in , ,

લવ જેહાદઃ ખેડામાં હિન્દુ સગીરાની હત્યા કરનારા વિધર્મી પ્રેમી યુવાનને આજીવન કેદની સજા

અમદાવાદઃ ખેડાના ઠાસરામાં લવ જેહાની ઘટનામાં હિન્દુ સગીરાને વિધર્મી પ્રેમીએ કેનાલમાં ધક્કો મારીને હત્યા કરવાના ચકચારી બનાવમાં અદાલતે આરોપી પ્રેમી યુવાનને કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી હતી. વર્ષ 2016માં બનેલી લવ જેહાદની આ ઘટનાના રાજ્યમાં ઘેરા પડધા પડ્યાં હતા.

કેસની હકીકત અનુસાર વર્ષ 2016માં ઠાસરા તાલુકાના કાલસર ગામની ધોરણ-10માં અભ્યાસ કરતી સગીર એક દિવસે ઘરે પરત ન આવી હતી. તેના પરિવારના જ એક સદસ્યએ સગીરાને ગામના લઘુમતી કોમના યુવક નિશાર અહેમદ મુસ્તુફા મલેકને નહેરના કિનાર ઝપાઝપી કરતી જોઈ હતી. પરિવારે શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે, અહેમદે સગીરાને નહેરમાં ધક્કો માર્યો હતો. બાદમાં પોલીસે સગીરાનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢ્યો હતો. આ ઘટના બાદ લોકોનું મોટુ ટોળુ ડાકોર પોલીસ મથકે આવી ચઢ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, 15 વર્ષની સગીર યુવતી સાથે આરોપી નિશાર અહેમદ મુસ્તુફા મિયા મલેકને પ્રેમ સંબંધ હતો. ઘટનાના દિવસે આરોપી સગીરાને ડાકોરના ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. જ્યાંથી પરત કાલસર ગામે આવતા સમયે યુવતીને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી હતી. 

આ બનાવમાં પોલીસે હત્યારા નિશાર અહેમદની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસમાં કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલે દસ્તાવેજી પુરાવા રજૂ કરીને સાક્ષીઓના નિવેદન લીધા હતા. અદાલતે સુનાવણીના અંતે લવજેહાદની આ ઘટનામાં પુરાવા અને સાક્ષીઓના નિવેદનને ધ્યાનમાં રાખીને આરોપી નિશાર અહેમદને કસુરવાર ઠરાવ્યો હતો. તેમજ આજીવન કેદની સજા ફરમાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં લવ જેહાદની આ ઘટના સામે આવતા હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો અને ન્યાયની માંગણી સાથે કલેકટરને રજૂઆત પણ કરી હતી. બીજી તરફ મૃતક સગીરાના પરિવારજનોએ જે તે આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વિકારીને તેની અંતિમવિધી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

પંજાબના ફરીદકોટમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ, સેના સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાનને મોકલવાનો આરોપ

ભગવા જર્સી પર મહબૂબા મુફ્તિના અંટશંટ નિવેદનને શિવસેનાનો જવાબ, “પાકિસ્તાની તો મુલ્લા બનીને પણ હારી રહ્યા છે”