1. Home
  2. Political
  3. બીજા તબક્કામાં 11 રાજ્યા અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર વોટિંગ પૂર્ણ, 61.12 ટકા નોંધાયું મતદાન
બીજા તબક્કામાં 11 રાજ્યા અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર વોટિંગ પૂર્ણ, 61.12 ટકા નોંધાયું મતદાન

બીજા તબક્કામાં 11 રાજ્યા અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર વોટિંગ પૂર્ણ, 61.12 ટકા નોંધાયું મતદાન

0

નવી દિલ્હી: બીજા તબક્કાની 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. આ તબક્કામાં કુલ 61.12 ટકા મતદાન નોંધાયું છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, આસામમાં 73.32 ટકા, બિહારમાં 58.14ટા, છત્તીસગઢમાં 68.70 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 43.37 ટકા, કર્ણાટકમાં 61.80 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા, ઓઢિશામ0ABE 57.41 ટકા, પુડ્ડુચેરીમાં 72.40 ટકા, તમિલનાડુમાં 61.52 ટકા, યુપીમાં 58.12 ચરા અને પશ્ચિમ બંગાળમાં 75.27 ટકા વોટિંગ નોંધાયું છે.

આ તબક્કામાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને બે ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો સહીતના દિગ્ગજોના ભાવિ દાવ પર છે. બીજા તબક્કામાં એચ. ડી. દેવેગૌડા, ડીએમકેને દયાનિધિમાર, એ. રાજા, કનિમોઈ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ચવ્હાણ અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજ બબ્બર, ભાજપના હેમામાલિની, બીએસપીના દાનિશ અલી, કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહના રાજકીય ભાવિનો ફેંસલો ઈવીએમમાં કેદ થયો છે.

બીજા તબક્કામાં 13 રાજ્યોની 97 લોકસભા બેઠકો પર મતદાન થવાનું હતું. પરંતુ ત્રિપુરા પૂર્વ બેઠક અને તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર મતદાન સ્થગતિ થવાને કારણે 95 બેઠકો પર મતદાન થયું હું.

તમિલનાડુમાં 39માંથી 38 લોકસભા બેઠકો અને રાજ્યની 18 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ સિવાય બિહારની 40માંથી પાંચ, જમ્મુ-કાશ્મીરની છમાંથી બે, યુપીની 80માંથી આઠ, કર્ણાટકની 28માંથી 14, મહારાષ્ટ્રની 48માંથી 10 અને પશ્ચિમ બંગાળની 42માંથી ત્રણ બેઠકો માટે વોટિંગ થયું છે. બીજા તબક્કામાં આસામાની પાંચ અને ઓડિશાની પાંચ લોકસભા બેઠક પર પણ મતદાન સંપન્ન થયું છે.

LEAVE YOUR COMMENT