1. Home
  2. ગુજરાતી
  3. રશિયામાં PM મોદીનું એલાન – ટૂંક સમયમાં ચેન્નાઇ-વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજ ચાલશે
રશિયામાં PM મોદીનું એલાન – ટૂંક સમયમાં ચેન્નાઇ-વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજ ચાલશે

રશિયામાં PM મોદીનું એલાન – ટૂંક સમયમાં ચેન્નાઇ-વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજ ચાલશે

0
  • PM મોદીની રશિયા યાત્રાનો બીજો દિવસ
  • ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમમાં ગેસ્ટ છે મોદી
  • જાપાનના PM શિંજો આબે સાથે મુલાકાત
  • ભારત-રશિયા વચ્ચે કુલ 15 સમજૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે રશિયાના પ્રવાસે છે. બુધવારે પીએમ મોદીએ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી અને આજે પણ તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદીએ ગુરુવારે સવારે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આજે પીએમ ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમમાં શામેલ થયા હતા અને બિઝનેસ પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી.

PM મોદીએ આ દરમિયાન રશિયાના પૂર્વીય ભાગના દરેક 11 ગવર્નરોને ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે આજે ભારત-રશિયાના સંબંધો ઐતિહાસિક સ્તરે છે. ભારત-રશિયા સંયુક્તપણે અવકાશ ક્ષેત્રે દૂરી પાર કરશે અને સમુદ્રના ઊંડાણ સુધી પહોંચશે. ખૂબજ જલ્દી ચેન્નાઇ અને વ્લાદિવોસ્તોક વચ્ચે જહાજો ચાલશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર એક્ટ ઇસ્ટ મિશન પર કામ કરી રહી છે. ભારત-રશિયા વચ્ચે અંદાજે 50 સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. ભારત કુદરતના સંરક્ષણ માટે પગલાં લઇ રહ્યું છે. પૂર્વીય વિસ્તારના વિકાસ માટે ભારત 1 બિલિયન ડૉલરનું લાઇન ઑફ ક્રિડેટ આપશે.

EEF કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે વ્લાદિમીર પુતિન રશિયાના પૂર્વીય વિસ્તાર તરફ વધુ ઝોક ધરાવે છે જે તેની નીતિમાં સ્પષ્ટપણે પ્રતિત થાય છે. ભારત દરેક ડગલે રશિયા સાથે ચાલવા માંગે છે. ભારતમાં અમે દરેકનો સાથ, દરેકનો વિકાસ અને દરેકનો વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહ્યા છે, 2024 સુધી ભારતને 5 ટ્રિલિયન ડૉલરની ઇકોનોમી બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ.

ભારત-રશિયાના સહયોગથી વિકાસની ઝડપ 1+1=11 થશે. હાલમાં જ અનેક નેતાઓ અહીંયા આવ્યા હતા અને અનેક વિષયો પર ચર્ચા થઇ હતી.

પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ચૂંટણી પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. 130 કરોડો લોકોએ મારા પર ભરોસો રાખ્યો છે. રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત બાદ રશિયાની પ્રતિભા જોવાનો અવસર પ્રાપ્ત થયો છે. ભારત અને પૂર્વીય વિસ્તારના સંબંધો ખૂબજ જૂના છે. ભારત પહેલો એવો દેશ છે જેમણે અહીંયા દુતાવાસ ખોલ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સોવિયત રશિયા સમયે પણ ભારત-રશિયાના સંબંધો મજબૂત હતા. વ્લાદિવોસ્તોક બન્ને દેશો માટે મહત્વપૂર્ણ સ્થાન છે, ભારતે અહીંયા એનર્જી સેક્ટર અને અન્ય સ્ત્રોતોમાં રોકાણ કર્યું છે.

ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમમમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે ભારત, ચીન, કોરિયા, મલેશિયા, જાપાન, મંગોલિયા જેવા દેશો સાથે અમારો સાથ અતૂટ છે. એશિયા પેસિફિક પ્રાંતોના દેશોનો આગામી દાયકામાં દુનિયામાં પ્રભાવ હશે.

વાંચો સંપૂર્ણ કાર્યક્રમ વિશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમમાં પહોંચ્યા છે. અહીંયા તેની સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ ઉપસ્થિત છે. આ કાર્યક્રમમાં જાપાન, માલદીવ, મલેશિયાના પીએમ પણ ઉપસ્થિત છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના વ્લાદિવોસ્તોકમાં ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા પહોંચ્યા છે. અહીંયા પ્રધાનમંત્રે ભારતીય બિઝનેસ પેવેલિયનની મુલાકાત કરી હતી.

ભારત-જાપાન વચ્ચે 2+2 લેવલની મીટિંગ થશે

પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચેની મુલાકાત વિશે જાણકારી આપતા વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું હતું કે પીએમ મોદી અને શિંજો આબે વચ્ચે અનેક મુદ્દા પર ચર્ચા થઇ હતી. જાપાની પીએમ ટૂંક સમયમાં ભારતના પ્રવાસે આવશે. બન્ને દેશો એ વાત પર સહમત થયા હતા કે ટૂંક સમયમાં બન્ને દેશો વચ્ચે 2+2 મંત્રી લેવલની બેઠક થશે, જેમાં વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી શામેલ થશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.