in ,

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધી યોજાઈ

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાવીને તેમની નેત્રોત્સવની વિધી શરૂ કરાઈ હતી. સામાન્ય રીતે રથયાત્રાના આગલા દિવસે યોજાતી નેત્રોત્સવની વિધી આજે બે દિવસ પહેલા યોજવામાં આવી હતી. નેત્રોત્સવ વિધીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. બીજી તરફ રથયાત્રાને પગલે જગન્નાથજી મંદિર અને ભગવાનનું મોસાળ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.

અમદાવાદમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી મોટાભાઈ અને બહેન સાથે ભક્તોને દર્શન આપવા નીકળશે. શહેરમાં પરંપરાગત રથયાત્રાને લઈને મંદિર અને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મામાના ઘરે સરસપુર ગયેલા ભગવાન જગન્નાથજી આજે પરત ફર્યા હતા. મોસાળમાં તેમની ભારે આગતાસ્વાગતા કરવામાં આવી હતી. દરમિયાન આજે ભગવાન પરત ફર્યા હતા. પરંપરા અનુસાર મોસાળામાં ભગવાને મિષ્ટાન અને જાંબુ આરોગ્ય હોવાથી આંખો આવી હોવાથી આજે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની નેત્રોત્સવ વિધી જોયાઈ હતી. હવે અષાઢી બીજના દિવસે જ ભગવાનની આંખે બાંધવામાં આવેલા પાટા ખોલવામાં આવશે. આ ઉપરાંત ભગવાન જગન્નાથજી મંદિરમાં અન્ય ધાર્મિક વિધી પણ યોજવામાં આવી હતી. ભગવાન મોસાળથી પરત મંદિર ફરતા શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ છે અને મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જગન્નાથજી મંદિર, સરસપુર અને રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ અમદાવાદ શહેર પોલીસે ડ્રોન ગાર્ડ સિક્ટોરિટીનો પણ ઉપયાગ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આકાશ વિજયવર્ગીય પર પીએમ મોદીના આકરા વેણ, બોલ્યા- કોઈપણનો પુત્ર હોય, પાર્ટીમાંથી હાંકી કાઢવો જોઈએ

ગૃહમંત્રી બન્યા બાદ પણ અમિત શાહ નીભાવશે પરંપરાઃ જગન્નાથજીની મંગળા આરતીમાં લેશે ભાગ