1. Home
  2. ગુજરાતી
  3. સાકર ખાવાથી શરીરને થાય છે આ ફાયદા, તમે પણ જાણો
સાકર ખાવાથી શરીરને થાય છે આ ફાયદા, તમે પણ જાણો

સાકર ખાવાથી શરીરને થાય છે આ ફાયદા, તમે પણ જાણો

0
  • સાકરનું સેવન આરોગ્ય માટે છે ફાયદાકારક
  • સાકરના સેવનથી બીમારીઓ થઈ જશે છુ
  • સાકરના સેવનથી તમામ સમસ્યા દૂર થાય છે

જો તમે અત્યાર સુધી સાકરનું સેવન ફક્ત માઉથ ફ્રેશનરની રીતે જ કરો છો, તો હવે તેને પોતાના ડાયટમાં પણ શામેલ કરી લો, કારણ કે સાકર સેહત માટે ફાયદાકારક છે. તેમાં આપણને ઘણી બિમારીઓથી દૂર રાખવાની ક્ષમતા ધરાવે છે.

ડાયેટિશિયન અમૃત જયસ્વાલ કહે છે કે પહેલા લોકો જમ્યા બાદ અને વચ્ચે – વચ્ચે પણ સાકર ખાતા હતા, પરંતુ હવે લોકો તેનો ઉપયોગ કરતા નથી , લોકોને ડર રહે છે કે તેને ખાવાથી સુગરની બીમારી થઇ જશે,પરંતુ તેના ઘણા ફાયદા છે, જો આપણે તેને આપણા ડાયટમાં શામેલ કરીએ તો તેની અસર જોવા મળશે.

જાણો સાકર ખાવાના ફાયદા

શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધવું.

નિયમિત રીતે સાકરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે. તો સાથે લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થતું હોય છે. શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોવાથી લોહીની ઉણપ સર્જાય છે. કંઇ પણ કામ કર્યા વગર થાક અનુભવવો, નબળાઇનો અહેસાસ થવો તેમજ ઘણા લોકોને ચક્કર આવે છે. જો તમે આ તમામ સમસ્યાઓમાંથી પરેશાન થઈ રહ્યા છો, તો પછી નિયમિતરૂપે સાકરનું સેવન કરવું જરૂરી છે.

શરીરને ઊર્જા મળે છે.

મોઢાના સ્વાદમાં વધારો કરવા સિવાય સાકરનું સેવન કરવાથી શરીરને ઊર્જા પણ મળે છે. વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.

નાકમાંથી લોહી નીકળવાનું બંધ થઈ જાય છે.

ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. સાકરનું સેવન કરવાથી તરત નાકમાંથી લોહી નીકળવું બંધ થાય છે.

પાચન ક્રિયા સારી રીતે થાય છે.

સાકરનું સેવન કરવાથી પાચન ક્રિયા બરોબર થાય છે. સાકરમાં ડાયજેસ્ટિવ ગુણ હોય છે, જેથી ખાવામાં ઝડપથી અને આરામથી પચી જાય છે. તેથી જમ્યા બાદ સાકરનું સેવન કરવું જરૂરી છે.

ઉધરસ અને શરદીમાં ફાયદાકારક છે.

ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો તમે સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી રાહત મળશે.

(દેવાંશી)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.