1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં ફક્ત તરબૂચ જ નહિં તેની છાલ પણ તમને આ ગંભીર રોગોથી દૂર રાખશે
ઉનાળામાં ફક્ત તરબૂચ જ નહિં તેની છાલ પણ તમને આ ગંભીર રોગોથી દૂર રાખશે

ઉનાળામાં ફક્ત તરબૂચ જ નહિં તેની છાલ પણ તમને આ ગંભીર રોગોથી દૂર રાખશે

0
  • તરબૂચ જ નહીં પરંતુ તેની છાલ ખાવાથી થાય છે ફાયદો
  • તરબૂચના બી અને છાલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
  • તરબૂચની છાલ હૃદય, કિડની, બીપી નિયંત્રણ, વજન ઘટાડવામાં થાય છે મદદરૂપ

તરબૂચને ઉનાળાની ઋતુમાં ખાવામાં આવે છે. ઉનાળામાં તે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તરબૂચના જે ભાગને તમે ફેંકી દો છો તેને પણ ખાઈ શકાય છે. તરબૂચના બી અને છાલ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તરબૂચની લીલી ત્વચા અને ગુલાબી પલ્પ વચ્ચેનો સફેદ ભાગ ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે.

હેલ્થલાઈનના સમાચાર મુજબ, તરબૂચના આ ભાગમાં Citrulline હોય છે,જે તમને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં મદદ કરે છે. તે એમિનો એસિડ છે, જે હૃદય, રુધિરાભિસરણ તંત્ર અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. આ સિવાય તરબૂચની છાલમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંક પણ હોય છે. ચાલો તમને જણાવીએ કે તરબૂચની છાલ સેહત માટે કેવી રીતે સારી સાબિત થઈ શકે છે.

હૃદય માટે એટલું જ ફાયદાકારક

તરબૂચની છાલ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તે બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રાખે છે જે હૃદય માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં હાજર Citrulline લોહીના પ્રવાહને સારી રીતે બનાવવા અને હાર્ટ ફેલ્યોર અને કોરોનરી આર્ટરી બિમારીના રોગોમાં ફાયદાકારક છે

કિડનીને રાખે છે સ્વસ્થ

તરબૂચની છાલમાં પોટેશિયમ હોય છે, જે કિડનીને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. તરબૂચની છાલમાં હાઇડ્રેટિંગ ગુણ હોય છે જે યુટીઆઈમાં પણ ફાયદાકારક છે. યુટીઆઈની સમસ્યામાં તમે નિયમિતપણે એક ગ્લાસ તાજા તરબૂચનો રસ પી શકો છો.

બીપી નિયંત્રણ અને વજન ઘટાડવામાં મદદરૂપ

તરબૂચથી લઇ તરબૂચની છાલ તમારા હાઈ બીપીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે અને બદલામાં બ્લડ પ્રેશરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. તરબૂચની છાલ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.