે છે મજબૂત, આ ફળો અને શાકભાજીનું કરો સેવન

0
  • કોરોના વાયરસથી બચવા આ વસ્તુઓ ઇમ્યુન સિસ્ટમને બનાવી શકે છે મજબૂત
  • વિટામિન સી શરીરના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં ફાયદાકારક
  • વિટામિન સી હૃદય રોગ, આંખના રોગો અને ત્વચાની કરચલીઓ ઘટાડવામાં મદદગાર
  • લીંબુ, નારંગી, આમળા, દ્રાક્ષ વગેરેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે

કોરોના વાયરસથી બચવા માટે દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં વ્યસ્ત છે. કોરોના વાયરસમાં કઈ વસ્તુઓ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી શકે છે, તેમના માટે આયુષ મંત્રાલય દ્વારા કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે આ સૂચનો સિવાય, તમે તમારા રૂટિન આહારમાં વિટામિન સીને શામિલ કરી શકો છો. વિટામિન સી શરીરના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં ફાયદાકારક સાબિત થાય છે.

વિટામિન સીના ફાયદા શું છે?

Webmd પરના પ્રકાશિત રિપોર્ટ મુજબ, વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, હૃદય રોગ, જન્મથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ, આંખના રોગો અને ત્વચાની કરચલીઓ ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

આ ફળ અને શાકભાજીને તમે તમારા આહારમાં શામેલ કરી શકો છો

ખાટા ફળ જેવા કે લીંબુ, નારંગી, આમળા, દ્રાક્ષ વગેરેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેને દરરોજ ખાવાથી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શકાય છે.

પાલક

આયર્નનો બેસ્ટ સોર્સ માનવામાં આવેલા પાલકમાં વિટામિન સી પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. નિયમિતપણે પાલકનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બની શકે છે. કેન્સર, સંધિવા અને ઓસ્ટિઓપોરોસિસના દર્દીઓને પાલકનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

સૂકી દ્રાક્ષ

સૂકી દ્રાક્ષનું સેવન તમને માત્ર પોષક તત્વો જ નહીં, પણ મિનરલના અવશોષણમાં પણ મદદ કરે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.