in ,

ઘરે જ બનાવો લીલી તુવેરના દાણાની ગરમા- ગરમ અને ચટપટી સ્વાદિષ્ટ કચોરી

સાહીન મુલતાની-

આજે રવિવાર એટલે પરિવાર સાથેનો વાર, રવિવાર હોય પરિવારના સભ્યો સાથે હોય અને એમા પણ જો ગરમા ગરમ લીલવાની કચોરી મળી જાય તો શું કહંવું છે તમારું,મજા પડી જાય ને,તો ચાલો આજે આપણે બનાવીએ લીલી તુવેરના દાણાની કચોરી,ખુબ જ સ્વાદીષ્ટ અને નાના-મોટા સૌ કોઈની પ્રિય.

 મેંદાની પુરી બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ – મેંદો
  • સ્વાદ પ્રમાણે મીઠૂં
  • એક ચપટી -અજમો
  • તેલ
  • પાણી

સૌ પ્રથમ મેંદામાં મીઠૂં,તેલ અને અજમો નાખીને લોંટ બાંઘી લેવો,ત્યાર બાદ  લોટ પર તેલ લગાવીને લોટ બરાબર પેક રહે અને સુકાય નહી, તે રીતે ઢાંકીને મુકી રાખવો .

કચોરીનું પુરણ બનાવવા માટેની સામગ્રી                                                         

  • 500 ગ્રમા- લીલી તુવેરના દાણા
  • તેલ -કચોરી તળવા માટે
  • અડઘો કપ- તલ
  • 3 ચમચી- આદુ મરચાની અઘકચરી વાટેલી પેસ્ટ
  • 1 ચમચી – ખાંડ
  • 2 ચમચી – લીંબુનો રસ
  • 1 મોટી ચમચી – વાટેલો ગરમ મસાલો
  • 5-6 પત્તા –કઢી લીમડો
  • અડઘી ચમચી – હરદળ
  • મીઠૂં- સ્વાદ પ્રમાણે
  • 1 મોટી વાટકી – ઝીણા સમારેલા લીલા ઘાણા
  • 1 નાની વાટકી – મોરા સીંગદાણા વાટેલા
  • 1 નાની વાટકી – લીલા કોપરાનું છીણ

કચોરી બનાવવાની રીત

લીલી તુવેરના દાણાને એક તપેલીમાં પાણી અને મીઠૂં નાખીને કાચા ન રહે તે રીતે બાફી લેવા.તુવેરના દાણા બરાબર બફાઈ જાય ત્યાર બાદ તેને અઘકચરા વાટી લેવા.

એક કઢાઈમાં તેલ ગરમ કરવું,તેમાં રાય થવા દેવી,રાય થયા બાદ કઢી પત્તા,આદુ-મરચાની પેસ્ટ તેલમાં સાંતળની,ત્યાર બાદ તેમાં મીઠૂં ,હરદળ,તલ,ખાંડ અને વાટેલા શીંગદાણાનો ભુકો નાખીને બરાબર સાંતળવું.

 આ મિશ્રણમાં અઘકચરા વાટેલા લીલા તુવેરના દાણા નાખીને ગેસની આંચ ઘીમી કરી ચમચા વડે બરાબર મિક્સ કરતા રહેવું, બરાબર મસાલો મિક્સ થઈ ગયા બાદ ગેસ બંઘ કરીને કઢાઈ નીચે ઉતારવી

હવે આ કઢાઈમાં જ લીલા ઘાણા,લીલા કોપરાનું છીણ,લીંબુનો રસ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરવું,તૈયાર છે કચોરીમાં ભરવા માટેનું પુરણ.

હવે આગળથી આપણે મેંદાનો લોટ બાંઘી રાખ્યો હતો,તેમાંથી નાની નાની પુરી વણવી,આ પુરીમાં એક ચમચી જેટલું લીલવાનું પુરણ મુકીને નાની-નાની કચોરી બનાવવી,જ્યારે કચોરી ગોળ-ગોળ વાળતા હોવ ત્યારે મેંદાનો જે વઘારાનો ભાગ ઉપર હોય તેને કાઢી લેવો.એક એક કરીને બઘા જ પુરણની કચોરી બવાનીલો.

એક કઢાઈમાં તેલ ગરમ કરીને કચોરીને તળી લો,ઘ્યાન રાખવું કચોરી ઘીરા ગેસ પર તળવી અને જ્યારે કઢાઈમાં કચોરી નાંખો ત્યારે તેને સતત ફેરવતા રહો જેથી કરીને કચોરી એક બાજુ બરી ન જાય,આ રીતે તૈયાર છે તમારી ગરમા-ગરમ લીલવાની કચોરી.ખજુર-આમલીની ચટણી, ટોમેટો શોસ કે પછી ગોળ-આમલીની ચટણી સોથે તમે કચોરી ગરમ ગરમ સર્વ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

નાગરિકતા સંશોઘન બિલને લઈને સીએમ મમતા બેનર્જીએ લોકોને હિંસાથી દુર રહેવા અપીલ કરી

ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું : નલિયામાં ઠંડીનો પારો 9 ડિગ્રી પહોંચ્યો