1. Home
  2. Political
  3. હિમાચલ પ્રદેશની રાજકીય તાસિર: ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર, 2014 જેવી સ્થિતિ સર્જાશે?
હિમાચલ પ્રદેશની રાજકીય તાસિર:  ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર, 2014 જેવી સ્થિતિ સર્જાશે?

હિમાચલ પ્રદેશની રાજકીય તાસિર: ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર, 2014 જેવી સ્થિતિ સર્જાશે?

0

હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર બેઠકો છે. 2014માં ભાજપે કોંગ્રેસને ચારેય બેઠકો પર હરાવી હતી. શિમલા લોકસભા બેઠક અનામત છે અને તેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

શિમલા લોકસભા બેઠક હેઠળ શિમલા, સોલન-સિરમૌરનો વિસ્તાર આવે છે. ભાજપનો ગઢ કાંગડા વિસ્તાર છે અને અહીંથી 2014માં શાંતાકુમાર ચૂંટાયા હતા. જ્યારે આ વિસ્તારમાં કાંગડા સિવાય ચમ્બા જિલ્લો પણ આવે છે. હમીરપુર લોકસભા બેઠક પર ધૂમલ પરિવારનો દબદબો છે. આ મતવિસ્તારમાં હમીરપુર સિવાય ઉના અને બિલાસપુરનો પણ સમાવેશ થાય છે. કુલ મળીને ભાજપની સરકારનો અત્યાર સુધીનો કાર્યકાળ જૂથબંધી વગરનો રહ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. આમ તો હિમાચલ પ્રદેશ ભાજપ અને કોંગ્રેસની જ ટક્કરવાળું રાજ્ય માનવામાં આવે છે.

હિમાચલ પ્રદેશમાં ત્રીજા રાજકીય પરિબળની હાલ કોઈ હાજરી દેખાતી નથી. ભૂતકાળમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓમાં હિમાચલ પ્રદેશ ખાતે જૂથબંધી હતી. પરંતુ મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે જૂથબંધીથી હટીને સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ કર્યો છે અને તેનો લાભ લોકસભા ચૂંટણીમાં ભાજપને મળવાની શક્યતા જોવાઈ રહી છે. આમ તો વડાપ્રધાન મોદીની પણ આ પહાડી રાજ્યમાં છબી ઘણી સારી છે અને તેને કારણે પણ ચૂંટણીમાં મોટા ફાયદો થવાની આશા ભાજપ દ્વારા સેવાઈ રહી છે.

હિમાચલ પ્રદેશની રાજકીય તાસિર

લોકસભાની ચૂંટણીમાં મળેલી બેઠક

પક્ષ                    2014                   2009                  2004

ભાજપ                  04                     03                     01

કોંગ્રેસ                  —                     01                      03

હિમાચલ પ્રદેશની રાજકીય તાસિર

લોકસભાની ચૂંટણીમાં મળેલા વોટ

પક્ષ                    2014                   2009                  2004

ભાજપ                  53.9 %                    49.6 %                    44.2 %

કોંગ્રેસ                  41.1 %                     45.6  %                   51.9 %

જાતિ સમીકરણ

2011ના સેન્સસ મુજબ હિમાચલ પ્રદેશની વસ્તી 68 લાખ 56 હજાર 509ની છે. જેમાંથી 17 લાખ 29 252 એટલે કે 25.22 ટકા અનુસૂચિત જાતિ, 392126 એટલે કે 5.71 ટકા અનુસૂચિત જનજાતિ અને 927452 એટલે કે 13.52 ટકા ઓબીસી વર્ગના છે. જ્યારે 50.72 ટકા સવર્ણ અને અન્ય સમુદાયની 4.83 ટકા વસ્તી છે. સવર્ણ જ્ઞાતિઓમાં 32.72 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણ છે.

હિમાચલ પ્રદેશમાં હિંદુઓ 95.2 ટકા, મુસ્લિમ 2.2 ટકા, શીખ 1.2 ટકા અને અન્ય ધાર્મિક જૂથો 1.4 ટકા છે.

tags:

LEAVE YOUR COMMENT