1. Home
  2. ગુજરાતી
  3. શું માસ્ક પહેરીને કોરોના વાયરસથી બચી શકાય છે ખરા?, વાંચો ક્યારે પહેરવું જોઇએ માસ્ક
શું માસ્ક પહેરીને કોરોના વાયરસથી બચી શકાય છે ખરા?, વાંચો ક્યારે પહેરવું જોઇએ માસ્ક

શું માસ્ક પહેરીને કોરોના વાયરસથી બચી શકાય છે ખરા?, વાંચો ક્યારે પહેરવું જોઇએ માસ્ક

0
  • ભારતમાં કોરોનાના 50 હજારથી વધુ નોંધાયા કેસ
  • 1,700 થી વધુ લોકોના મોતની પુષ્ટિ
  • 15 હજારથી વધુ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ
  • બહાર નીકળેલા દરેક વ્યક્તિએ માસ્કથી મો ઢાકવું – ભારત સરકાર
  • જે લોકો બીમાર નથી તેઓએ માસ્ક ન પહેરવા – WHO
  • માસ્ક પહેરવો કે નહીં તે વિવાદાસ્પદ મુદ્દો

ભારતમાં કોરોનાના કારણે 50 હજારથી વધુ કેસ નોંધાયા છે. તો આના કારણે 1,700 થી વધુ લોકોના મોતની પુષ્ટિ પણ થઈ ચુકી છે. તો બીજી તરફ, 15 હજારથી વધુ દર્દીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ચુક્યા છે. ઘણા દેશોએ લોકોને કોરોના વાયરસથી સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી. લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓએ તેમના ઘરમાં જ રહેવું અને કટોકટીની સ્થિતમાં જ ઘરની બહાર નીકળવું. આને કારણે ભારત સરકારે 3 મેના રોજ આખા દેશમાં લોકડાઉનની ઘોષણા કરી હતી. ત્યારબાદ સરકારે 17 મે સુધી લોકડાઉન વધાર્યું, પરંતુ જે વિસ્તારમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી હતી તેવા વિસ્તારોમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ ભારત સરકારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે બહાર નીકળેલા દરેક વ્યક્તિએ માસ્કથી મો ઢાકવું.

ભારત સહિત અન્ય દેશોમાં પણ ધીમે ધીમે લોકડાઉન ખોલવાનું શરૂ કર્યું છે અને લોકોને સાવચેત રહેવાનું જણાવ્યું છે. લોકોને કહેવામાં આવ્યું છે કે સ્વચ્છતાની કાળજી લેવી, હાથને નિયમિત રીતે સાફ કરવા, માસ્ક પહેરવું અને એકબીજાના સંપર્કમાં ઓછું આવવું એટલે કે સોશિયલ ડિસ્ટેંસિંગનું સંપૂર્ણ રીતે પાલન કરવું. પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે કે શું માસ્ક પહેરવાથી બચાવ સંભવ છે? અથવા માસ્ક પહેરવું સુરક્ષિત છે? પરંતુ જેટલું સરળતાથી આ સવાલના જવાબ માટે વિચારી રહ્યાં છો, તેટલું સરળ નથી

ઘણા દેશો જેવા કે બ્રિટન, યુએસએ અને સિંગાપુરમાં લોકોને સલાહ આપવામાં આવી છે કે જો તેઓ બીમાર નથી તો માસ્ક ન પહેરવા. આ સલાહ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આધારે જારી કરવામાં આવી છે અને કદાચ આ જ કારણ છે કે તમે આ દેશોના રસ્તાઓ પર ખુબ જ ઓછા લોકોને માસ્ક પહેરેલા જોયા હશે. પરંતુ ઘણા દેશો ચીન, હોંગકોંગ, તાઇવાન, દક્ષિણ કોરિયા અને જાપાનમાં માસ્ક પહેરવું એ એક સોશિયલ ક્લચર જ બની ગયું છે.

ઘણા લોકોનું કહેવું છે કે જે લોકો સ્વસ્થ લાગે છે તેમને પણ વાયરસ હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે જે લોકો સ્વસ્થ છે તે લોકો પણ માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે. જો કે, માસ્ક પહેરવો કે નહીં તે વિવાદાસ્પદ મુદ્દો છે. આવી ઘણી બાબતો છે.માસ્ક પહેરેલા લોકો પર પણ હુમલા થયા છે, કારણ કે મોટાભાગના દેશોમાં માસ્ક પહેરવાનું વલણ બિલકુલ રહ્યું જ નથી. આ દરમિયાન ચીન અને દક્ષિણ કોરિયામાં જેઓ માસ્ક પહેરતા નથી તેઓને ખોટા માનવામાં આવે છે.

માસ્ક ક્યારે પહેરવું

જો તમે સ્વસ્થ છો તો માસ્ક પહેરવાની જરૂર ત્યાર છે જયારે તમે કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની સંભાળ લઈ રહ્યા હોવ. જો તમને શરદી કે ઉધરસ, ગળામાં દુખાવો અને થાક હોય તો માસ્ક પહેરો અને ઘર પર જ રહો. કેટલાક લોકોને લાગે છે કે માસ્ક પહેરી લીધું તો સુરક્ષિત થઇ ગયા પરંતુ એવું નથી. માસ્ક પહેરવાનું કામ ત્યારે જ થશે જ્યારે તમારા હાથ સાફ હશે.સમય- સમય પર તમારા હાથ સાફ કરતા રહો અને હાથ સાફ કરવા માટે આલ્કોહોલ આધારિત હેન્ડ સોપ અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

માસ્ક કેવી રીતે પહેરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો

માસ્ક પહેરતા પહેલા તમારા હાથને સાફ કરી લો. આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર અથવા સાબુથી હાથને સારી રીતે ધુઓ. માસ્ક એવી રીતે પહેરવું કે મોં અને નાક સંપૂર્ણપણે ઢકાઈ જાય અને તમારા માસ્ક અને મો વચ્ચે કોઈ અંતર ન રહે તે રીતે પ્રયાસ કરો. માસ્ક પહેરતી વખતે માસ્કને અડશો નહીં. તેને માસ્ક બેલ્ટથી પહેરો. જ્યારે તમે માસ્ક દૂર કરી રહ્યા હો, ત્યારે તેને પાછળથી દૂર કરો. તેને સામેથી સ્પર્શ કરશો નહીં.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.