1. Home
  2. ગુજરાતી
  3. ઘરને કોરોનામુક્ત રાખવા અપનાવો આ ટિપ્સ, આટલી વસ્તુનું રાખજો ધ્યાન
ઘરને કોરોનામુક્ત રાખવા અપનાવો આ ટિપ્સ, આટલી વસ્તુનું રાખજો ધ્યાન

ઘરને કોરોનામુક્ત રાખવા અપનાવો આ ટિપ્સ, આટલી વસ્તુનું રાખજો ધ્યાન

0

વિશ્વભરમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોના મનમાં તેનો ભય ફેલાયેલો છે તેથી લોકો માસ્ક, સેનિટાઇઝર જેવી રક્ષણાત્મક વસ્તુઓનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. પરંતુ જેટલું ધ્યાન તમે પોતાનું રાખો છો એટલું ધ્યાન તમે તમારા ઘરનું પણ રાખો છો ખરા? સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે જે રીતે તમે તમારા હાથ વારંવાર સેનિટાઈઝરથી સાફ કરો છો તેવી જ રીતે તમારા ઘરને જંતુરહિત કરવાની જરૂર હોય છે.

રસોઈ પૂર્ણ કર્યા બાદ કરો આ કામ

તમારા કીચન કપબર્ડ, પ્લેટફોર્મ, ફ્રીજ વગેરેની સપાટી પર જંતુ ચોંટી રહેવાની શક્યતા હોય છે. તેથી તેને સાબુના પાણી વડે અથવા અન્ય કોઈ પ્રવાહીથી સાફ કરવા જોઈએ. રસોઈ બનાવવાનું કામ પૂરું થાય કે તરત જ આ કામને પ્રાધાન્ય આપવું જોઈએ.

જો તમે શાકભાજી કરિયાણું કંઈ પણ લાવ્યા હોઈ ત્યારબાદ કરો આ કામ

શાકભાજી, ફળો, કરિયાણું વગેરે ખરીદવા જાઓ ત્યારે ઘરમાં આવ્યાની પહેલા જ તેની થેલી સારી રીતે સાફ કરી લો અથવા ઘરના ખૂણામાં ૨૪થી ૪૮ કલાક માટે મૂકી રાખો. આ સમય દરમિયાન તેને અડો નહીં. જે વસ્તુઓ પ્લાસ્ટિકમાં પેક થઈને આવી હોય તે પેકેટ થોડું ડિટર્જન્ટ નાખેલા પાણીથી ધોયા પછી સાદા પણી વડે ધોઈને સુકવી દો. દૂધની થેલીઓ પણ દરરોજ આ રીતે ધોયા પછી જ દૂધ તપેલામાં ઠાલવવું.

ઘરે પરત ફર્યા બાદ કરો આ કામ

શાકભાજી, ફળો, કરિયાણું, ઔષધિઓ જેવી જીવનજરૃરિયાત ચીજ-વસ્તુઓ ખરીદવાની હોય તો જ ઘરની બહાર નીકળો. શક્ય હોય તો એકસાથે વધારે સામાન લઈ રાખો જેથી વારંવાર ઘરથી બહાર નીકળવાની જરૂર ન પડે. ખરીદી કરીને પરત ફર્યા પછી તરત જ સ્નાન કરો અને તમારા વસ્ત્રો પણ સાબુથી ધોઈ લો. ઘરમાં બેઠાં હો ત્યારે પણ વારંવાર હાથ ધોતાં રહો. ખાસ કરીને દરવાજાના હેંડલ, સ્વીચ વગેરેને અડયા પછી તરત જ સાબુ વડે હાથ ધૂઓ.

ઘરના ખૂણેખૂણા સાફ કરવા કરો આ કામ

ઘરના ખૂણેખૂણા સાફ કરવા હાઈપોકલોરાઈટ અથવા બ્લીચિંગ પાવડરનો વપરાશ કરી શકાય. જો તમારા ઘરમાં કોઈ માંદુ પડે તો તેનાથી ચોક્કસ અંતર જાળવી રાખવું જોઈએ. તેમાં માંદી પડેલી વ્યક્તિને પણ ખોટું ન લાગવું જોઈએ. તેના કપડાં પણ અલગ ધોવા જોઈએ.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.